Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
બ્રિટિશ કાલ દરબાર' વગેરે પરંપરાગત બિરુદ અથવા ખિતાબથી ઓળખાવતે. અંગ્રેજ અધિકારીઓ અને પત્ર લખે ત્યારે એને માટે નિશ્ચિત થયેલા બિરુદથી જ એને સંબોધન કરતા. રાજ્યમાં સૌથી ઊંચા સ્થાને રાજાની કચેરી અને રાજાની અદાલત હતી, જે અનુક્રમે “હજુર ઑફિસ” અને “હજૂર કેટ' તરીકે ઓળખાતી. રાજ્યના અધિકારીઓની નિમણૂક કરવાની કે એમને છૂટા કરવાની રાજાને સંપૂર્ણ સત્તા હતી. મહત્વના હુકમો કે પરિપત્રો રાજાના નામથી નીકળતા અને એ “હજર હુકમ' તરીકે ઓળખાતા. દીવાની તથા ફોજદારી બાબતમાં પહેલા અને બીજા વર્ગના રાજાઓને સંપૂર્ણ સત્તાઓ આપવામાં આવી હતી. એમને સ્વતંત્ર રીતે કાયદા ઘડવાની પણ સત્તા હતી. દરેક રાજ્યને પિતાનું સ્વતંત્ર પ્રતીક, સૂત્ર તેમ ગીત હતું. રાજને અંગત મંત્રી એનાં કાર્યોમાં એને મદદ કરતે.
આમ આંતરિક રીતે રાજાઓ સ્વતંત્ર હતા, પરંતુ જરૂર પડે તે કેટલાક સંજોગેમાં અંગ્રેજ સરકારને એમાં દરમ્યાનગીરી કરવાનો અધિકાર હતા.૩૫ અંગ્રેજ સરકાર પિતાને ‘સર્વોપરિ સત્તા' તરીકે ઓળખાવતી હતી.
દરેક રાજા એના જન્મદિવસે, રાજ્યાભિષેકના દિવસે, નૂતન વર્ષના દિવસે, વિશિષ્ટ મહેમાનની મુલાકાતના દિવસે કે અન્ય કોઈ ઉત્સવ કે ઉજવણીના પ્રસંગે રાજદરબાર ભરતે તેમાં રાજ્યના અધિકારીઓ તથા પ્રજાના આગેવાનો હાજરી આપતા. ચારણે રાજાની પ્રશસ્તિ કે પ્રસંગને અનુરૂપ કાવ્ય રજુ કરતા. રાજાના જન્મદિવસે તથા રાજ્યાભિષેકના દિવસે રાજ્યમાં જાહેર રજા પણ રાખવામાં આવતી.
રાજનું અવસાન થાય ત્યારે એ વિસ્તારના પલિટિકલ એજન્ટ ગવર્નરને એની જાણ કરવી પડતી અને એ સાથે એ રાજય રાજા તથા એના વારસદારની તમામ જરૂરી વિગતે જણાવવી પડતી.૩૬ ગવર્નર આ વિગત હિંદી સરકારને જણાવતે.
જે રાજાના અવસાન પછી ગાદીના વારસ અંગે વિવાદ ઊભે થાય તે એ વિવાદને ઉકેલ આવે ત્યાં સુધી વહીવટદાર(Administrator)ની નિમણૂક કરવામાં આવતી. જે ગાદીએ આવનાર નવે રાજા સગીર ઉમરને હેય તે એના વતી રાજ્ય ચલાવવા માટે એની માતા દાદી કે કાકા વગેરે નજીકનાં સગાંઓમાંથી કઈ એકની રિજન્ટ તરીકે નિમણૂક થતી અથવા બે કે ત્રણ સગાંઓની સમિતિ રચવામાં આવતી, જે “રિજન્સી' તરીકે ઓળખાતી. એ ઉપરાંત વહીવટદારની નિમણુક પણ થતી.
વહીવટદારની નિમણુક પિલિટિક્સ એજન્ટ અથવા એજન્ટ ટુ ધી ગવર્નર દ્વારા થતી. એને પિલિટિક્સ એજન્ટ અથવા એજન્ટ ટુ ધી ગવર્નરની સૂચના