Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
રાજકીય જાગૃતિ અને રાષ્ટ્રવાદના વિકાસ
૨૦૧
મેકલવાનું કમ્પની સરકારનું પગલું સ્પષ્ટ સૂચવે છે કે ગુજરાતમાં ભારેલા અગ્નિ હતા, જેના ઉપરની રાખ સૌ પ્રથમ ખંખેરી સુરતની પ્રજાએ. મીઠાવેરા-વિધી પ્રજોત્થાન (૧૯૪૪)
કમ્પની સરકારે ૧૮૪૪માં મુંબઈ ઇલાકામાં મીઠાનેા ભાવ બમણા કર્યાં (આઠ આનાને સ્થાને એક રૂપિયા) અને એને અમલ ૧ લી સપ્ટેમ્બરથી થવાને હતા. સુરતની પ્રજાએ આ દર–વધારા સામે ઑગસ્ટના છેલ્લા ત્રણ દિવસે। દરમ્યાન મીઠાવેરા–વિરાધી શાંત અને અહિંસક પ્રતીકાર કર્યા. આશરે ત્રીસ હજાર લેાકાએ ત્રીસમી ઑગસ્ટે સામૂહિક દેખાવ કર્યો. બજાર સંપૂર્ણ બંધ રહ્યાં. રાય–રક અને હિંદુ-મુસ્લિમ સર્વેમાં આ દર–વધારાથી અસ તાષની એકસરખી લાગણી પ્રસરી ગઈ હતી. સરકારે લશ્કરનેા ઉપયાગ કર્યાં, પણ પ્રજાએ ત્રણ દિવસ સુધી મચક ન આપી. આખરે સત્તાધીશેાને પ્રજા-ઇચ્છાની સામે નમતું જોખવું પડયું. આ અંગે સ્થાનિક મૅજિસ્ટ્રેટ (મિગ્ટને) સમયસૂચકતા વાપરી આપેલા કામચલાઉ વેરા રદ કરવાના નિર્ણયને પ્રાએ હૃદયથી આવકાર્યાં, પણ સરકારના અહમે એને અવગણ્યા અને વેરા–નિર્ણયને ચાલુ રાખવા એજન્ટને હુકમ કર્યાં; જોકે છેવટે તા. ૧૪ મી સપ્ટેમ્બર, ૧૮૪૪ ના રોજ જાહેરનામુ બહાર પાડીને સરકારે મીઠાવેરા ઘટાડવો.૧૦
ગુજરાતની પ્રશ્નને આ પહેલે રાજકીય વિજય, પહેલી લેકક્રાંતિ : ઈસ્ટ ઇન્ડિયા કમ્પનીના ત્રણ દાયકાના વહીવટ દરમ્યાન જ પહેલા રાજકીય પરાજય. ભારતમાં આ પહેલી સફળ જનજાગૃતિ. વિધિની કરુણતા તા એ કે કમ્પનીએ જ્યાં સૌપ્રથમ વેપારી ાઢી નાંખો ત્યાંની જ પ્રજાએ સૌપ્રથમ રાજકીય પરાજય આપ્યા.
નવાં તાલમાપના વિરાધ (૧૯૪૮)
મીઠા વેરા–વિરાધી પ્રજાકીય પ્રતીકારની સફળતાએ પ્રાની રાષ્ટ્રીય અસ્મિ તાને મૂળમાંથી પ્રાત્સાહિત કરી. પરિણામે ચાર વર્ષના ટૂંકા ગાળામાં સુરતની પ્રજાએ ફરીથી પ્રતીકારના ટંકારવ કર્યો.
સરકારે બંગાળી તાલમાપ દાખલ કરવાના હુકમ કર્યો અને સ્પ્રિંગના ઉછાળાની જેમ સુરતની પ્રાએ નવાં વજનના અમલના વિરોધ કર્યો. એપ્રિલ ૧૮૪૮ માં, લેકેએ દિવસેા સુધી હડતાળ ચાલુ રાખી, બાર દિવસે. સુધી બંધ રહ્યાં, મહાજનાએ વેચાણુખ ધનેા આદેશ આપ્યા, સરકારી નાકરાને કશુ· જ ન વેચવા સહાજને ઠરાવ કર્યો, આથી લોકોને અનાજ અને રાજબરાજની ચીજોની હાડ