Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
s
* બ્રિટિશ કોહ સંસ્થાકીય દષ્ટિએ “માનવ ધર્મસભા” “બુદ્ધિવર્ધકસભા પુસ્તક પ્રચારક મંડળા'
સ્વદેશ હિતેચ્છુ' “ગુજરાત વર્નાકયુલર સોસાયટી' ગુજરાત કેળવણી મંડળ” વનિતા વિશ્રામ વગેરેને નેધપાત્ર ફાળો રહ્યો છે. મુંબઈ સમાચાર' “જ્ઞાનસાગર વર્તમાન” “સુરતસમાચાર” “ખબરદર્પણ” “સ્વતંત્રતા અમદાવાદ સમાચાર” સત્યપ્રકાશ” “સ્ત્રીબેધ” “સ્વદેશ–વત્સલ” “મહાકાલ” “પ્રાતઃકાલ” “પરહેજગાર” રાસ્તોફતાર' જામેજમશેદ' વગેરે સામયિાએ તથા હેપ વાચનમાળા' અને સરસ્વતીચંદ્ર' જેવા ગ્રંથોએ અને ભૂતનિબંધ' બાળવિવાહ નિબંધ' પુનર્વિવાહ, નિબંધ “કજોડા દુઃખદર્શક નાટક' “સાસુવહુની લડાઈ “વૈધવ્યચિત્ર” “રેવાછૂટવાની ઘેલાઈ વગેરે નિબંધેએ જનસમાજને સ્વતંત્રતા માટે જાગ્રત કરવામાં મહત્વને ફાળો આપ્યો હતે.
આમાં વિશેષ ઉલ્લેખનીય છે ગુજરાત વર્નાકયુલર સેસાયટીની સ્થાપના અને એની અનેક પાંખી પ્રવૃત્તિઓ. એને હેતુ હતો “ગુજરાતી ભાષા સાહિત્યને ઉત્કર્ષ કર, ઉપયોગી જ્ઞાનને પ્રચાર કરવો અને સામાન્ય રીતે કેળવણીની વૃદ્ધિ કરવી.” આ માટે વર્તમાનપત્રનું પ્રકાશન કરવું, પુસ્તકાલય સ્થાપવું, હસ્તપ્રતોને સંગ્રહ કર, નિશાળોની સ્થાપના કરવી વગેરે કાર્ય જાયાં. આ સંસ્થાના પ્રસ્તુત હેતુઓ અને કાર્યક્રમો જ સૂચવે છે કે ગુજરાતની અસ્મિતાના ઘડતરમાં અને પ્રજાકીય પુનરુત્થાનના પરિશ્રમમાં એને ફાળો કેટલે દાયિત્વપૂર્ણ હતે. આ સંસ્થા દ્વારા નવજાગૃતિને શંખ ફૂંકાયો, “વરતમાન” નામના સાપ્તાહિક પ્રકાશનના પ્રારંભથી ૧૮૪૯ માં એ જ વર્ષે નેટિવ લાયબ્રેરીની સ્થાપના થઈ (૧૮૫૭થી જે જાણીતી થઈ “હિમાભાઈ ઇન્સ્ટિટયૂટીના નામકરણથી). ૧૮૫૦ માં હરકુંવર શેઠાણની સહાયથી કન્યાશાળાની સ્થાપના થઈ. એ જ વર્ષે બુદ્ધિ પ્રકાશ' નામનું પાક્ષિક શરૂ થયું, જે પછીથી માસિક બન્યું. આમ ગુજરાત વર્નાકયુલર સોસાયટીએ એ વખતની સાંસ્કારિક સામાજિક બૌદ્ધિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં પ્રેરણાદાયી પ્રાણ પૂર્યો. આમાં દલપતરામ કવિને ફાળે નાનેસને ન હતો.
૧૮૫૮ માં હેપવાચનમાળા'નું પ્રકાશન થયું, જેણે ઊછરતી ગુજરાતી પ્રજાના ઘડતરમાં દાયિત્વપૂર્ણ કાર્ય કરેલું. નીતિના ઉપદેશ અને ચારિત્ર્યના. બંધારણ પ્રત્યે આપેલું ધ્યાન આ વાચનમાળાની મહત્તા ગણાવી શકાય.
દી. બા. અંબાલાલ સાકરલાલે ગુજરાતી ભાષા દ્વારા કેળવણીને બહાળે. પ્રચાર કરવાનું ભગીરથ અભિલાષ સેવીને ૧૯૧૩ માં ગુજરાતના શિક્ષિત સમાજની