Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
રાત
એક દર છ મહિને સુરત અને બીજા કેંદ્રો ઉપર સેશન્સ ભારતે. આ અદાલત મૃત્યુદંડ, હદપારી કે આજન્મ કેદની સજા કરી શકતી, પરંતુ એ માટે સદર ફોજદારી અદાલતની મંજૂરી લેવી પડતી. ઈ. સ. ૧૮૩૦ માં આ અદાલત નાબૂદ કરવામાં આવી. ભરૂચ સુરત અને અમદાવાદ-ખેડા જિલ્લાઓનાં મુખ્ય મથકેએ દીવાની અને ફેજદારી કેસે માટે એક એક ન્યાયાધીશ નીમવામાં આવ્યું. એને મદદ કરવા મદદનીશ ન્યાયાધીશ કે રજિસ્ટ્રાર આપવામાં આવ્યા. દીવાની ન્યાયની બાબતમાં દરેક જિલ્લામાં અનેક મુન્સિફ હતા તેમજ દરેક મુખ્ય મથકના નગરમાં એક કે વધારે સદર અમીન હતા. ફોજદારી કેસોમાં જિલ્લાને ન્યાયાધીશ છે મહિનાની એકાંત કેદની સજા, સાત વર્ષની સખત મજૂરી સાથેની કેદની શિક્ષા, ફટકાની સજા, જાહેરમાં અપમાનિત કરવાની અને વ્યક્તિની અટકાયતની સજા કરી શકતા, પરંતુ એ માટે સર્કિટ અદાલતની પરવાનગીની જરૂર હતી. અમદાવાદ ખેડા ભરૂચ અને સુરતના ચાર જિલ્લાઓના કલેકટરને મેજિસ્ટ્રેટની સત્તાઓ આપવામાં આવી હતી ને એમને દંડ, બે મહિનાથી વધારે નહિ તેવી સાદી કેદની સજા, તથા વ્યક્તિનું નિયંત્રણ કરવાની સત્તા હતી. કલેકટરોના હાથ નીચેના દેશી જિલ્લા પોલીસ અધિકારીઓ અને ગ્રામ પોલીસ અધિકારીઓને નાના કેસોમાં અપરાધીને શિક્ષા કરવાની સત્તા હતી."
૧૮૩૦માં ન્યાયવ્યવસ્થામાં ફેરફાર થયા. બધા જ મૂળ દીવાની દાવા ચલાવવાનું કાર્ય ભારતવાસીઓને સોંપાયું અને ગુજરાત માટે ખાસ ન્યાયાધીશ કમિશનરની નિમણૂક કરવામાં આવી. કલેકટર, મદદનીશ કલેકટર અને મામલતદારોની મેજિસ્ટ્રેટ તરીકેની સત્તાઓમાં વધારે કરવામાં આવ્યું. કલેકટરને મુખ્ય મહેસૂલી જમીનને લગતા દાવાઓ અને માલિકીને લગતી બાબતોને ન્યાય આપવાનું કાર્ય સોંપવામાં આવ્યું,
ગુજરાતમાં સમુદ્રની આબકારી જકાતના વહીવટીતંત્રમાં એક કસ્ટમ માસ્ટર અને એના એક ડેપ્યુટીની નિમણુક કરવામાં આવી. લોર્ડ ડેલહાઉસીએ જૂની પિસ્ટની વ્યવસ્થા નાબૂદ કરી અને એને સ્થાને અડધા આનાના પિસ્ટ-કાર્ડની એકસરખી વ્યવસ્થા બધે દાખલ કરી.
બૅબે એજ્યુકેશન સોસાયટીએ ઈ. સ. ૧૮૫૫ સુધીમાં ગુજરાતમાં પ્રાથમિક શાળાઓ શરૂ કરી હતી. ઈ. સ. ૧૮૪૦ માં બર્ડ ઑફ એજ્યુકેશનની સ્થાપના થઈ અને એને ત્રણ વિભાગમાં વહેંચવામાં આવ્યું. દરેક વિભાગ ઉપર એક યુરોપિયન ઇન્સપેકટર અને એક ભારતીય મદદનીશ નીમવામાં આવ્યા. ૧૮પર માં મુંબઈ સરકારે શાળાઓ શરૂ કરવા માટે બોર્ડની આર્થિક મદદ વધારો આપી,