Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૪
બ્રિટિશ કાક
સ્થપાઈ ન હોવા છતાં પણ ગુજરાતમાં ૧૮૪૪ થી પ્રજાકીય રાજકારણને ઉદય થઈ ચૂક્યો હતો અને એની શરૂઆત કરવાનું શ્રેય સુરતને ફાળે જાય છે. સુરત એ કલકત્તા પછી ભારતની બીજી અને ગુજરાતની પ્રથમ સુધારાનગરી બન્યું હતું. સુરતના પાંચ દદ્દા(દુર્ગારામ, દબા, દિનમણિશંકર શાસ્ત્રી, દલપતરામ માસ્તર અને દામોદરદાસ) એ તથા ત્રણ નાના(નર્મદ, નવલરામ અને નંદશંકર)એ સુધારાના ક્ષેત્રે નેંધપાત્ર કાર્ય કર્યું હતું. ગુજરાતના ભૂથર અને ગુજરાત તથા સૌરાષ્ટ્રની પ્રજા જેને “નવા યુગના આદિ શિક્ષાગુરુ' કહે છે તેવા દુર્ગારામ મહેતાજીએ. સુરતમાં સામાજિક સુધારાનું અને માનવધર્મ સભા (૧૮૪૪) સ્થાપવાનું કાર્ય કર્યું હતું. સુરતમાં સામાજિક પ્રવૃત્તિના ઉદય સાથે જ પ્રજાકીય રાજકારણની. શરૂઆત થઈ હતી, જે ૧૮૪૪ થી ૧૮૭૮ના ગાળામાં વિકાસ પામ્યું હતું.
૧૮૪૪ માં બ્રિટિશ સરકારે મીઠા ઉપરને કર મણે ૮ આના હતા તે વધારીને ૧ રૂપિયે કરી નાખતાં આ અન્યાયી વધારાના વિરોધમાં સુરતના લેકેએ ૨૮ થી ૩૧ ઑગસ્ટના રોજ સર્વવ્યાપી જંગી હડતાલ પાડી હતી. પ્રજાને આ હુકાર નવચેતનની સાબિતીરૂપ હતો અને તેથી પ્રજાકીય રાજકારણને ઉદય મીઠાના કરના વિરોધની આ હડતાલથી થયે એમ કહેવામાં કશું ખોટું નથી. ૨૯ ઑગસ્ટ, ૧૮૪૪ ગુજરાતના રાષ્ટ્રિય ઈતિહાસની ગૌરવતિથિ બની ગઈ. આ આંદોલનમાં હિંદુ અને મુસ્લિમ તથા પારસી સર્વેએ એક્તા દાખવી હતી અને બધા મળીને લગભગ ૩૦ હજાર લેકેએ એમાં ભાગ લીધો હતો. પ્રજાના આ શાંત પ્રતીકાર સામે નમતું જોખી મુંબઈની સરકારે મીઠા ઉપરને કર ઘટાડીને ૧૨ આના કરી નાખ્યા.9 કર-ઘટાડો જાહેર થયા પછીની માનવધર્મ સભાની બેઠકમાં દુર્ગારામ મહેતાએ કહેલું કે “રાજા પોતે જ પ્રજાને દુઃખી કરવા ઈચ્છે તે પ્રજાએ પિતાના હાથનું બળ રાજાને બતાવવું.
૧૮૪૮ માં મુંબઈ સરકારે ગુજરાતમાં બંગાળી તેલમાપ દાખલ કરતાં સુરતની પ્રજાએ ફરીથી જાગૃતિ બતાવી અને સભા સરઘસ અને હડતાલના કાર્યક્રમ દ્વારા એને વિરોધ કર્યો હતે. ફરી સરકારે પ્રજાની માગણી સામે નમતું જેવું હતું. ફરી ૧૮૬૦ માં આવકવેરાના કાયદાને વિરોધ કરવા સુરતમાં બુરહાનપુરી ભાગોળે બે હજારથી વધુ લોક ભેગા થયા હતા. આ પ્રસને નડિયાદમાં ભાટ અને બ્રાહ્મણે એ ત્રાગું કર્યું હતું. આમ આ કાયદાને પણ ઠેર ઠેર વિરોધ થયો હતો. આમ ગુજરાતમાં કોઈ રાજકીય સંસ્થાની સ્થાપના થઈ ન લેવા. છતાં સુરતે ૧૮૪૪, ૧૮૪૮ અને ૧૮૬૦માં પ્રજાકીય રાજકારણના ઉદયની ઝાંખી કરાવી હતી.