Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
રાજકીય જાગૃતિ અને રાષ્ટ્રવાદને વિકાસ
૨૯ ગુજરાતની રાજકીય જાગૃતિના તથા ક્રાંતિકારી પ્રવૃત્તિના સંદર્ભમાં આ બનાવનું સૂચક મહત્વ ગણી શકાય. વિદેશમાં ગુજરાતી ક્રાંતિકારીઓ
શ્યામજી કૃષ્ણ વર્મા, સરદારસિંઘજી રેવાભાઈ રાણું તથા માદામ કામાની ત્રિપુટીએ૨૭ લન્ડન અને પેરિસમાં રહીને ભારતની આઝાદી માટે ઠીક ઠીક પ્રયાસ કર્યા હતા. શ્યામજી કૃષ્ણ વર્માએ “ઈન્ડિયન સેલોજિસ્ટ” દ્વારા તથા માદામાં કામાએ “વળે માતરમ” સામયિક દ્વારા વિદેશમાં ભારતની આઝાદી માટે રાજકીય પ્રચાર કર્યો હતો. તેઓ સભાઓ પણ ભરતાં હતાં અને સંગઠન દ્વારા રાજકીય મદદ ઉભાવતાં હતાં. આ માટે શ્યામજીએ “ઈન્ડિયા હાઉસ” નામની સંસ્થા લન્ડનમાં સ્થાપી હતી. ડિસેમ્બર, ૧૯૦૫ માં “ઈન્ડિયન સેલોજિસ્ટ” માં શ્યામજીએ જાહેરાત કરી કે યુરોપ કે અન્ય દેશોમાં વ્યાખ્યાન આપવા આવનાર ભારતીય માટે પ્રત્યેક રૂ. ૧૦૦૦ ના પુરસ્કાર સાથેની ૬ વ્યાખ્યાનેની યોજનાને નિર્ણય લીધે છે. સરદારસિંઘજીએ આ માટે રૂ. ૨૦૦૦ની એક એવી પ્રવાસ માટેની ત્રણ ફેશિપની જાહેરાત કરી હતી.૨૮ ટૂંકમાં, આ બંને જાહેરાતને આશય આ વિશે રાજકીય વિચારોની આપલે કરી સ્વાતંત્ર્ય-સંગ્રામની પ્રક્રિયાને સુદઢ કરવાનો હતો.
સરદારસિંઘજી શાહી કુટુંબના અને લીંબડી રાજ્યના હકદાર હોવા છતાંય લગભગ આઝાદી–પ્રાપ્તિ સુધી પેરિસ અને લન્ડનમાં રહીને ભારતની આઝાદી માટેની પ્રવૃત્તિઓમાં સદાય સંલગ્ન રહ્યા હતા. એમની આ બ્રિટિશ સરકારવિરોધી પ્રવૃત્તિઓથી અકળાઈને કાઠિયાવાડના ગવર્નરના એજન્ટે બ્રિટિશ સરકારની સહમતીથી જાહેરનામું બહાર પાડીને (ઓકટોબર, ૧૯૧૧) રાણાના બધા રાજકીય હક્ક છીનવી લીધા હતા અને બીજા હુકમ દ્વારા તમે, ૧૯૧૨) એમની લીંબડી રાજ્યની તમામ મિલકત સરકારે જપ્ત કરી લીધી હતી; જો કે આ જમીના હુકમના અમલ એમના પિતા રેવાભાઈ રતનસિંધ રાણુના અવસાન પછી કરવાને હતે.૨૯
આમ આ ત્રિપુટીએ ભારતની મુક્તિ માટે વિદેશમાં રહીને નિઃસ્વાર્થપણે પ્રામાણિક રાજકીય લડત ચલાવી હતી. ગુજરાતની રાજકીય જાગૃતિ અને રાષ્ટવાદના સંદર્ભમાં એમનાં કાર્યોનું મૂલ્યાંકન નોંધપાત્ર ગણું શકાય. સયાજીરાવની દેશદાઝ
આઠ દાયકાઓનું (૧૮૬૧ થી ૧૯૩૯) દીર્ધાયુ ભોગવનાર અને બ્રિટિશ સરકાર પ્રત્યે હંમેશાં રાજકીય હમદર્દીની હિમાયત કરનાર વડોદરાના ગાયકવાડી રાજ્યના