Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૨ાજ્યતા -
૧૮૬૫ માં પ્રેસિડેન્સીના બધા જ જિલ્લાઓનું ન્યાયતંત્ર હાઈકેટને સોંપવામાં આવ્યું, જેમાં એક ચીફ જસ્ટિસ અને સાત ન્યાયાધીશ હતા.
હાઈકોર્ટનાં બધાં જ કાર્ય જ્યુડિશિયલ કમિશનર દ્વારા કરવામાં આવતાં, જેણે ૧૯૦૬ માં સદર અદાલતનું સ્થાન લીધું હતું. મુંબઈ હાઈકોર્ટ ઉપરાંત પ્રેસિડેન્સીમાં દીવાની ન્યાય માટે ચાર દરજજાની અદાલતે હતી, જેમાં જિલ્લાની અદાલત અને આસિસ્ટન્ટ ન્યાયાધીશો અને પ્રથમ અને દ્વિતીય વર્ગના ન્યાયાધીશા હતા. ૧૮૬૮-૬૯ થી સદર અમીન અને મુન્સિફનાં જૂનાં બિરુદ રદ કરીને હાથ નીચેના જજોને એમને સ્થાને નીમવામાં આવ્યા અને એ સાથે ન્યાયતંત્રના જિલ્લાઓની સંખ્યા અને હદમાં ફેરફાર કરવામાં આવ્યા. ૧૯૧૪માં તાલુકા ન્યાયખાતામાં ૧૭ જજે, ૩ જોઈન્ટ જજોની અને ૭ આસિસ્ટન્ટ જજે હતા. પ્રથમ અને દ્વિતીય વર્ગના હાથ નીચેના જજેની સંખ્યા ૧૭ અને ૮૯ અનુક્રમે હતી. હાથ નીચેના જજોમાંથી ચાર જજને આસિસ્ટન્ટ જજે જ્યારે પિતાના જિલ્લાઓમાં નિરીક્ષણ માટે હોય ત્યારે એમને મદદ કરવાની હતી. સુરત જિલ્લાના જજોને પારસી લગ્ન અદાલતનું કામ કરવાનું હતું. નાનાં દેવાઓની અને માગણીઓની ચુકવણુ માટે ઑલ કોઝ કેર્ટાને ઝડપી નિર્ણયની સત્તાઓ આપવામાં આવી હતી. આવી કર્યો અમદાવાદ નડિયાદ સુરત અને ભરૂચમાં હતી. ૧૮૭૯ ના કાયદા પ્રમાણે ગામમુન્સિ અને “સમજૂતી કરાવનારાઓની નિમણૂક કરવામાં આવી. બીજી દીવાની અદાલતમાં કેન્ટોનમેન્ટ મૅજિસ્ટ્રેટ હતા. ૧૯૦૬ માં મામલતદારોને સ્થાવર મિલક્તની માલિકીને લગતા દાવાઓ ઉપર સત્તા સાંપવામાં આવી હતી.૨૩
૧૮૬૭ માં “ડિરિટ્રકટ પિલીસ ઍકટ' અસ્તિત્વમાં આવ્યું, જે ૧૮૯૦ સુધી અમલમાં રહ્યો. પેલીસ વહીવટીતંત્રને રેવન્યુ કમિશનરના નિરીક્ષણ નીચે મૂકવામાં આવ્યું. ૧૮૮૫ માં પ્રેસિડેન્સીના ડિસ્ટ્રિટ પેલીસનું વહીવટીતંત્ર ધ ઈન્સપેકટર જનરલ ઓફ પોલીસ” જેવા એક અધિકારીને સુપરત કરવામાં આવ્યું. ૨૩
૧૮૮૫ માં પંચમહાલ જિલ્લાને સમાવેશ રેગ્યુલેશન ડિસ્ટ્રિક્ટમાં કરવામાં આવ્ય, મેવાસી ઠાકોરના ગામે ઉપર પશ્ચિમ ખાનદેશના કલેકટરને દીવાની અને જદારી અધિકારક્ષેત્ર આપવામાં આવ્યું ૨૪
૧૯૧૪માં બોમ્બે પ્રેસિડેન્સીના મહેસુલી વહીવટીતંત્રમાં ચાર રેવન્યુ કમિશનરે, ૧૧ સીનિયર અને દસ જુનિયર કલેકટરે, ૧૭ પ્રથમ અને ૧૮ દ્વિતીય મદદનીશ કલેકટરે, ૬૧ ડેપ્યુટી કલેકટરે હતા. રેવન્યુ વહીવટીતંત્ર ચાર કલેકટર, બે ડેપ્યુટી કમિશનરે, છ મદદનીશ કલેકટર અને ૨૨ ડેપ્યુટી કલેકટર દ્વારા ચાલતું હતું.પ