Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
રાજકીય જાગૃતિ અને રાષ્ટ્રવાદનો વિકાસ સહાયથી ગુજરાત કેળવણી મંડળની સ્થાપના કરી ગુજરાતના નવઘડતરમાં વેગ આણે.
ભીરુ, ભયગ્રસ્ત અને હતાશ બનેલી ગુજરાતની પ્રજાને સાંસ્કારિક દષ્ટિએ બેઠી કરવાનું અભૂતપૂર્વ કાર્ય ૧૯મી સદીના આરંભના ત્રણ દાયકાઓ દરમ્યાન ઘનશ્યામ નામના યુવકે ઉત્તર પ્રદેશમાંથી આવી વૈષ્ણવી દીક્ષા લઈ સહજાનંદ સ્વામીના સ્વરૂપે કર્યું; અરાજકતા અંધાધૂંધી અને આચારલેપના ભયાનક બાહુઓમાં સપડાયેલી ગુજરાતની પ્રજાને હાથ પકડીને એમણે ધર્મના પ્રચાર દ્વારા નીતિપ્રચાર અને આચારપ્રસ્થાપનનું અલૌકિક કાર્ય કર્યું. - બંગાળથી મુંબઈ પહેચેલી ધર્મસુધારાની પ્રવૃત્તિની અસર કવિ નર્મદ ઉપર થયેલી, આથી ૧૮૬૦ માં નર્મદે “તત્વશાધક સભા” સ્થાપી અને બ્રહાધર્મ પુસ્તક (૧૮૬૪માં) પણ આ અનુષંગે પ્રગટ કર્યું; જો કે આ અગાઉ સુરતમાં માનવધર્મસભા (૧૮૪૪) ની અને અમદાવાદમાં ધર્મ સભા'(૧૮૫૮-૫૯) ની સ્થાપના થઈ હતી. ૧૮૭૧ માં અમદાવાદની ટ્રેઇનિંગ કોલેજમાં ઈશ્વર પાસનાને આરંભ ભોળાનાથે કર્યો હતે. આ જ અરસામાં દયાનંદ સરસ્વતીએ મુંબઈમાં “આર્યસમાજની
સ્થાપના કરી, ૧૮૭૫ માં દયાનંદે અંત્યજોદ્ધાર અને વૈદિક ધર્મના ઉદ્ધારનું કાર્ય પણ કરેલું. અમેરિકા જતાં પૂર્વે સ્વામી વિવેકાનંદ ગુજરાતમાં કેટલાક મહિના રહ્યા હતા અને એમના સંસગે પણ ગુજરાતમાં ધર્મજાગૃતિની હવા જન્માવેલી.
શ્રીમન્નસિંહાચાર્ય (ઈ.સ. ૧૮૪૮ થી ૧૮૯૮) અને શ્રીમન્નથુરામ શર્મા (ઈ.સ. ૧૮૫૮ થી ૧૯૩૦)એ પણ ગુજરાતમાં ધર્મ પ્રસ્થાપનનું કાર્ય કર્યું હતું.
પશ્ચિમી કેળવણી પામેલા શિક્ષિત વિજ્ઞાનવાદને કારણે ધર્મવિષયમાં શંકાશીલ બનેલા. આવી સ્થિતિમાં ધર્મ-સમાજ સુધારણા પ્રાપ્ત કરવાના આશયથી થિયોસેફિકલ સંસ્થાની સ્થાપના થઈ હતી.
આમ વિધમી મિશનરીઓની વટાળ-પ્રવૃત્તિઓમાંથી ગુજરાતની પ્રજાને સંરક્ષવાનું અને હિંદુધર્મ પ્રતિ પ્રજાનું લક્ષ્ય ખેંચવાનું કામ સધમી સુધારકેએ કરેલું. સુરત અને નડિયાદના હિંદુ અનાથાશ્રમ અને બાલાશ્રમ સ્થપાયા એ આવાં કારણેથી.
ગુજરાતમાં મરાઠાઓના અમલ દરમ્યાન આર્થિક સ્થિતિ તદન ડામાડોળ થઈ ગઈ હતી. દેશી રાજ્યોના શાસકે પ્રજાના આર્થિક જીવનની સધ્ધરતા વધે