Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૨૨૩
:
પરિશિષ્ટ (રાજકીય સંસ્થાઓ અને મંડળ) હતા. પરંતુ એ બંને વાર નિષ્ફળ ગયો હતો. એમાં ખેડા જિલ્લાના ક્રાંતિકારીઓને હાથ હતું એમ મનાય છે.
ઉદયપુર અને જૂનાગઢમાં થોડા સમય માટે દવાન રહી ચૂકેલા કચ્છના માંડવી ગામના સપૂત શ્યામજી કૃષ્ણ વર્મા ૧૮૯૭ થી લન્ડનમાં વસી ગયા હતા. ત્યાં એમનું “ઇન્ડિયા હાઉસ ક્રાંતિકારી પ્રવૃત્તિનું કેંદ્ર બન્યું હતું. ૧૯૦૭ પછી તેઓ પેરિસમાં જઈને વસ્યા હતા અને ત્યાં પણ ક્રાંતિકારી પ્રવૃતિઓ ચાલુ રાખી હતી. પેરિસમાં એમને આ બાબતમાં ગુજરાતના બીજા સપૂત લીંબડી તાલુકાના એક જાગીરદાર સરદારસિંઘ રાણાને સક્રિય સાથ મળ્યું હતું. ગેવિંદ અમીન નામને એક વીરલે પિસ્તોલના તજજ્ઞ તરીકે સરદારસિંઘ રાણાના મદદનીશ તરીકે પેરિસમાં હતું. મૅડમ કામાને પણ એમને સાથ હતે.
આમ, ૧૮૧૮ થી ૧૯૧૪ના લગભગ એક સદીના ગાળા દરમ્યાન ગુજરાત પણ સમસ્ત ભારતમાં આવેલી રાજકીય જાગૃતિ અને એને પગલે પગલે કરવામાં આવેલી રાષ્ટ્રિય ચળવળમાં મહત્ત્વનો ફાળો આપ્યો હતો. પ્રથમ ધાર્મિક અને સામાજિક સ્વતંત્રતા મેળવવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું અને ત્યારપછી રાજકીય સ્વતંત્રતા મેળવવાના હેતુ સાથે કેટલીક રાજકીય સંસ્થાઓ સ્થાપી હતી. એ બધીમાં રાષ્ટ્રિય મહાસભા અગ્રસ્થાને રહી હતી. ૧૯૧૪ સુધીની એની કામગીરીમાં ગુજરાતના લેકસેવકે અને લોકનેતાઓએ મહત્વને ભાગ ભજવ્યો હતે.
પાદટીપ
૧. પટ્ટાભી સીતારામૈયા, ‘મહાસભાને ઇતિહાસ” (ગુજ. અનુ.), પૃ. ૧૮ २.* इन्द्र विद्यावाचस्पति, 'भारतीय स्वाधीनता संग्राम का इतिहास,' पृ. २९ 3. R. C. Majumdar (Ed.), The British Paramountcy and Indian
Renaissance, Part II, p. 459 ૪. ભેગીલાલ ગાંધી, ગુજરાત દર્શન, પૃ. ૨૭૨ અને ૩૧૦ ૫. ઈ. ઈ. દેસાઈ, ‘સૂરત સેનાની મૂરત', પૃ. ૧૪૧ ૬. ભોગીલાલ ગાંધી, ઉપર્યુક્ત, પૃ. ૨૭૯ 9. SMHFMI, Vol. I, pp. 1 and 15 ૮. ઈ. ઈ. દેસાઈ, ઉપર્યુક્ત, પૃ. ૨૦૮ ૯. શિવપ્રસાદ રાજગેર, “અર્વાચીન ગુજરાતને રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ', પૃ. ૧૨૯ 20. SMHFMI, Vol, I, p. 33