Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
કાંતિકારી પ્રવૃત્તિ 1 સુરતના અધિવેશનમાં કોંગ્રેસના ભાગલા પડયા પછી દેશમાં વિનીત વગની સાથે ક્રાંતિકારી વર્ગ જડા હતા. સ્વદેશી ચળવળની સાથે જ સરકારને સામને, સશસ્ત્ર ક્રાંતિથી કરે હતે. સશસ્ત્ર ક્રાંતિકારીઓની એક નેમ અંગ્રેજ સરકારને ફેંકાવી દેવાની હતી, તે બીજી નેમ લશ્કરમાંના હિંદીઓમાં ક્રાંતિની ભાવનાને સંચાર કરવાની હતી.
ગુજરાત પણ આ અસરથી મુક્ત ન રહ્યું, ખાસ કરીને બારીંદ્ર ઘેષ આના અગ્રણી પુરસ્કર્તા હતા. ૨૪ આમ તે સશસ્ત્ર ક્રાંતિની પ્રેરણું અધ્યાત્મના પાયા ઉપર શ્રી અરવિંદે ગુજરાતમાં આરંભેલી અને પુરાણું બંધુઓએ એને વ્યાયામની બુનિયાદ ઉપર પ્રચારેલી-પ્રસારેલી.
દેશી વનસ્પતિની દવાઓ જેવી છેતરામણાં નામેવાળી પુસ્તિકાઓ નવસારીથી પ્રગટ થઈ હતી અને એમાં બોમ્બ બનાવવાની પ્રક્રિયા પ્રચ્છન્ન સ્વરૂપે વર્ણવાઈ હતી. સર્વશ્રી મોહનલાલ કામેશ્વર પંડયા (ડુંગળી), નરસિંહભાઈ ઈશ્વરભાઈ પટેલ, બેચરદાસ પંડિત, પુંજાભાઈ વકીલ, મકનજી દેસાઈ વગેરે આ પ્રવૃત્તિના અગ્રેસર હતા. વીસમી સદીના પ્રથમ દાયકા દરમ્યાન આ પ્રવૃતિ ગુજરાતમાં ઠીક ઠીક પ્રમાણમાં ફેલાઈ હતી. પરદેશમાં આ પ્રકારની પ્રવૃત્તિના કર્ણધાર હતા પંડિત શ્યામજી કૃષ્ણવર્મા, માદમ કામા અને સરદાર સિ ઘજી રેવાભાઈ રાણ. નર્મદાતટે ગંગનાથ વિદ્યાલય પણ આ પ્રવૃત્તિનું એક કેંદ્ર હતું. બીલીમેર અને નવસારી ગાયકવાડી તાલુકા હાઈ ત્યાં કાંતિકારી પ્રવૃત્તિઓ સરળતાથી ચાલતી હતી. ઘણાબધા નામી-અનામી ગુજરાતી વીરોએ બોમ્બ પ્રવૃત્તિમાં ગુપ્ત ફાળે આડે હતે. લેડ મિન્ટો ઉપર બેમ્બ (૧૯૦૯)
આ વર્ષે નવેમ્બરની ૧૩મીએ અમદાવાદ સાથે સમગ્ર દેશ ખળભળી ઊઠયો. આ દિવસે અમદાવાદની મહેમાનગત માણી રહેલાં લેઈ અને લેડી મિન્ટાની શહેરસવારી ઉપર બે વખત બોમ્બ ઝીંકાયે; જોકે બંને વખતે આ શાહી મહેમાન બચી ગયાં. ઍમ્બ સૌ પ્રથમ રાયપુર દરવાજા બહાર અને એ પછી તરત જ આસ્ટોડિયા દરવાજા અંદર ફેંકાયા હતા. સરકાર તેફાનકારી
ને પકડી શકી ન હતી. આ બનાવના અગ્રેસર હતા સર્વશ્રી મોહનલાલ કામેશ્વર પંડયા અને એમના બે સાથી પુંજાભાઈ વકીલ અને વસંતરાય વ્યાસ સરકારને કે છેક સુધી આ કાંતિકારીઓની જાણ થઈ શકી ન હતી.