Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
સામાજિક સ્થિતિ
૨૧ એમને નાત બહાર મૂકવામાં આવ્યા હતા, પણ છેવટે ધીરે ધીરે આ વિરોધ શાંત પડવા લાગ્યા. વિધવાવિવાહ માટે જનમત કેળવાવા લાગે. દૂધપીતીને ચાલ
અઢારમી-ઓગણીસમી સદીમાં ગુજરાતમાં હિંદુસમાજમાં કન્યાને જન્મ આનંદદાયક મનાતા ન હતા. દીકરીને બાપ હંમેશાં એશિયાળો મનાતે હતે. ઘણી જ્ઞાતિઓમાં દહેજના કારણે માબાપને દીકરી પરણાવતાં ઘણો ત્રાસ થતે. દહેજમાં ભારે રકમ આપવી ન પડે એ માટે ઘણું માબાપ દીકરીને જન્મતાંની સાથે દૂધના તપેલામાં ડુબાડી મારી નાખતાં. આ પ્રથા ખાસ કરીને ગુજરાતના જાડેજા રાજપૂત, પાટીદારો વગેરે કામમાં વ્યાપક પ્રમાણમાં વિસ્તરેલ હતી. હિંદુ સમાજ ઉપર આ જેવું તેવું કલંક ન હતું.
ઓગણીસમી સદીની શરૂઆતમાં ગાયકવાડ સરકારની મુશ્કગીરીને લીધે કર્નલ વોકર નામે એક અંગ્રેજ અધિકારીની સૌરાષ્ટ્ર ખાતે નિમણૂક થઈ. કર્નલ વકરે સૌરાષ્ટ્રમાં આવી આ પ્રથાનું દર્શન કરતાં એને આમા કકળી ઊઠયો. એણે આ પ્રથા અટકાવવા ઘણું રાજવીઓને સમજાવવા માંડ્યા. કેટલાક ઉપર દબાણ પણ કરવા માંડયું. મોરબી જેવાં ઘણું રાજ્યના રાજવીઓને તે આમાં હત્યા થાય છે એવું લાગતું જ ન હતું. છેવટે અથાગ પ્રયત્ન બાદ ઈ. સ. ૧૮૦૮ માં કર્નલ વૉકર સૌરાષ્ટ્રના જાડેજા જેઠવા વગેરે રાજપૂતોને સમજાવી આ પ્રથા બંધ કરવાને કરાર કરાવી શક્યા.
રાજપૂતને જોઈ પાટીદારોએ પણ આ પ્રથા બંધ કરવાને નિર્ણય કર્યો. આ પ્રથા અંગે ગેઝેટિયરના લેખક નેધે છે કે આ પ્રથાને લીધે ભરૂચ પાસેના એક ગામમાં સેંકડો પુરુષ વચ્ચે પૂરી એક ડઝન સ્ત્રીઓ પણ ન હતી.૧૦
ઈ. સ. ૧૮૬૯ માં પાટડી દરબાર જોરાવરસિંઘએ કણબી જ્ઞાતિના સમુદાયને એકત્ર કરી આ પ્રથા અટકાવવા કાયદે કર્યો.
ગાયકવાડ સરકારે પણ વડોદરા રાજ્યમાં દૂધપીતીના રિવાજને બાળહત્યાને ગુને ગણી એના માટે સજા જાહેર કરી. સતી–પ્રથા
આ અમાનુષી પ્રથા ગુજરાતમાં ઓગણીસમી સદી દરમ્યાન પ્રચલિત હતી. સમાજમાં સતીના બહાને અનેક બાળવિધવાઓને ફરજિયાત, અગ્નિસ્નાન કરાવવામાં આવતું. આ પ્રથા સામે બંગાળમાં રાજા રામમોહન રાયે બંડ. જગાવ્યું.