Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
રાજકીય જાગૃતિ અને રાષ્ટ્રવાદનો વિકાસ હત, સંસ્કારપ્રવાહે ક્ષીણ થતા જતા હતા, જાનમાલ અને ધર્મની સલામતી જોખમમાં હતી, પ્રજામાં અજ્ઞાન અને વહેમ વ્યાપક બન્યાં હતાં, સ્ત્રીઓની ઈજજત આબરૂ જોખમમાં હતી, બાળલમોની બોલબાલા વધી હતી, વિધવાવિવાહ અશકય હતો, દીકરીને જન્મ શાપરૂપ ગણાતો હત, મંત્રતંત્રમાં લેકેની શ્રદ્ધા વધતી જતી હતી, વેપારવાણિજયને વિકાસ થંભી ગયું હતું, જ્ઞાનપ્રાપ્તિનાં સાધનેને કે વ્યવસ્થિત કેળવણીને અભાવ પ્રવર્તતો હતે, કલા સાહિત્ય અને વિજ્ઞાનનો વિકાસ રૂંધાઈ ગયું હતું, ત્યારે માત્ર ધર્મને છેડે ધબકાર પ્રજાજીવનની નાડમાં ચૈતન્યને શેડો રક્તપ્રવાહ પ્રસરાવી પ્રજાને બેઠી રાખવાને પ્રયત્ન કરતે હતે.
ગુજરાતમાં આવી સાંસ્કૃતિક કટોકટી હતી ત્યારે રાજકીય ક્ષેત્રે કઈ સ્થિરતા પ્રવર્તતી ન હતી. ગુજરાત ઉપર ત્યારે એક તરફ મરાઠા-શાસનને પ્રભાવ હતો, તે બીજી તરફ સેંકડો હિંદુ-મુસ્લિમ દેશી રાજ્યોને પ્રભાવ હતે. આ બધા રાજ્યકર્તાઓ પરસ્પર સતત ઝઘડતા રહેતા હતા, આથી આમાં એમનાં સાધને અને શક્તિ વેડફાઈ જતાં હતાં. વળી નબળાઈ અને નિરાશામાંથી બચવા સ્વરક્ષણ અથવા અંગત સ્વાર્થ ખાતર આ બધા શાસકે એકબીજાને છેદ ઉડાડવા ત્રાહિતને કુમકે બેલાવી પિતાની સ્થિતિને વિશેષ પરાધીન કરતા હતા. આવી પરિસ્થિતિમાં ત્રીજો પક્ષ ફાવી ગયે અને વેપાર અર્થે આવેલી ઈસ્ટ ઈન્ડિયા કમ્પનીના ચાલકેએ આને પૂરો લાભ ઉઠા. ૧૮૦૨ માં વસઈની સંધિથી પેશવાઈને રાજક્ષય લાગુ પડવો, જેને અંજામ પેશવાઈના અસ્તથી ૧૮૧૮ માં આવ્યું. આ સાથે ગુજરાત ઉપર અંગ્રેજ સર્વોપરિ બન્યા; જોકે દેશી રાજ્યોની આંતરિક, પરંતુ નિયંત્રિત સ્વતંત્રતા ચાલુ રહી. આ નવી સત્તાની સ્થાપના સાથે ગુજરાતમાં પણ નવજાગૃતિનાં વમળ ઉદ્દભવ્યાં. અંગ્રેજોના સંપર્કની અસર ગુજરાતનાં સમાજ ધર્મ સાહિત્ય રાજકારણ અને ઇતિહાસ ઉપર પડી.
અંગ્રેજ રાજ્યની સ્થાપના પછી ગુજરાતની પ્રજાએ થેડીક શાંતિ અનુભવી અને નિરાંતને શ્વાસ લીધે, નવી વિદ્યા અને કેળવણુને પ્રકાશ ફેલાવા લાગે.
ગુજરાતની અસ્મિતાને જાગ્રત કરનાર પરિબળોમાં સાહિત્ય શિક્ષણ અને સમાચારપત્રને ફાળે મહત્વને ગણું શકાય, કારણ કે આ માધ્યમ દ્વારા જ એ પછી સમાજ-ધર્મસુધારા અને રાજકીય જાગૃતિના ઉન્મેષ અનુભવાય છે.
આ ક્ષેત્રમાં અગ્રણી રહ્યા મહીપતરામ રૂપરામ, નર્મદ, કરસનદાસ મૂળજી, શેઠ પ્રેમચંદ રાયચંદ, દુર્ગારામ મહેતાજી, રણજિતરામ વાવાભાઈ મહેતા વગેરે.