Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
પરિશિષ્ટ (રાજકીય સંસ્થાઓ અને મંડળ)
૨૧૫ પ્રજાસમાજ (૧૮૭૧)
સમસ્ત પશ્ચિમ ભારતમાં કેટલીક બાબતોમાં સુરતે મુંબઈ કરતાં પણ વધુ જાગૃતિ દાખવી હતી. અંગ્રેજો દ્વારા ભારતના કરાતા શોષણને અનેક નેતાઓએ વાચા આપતાં પ્રજાને આત્મભાન થયું હતું અને આત્મગૌરવ મેળવવા એ કટિબદ્ધ બની હતી. પ્રજાનું કલ્યાણ કરવા માટે તથા એના પ્રશ્નોને વાચા આપવાની દૃષ્ટિથી ૧૮૭૧ માં સુરતમાં “પ્રજાસમાજ' નામની સંસ્થાની સ્થાપના થઈ હતી. અને ગુજરાતની પ્રથમ રાજકીય સંસ્થા કહી શકાય. શરૂઆતમાં તે વકીલે, અન્ય શિક્ષિત અને શ્રીમંતે એ પણ એની પ્રવૃત્તિમાં રસ લઈ એને ટેકે આ હતા. પછીથી તેઓ આમાંથી નીકળી જતાં આ સંસ્થા વિશેષ કામ કરી શકી નહિ અને થોડા સમયમાં જ લુપ્ત થઈ ગઈ. ભરૂચમાં પણ સુરતની જેમ ૧૮૭૧માં “પ્રજાસમાજ' સંસ્થા સ્થપાઈ હતી તે પણ સેંધપાત્ર કાર્ય કર્યા વિના ૧૮૭૪ માં બંધ થઈ ગઈ. અમદાવાદમાં પણ ૧૮૭રમાં પ્રજાકીય સમાજની
સ્થાપના થઈ હતી તે પણ તુરત બંધ થઈ ગઈ. સુરતની પ્રજાને મિજાજ
સુરતની પ્રજાએ ફરી એક વાર ૧૮૭૮ માં બ્રિટિશ સરકારને પિતાના મિજાજનાં દર્શન કરાવ્યાં હતાં. ૧૮૭૮ માં મુંબઈની સરકારે લાયસન્સ-ટેકસ નાખવાને નિર્ણય કર્યો હતો ત્યારે રાજકીય સંસ્થાઓ ન હોવા છતાં સુરતના મહાજનના અગ્રણીઓએ પ્રજાકીય જાગૃતિની નેતાગીરી લીધી હતી. સુરતના નગરશેઠ શ્રી નરોત્તમદાસ નરસિંહદાસ અને દ્વારકાદાસ લલુભાઈએ ૨૭ ફેબ્રુઆરી, ૧૮૭૮ ની જાહેરખબર દ્વારા બધા વેપારીઓને એ કાયદાને વિરોધ કરવા તથા પતાનાં દુઃખ અને લાગણીઓ વડી સરકારને જાહેર કરવા માટે એકત્ર થવા જણાવ્યું હતું.૧૦
લાયસન્સ-ટેકસ દુકાળ માટે થતા ખર્ચ માટે નાખવામાં આવ્યું હતું, પરંતુ એ અંગે પ્રજાની સંમતિ લેવામાં આવી ન હતી.૧૧
આ ટેકેસના વિરોધમાં સુરતની પ્રજાએ ૧ થી ૫ એપ્રિલ, ૧૮૭૮ ના રોજ શાંત હડતાલ પાડી દુકાને બંધ રાખી હતી. મુંબઈના ગુજરાતી સાપ્તાહિક રાસ્ત ગોફતાર' પગે એ અંગે લખેલું કે “સુરતે ઘણા દિવસો સુધી આ હડતાલ ચલાવી તેમાં પ્રેરણા કોની હતી ?... જે આ બધું સંગઠન સુરતની પ્રજાએ પિતાની મેળે કર્યું હોય તે તેની પાછળ મૂળમાં કઈ ચમત્કારિક રાજકીય બળ હેવું જોઈએ.૧૨