Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
બ્રિટિશ કળ
106
નવાં ગામ વસાવાય ત્યારે ત્રણ વર્ષોં સુધી મહેસૂલ માફ કરીને ખેડૂતાને જમીન આપવામાં આવતી.૪૪
૩. ન્યાય
દેશી રિસાયતાને રૂાજદારી તથા દીવાની બાબતામાં સંપૂર્ણ સત્તા હતી અને એમના ચુકાદા વિરુદ્ધ કાઈ પણ બ્રિટિશ અદાલતમાં અપીલ કરી શકાતી નહિં. નવાનગર જેવા પ્રથમ વર્ગોના રાજ્યમાં ફાજદારી બાબતા માટે હજૂર અદાલત, સર ન્યાયાધીશ અદાલત, ફર્સ્ટ કલાસ મૅજિસ્ટ્રેટની અદાલત, સેકન્ડ કલાસ મૅજિસ્ટ્રેટની અદાલત, થર્ડ કલાસ મૅજિસ્ટ્રેટની અદાલત તથા કેટલીક મહેસૂલી અદાલતા રાખવામાં આવતી,૪૫ જ્યારે લીંબડી જેવા ખીન્ન વના રાજ્યમાં હજૂર અદાલત, સર ન્યાયાધીશ અથવા જ્યુડિશિયલ કારભારીની અદાલત અને મુન્સિફ અથવા ન્યાયાધીશની અદાલત રાખવામાં આવતી.૪૬ આમાં મુન્સિફ્રની અદાલત ઉપર સર-ન્યાયાધીશની અદાલતને અને સર-ન્યાયાધીશની અદાલત ઉપર હજૂર અદાલતને અપીલ સાંભળવાની સત્તા હતી. રાજ્યની છેવટની ક્રાટ હજૂર અદાલત" ગણાતી. એમાં રાજા પાતે અથવા રાન વતી એના દીવાન કે વહીવટદાર ન્યાય તાળવાનું કાર્ય કરતા.
દીવાની કામ માટે નવાનગર જેવા પ્રથમ વર્ગના રાજ્યમાં હજૂર અદાલત, સર—ન્યાયાધીશ અદાલત, મુન્સિની અદાવત, મદદનીશ મુન્સિની અદાલત, ન્યાયાધીશની અદાલત તથા સ્મૉલ કૉઝ કાઈ રાખવામાં આવતી, જ્યારે લીંબડી જેવા ખીજા વર્ગીના રાજ્યમાં હજૂર અદાલત, જ્યુડિશિયલ કારભારી અથવા સર-ન્યાયાધીશની અદાલત, મુન્સિક્ અથવા ન્યાયાધીશની અદાલત અને સ્મોલ કાઝ કા રાખવામાં આવતી. દરેક અદાલત કેટલી રકમ સુધીના દાવા ચલાવી શકે એ નિશ્ચિત કરવામાં આવતું. દીવાની ખાખામાં પણ છેવટની અદાલત હજુર અદાલત હતી. દીવાની દાવાની રકમ પ્રમાણે કાની લેવામાં આવતી.
આ ઉપરાંત નવાનગર રાજ્યમાં ભાયાતી કાટ' અને રજવાડી ક્રાટ' નામની બે અદાલત હતી. ભાયાતી કાટ એક તરફ રાજ્ય અને ખીજી તરફ મૂળ ગરાસિયા અથવા ભાયાત વચ્ચેના ઝધડા પતાવવાનું કામ કરતી. રજવાડી ક્રેટ એક તરફ્ રાજ્ય અને બીજી તરફ ભાયાતા અને મૂળ ગરાસિયા સિવાયના માણસે વચ્ચેના દાવા ચલાવવાનું કામ કરતી.૪૭
અંગ્રેજ સરકાર અને દેશી રાજ્ય, એક દેશી રાજય અને ખીન્ન દેશી રાજ્ય તેમજ ભાયાતા વચ્ચેના સરહદી ઝઘડા ઉકેલવા માટે અંગ્રેજ સરકારે ઈ. સ.