Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
. પ્રકરણ-૮ રાજકીય જાગૃતિ અને રાષ્ટ્રવાદનો વિકાસ સાંસ્કારિક-સાંસ્કૃતિક નક્કર ભૂમિ ઉપર ઊભેલા ભારતમાં એક પછી એક યુપીય પ્રજાઓ આવી; આરંભમાં વેપાર નિમિત્તે અને પછીથી અહીંની રાજકીય નિર્બળતા જોઈ રાજસત્તા નિમિત્તે. આ બધી પ્રજાઓની ઉભય નિમિત્તની પરસ્પરની હરીફાઈમાં આખરે અંગ્રેજ પ્રજા સર્વોપરિ બની. અંગ્રેજ પ્રજા આમ તો વૈશ્યપ્રકૃતિની હતી, અર્થાત વેપારીવૃત્તિને વરેલી. આ પ્રજાને આર્થિક ઉપાર્જનની પ્રવૃત્તિઓની જેટલી નિસબત હતી તેટલી પ્રજાકલ્યાણની પડી ન હતી, આથી દેશનું અર્થતંત્ર કથળ્યું, ગૃહદ્યોગે નાશ પામ્યા અને પ્રજાની આર્થિક તાકાત કમજોર થઈ ગઈ.
અંગ્રેજોના સંપર્કને પરિણામે પશ્ચિમી સંસ્કૃતિ, ત્યાંની વિચારધારા, ત્યાંનું રાજકારણ અને ત્યાંની પ્રજાએ સ્વાતંત્ર્ય મેળવવા આપેલાં બલિદાન–આ બધી બાબતોની બુનિયાદના પરિચયમાં ભારતીય પ્રજાને શિક્ષિત વર્ગ આવવા લાગે. અંગ્રેજી કેળવણીને કારણે આ બધા લાભ પ્રાપ્ત થયા હતા, તેથી એની અસર ભારતીય વિચારે ઉપર-સાહિત્ય ઉપર થઈ, જેણે પ્રજામાં રાજકીય જાગૃતિ માટેની ચિનગારી ચાંપી. આની અસર સમાજજીવન અને ધર્મજીવન ઉપર થઈ અને એમાંથી પ્રત્યાઘાત ઉદ્દભવ્યા, જેણે પ્રજાજીવનને ખળભળાવી મૂકયું. વૈચારિક કાંતિને–સ્વાતંત્ર્ય માટેની ક્રાંતિને પ્રજા આવકારવા કટિબદ્ધ બની, જેમાંથી રાષ્ટ્રિય ભાવનાઓ ઉદ્દભવી અને ભારતીય પ્રજા પુનરુત્થાન માટે પરિશ્રમી થવા લાગી. વિવિધ પરિબળે
અઢારમી સદીના ઉત્તરાર્ધમાં અને ઓગણીસમી સદીના આરંભના બે દાયકા દરમ્યાન ગુજરાતમાં પણ સામાજિક ધાર્મિક આર્થિક અને રાજદ્વારી ઊથલપાથલ ચાલ્યા કરતી હતી. છેલ્લા સાતેક સૈકા દરમ્યાન ગુજરાતમાં ધમાં અને સંસ્કૃતિ ઉપર અનેક આક્રમણ થતાં રહ્યાં અને સમાજજીવન ઉપર એના પ્રતિકુળ પ્રત્યાઘાત પડતા રહ્યા. સમગ્ર પ્રદેશમાં ત્રાસ અને ભયનું વાતાવરણ પ્રસરી ગયું હતું, ગુર્જર સમાજ ભીરુ અને સંકુચિત મનોદશાવાળ બની ગયે