Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
પ્રકરણ ૭
રાજ્યતંત્ર
૧. બ્રિટિશ હિંદનું રાજ્યતંત્ર આ રાજ્યતંત્ર સ્પષ્ટ બે ભાગમાં વહેંચાઈ જાય છે. એને પહેલો સમય ઈસ્ટ ઈન્ડિયા કમ્પનીના રાજ્યતંત્રને ઈ. સ. ૧૮૫૭ સુધી છે ને એને બીજે સમય બ્રિટિશ તાજના રાજ્યતંત્રને ઈ. સ. ૧૮૫૮થી શરૂ થાય છે. (અ) ઈસ્ટ ઈન્ડિયા કમ્પનીનું રાજ્યતંત્ર (૧૮૧૮ થી ૧૮૫૭)
૧૯મી સદીની શરૂઆત થઈ ત્યાં સુધી મુંબઈ સરકારને પ્રાદેશિક વિસ્તાર નહિવત થયા હતા. ૧૮૦૦ માં સુરત શહેર અને એની આસપાસના વિસ્તારને જિલ્લા તરીકે સ્વીકારવામાં આવ્યું. ૧૮૦૩ માં ભરૂચ બ્રિટિશ તાબામાં આવ્યું.
૧૭૯૮ માં રેકેસ કેટેની રચના કરવામાં આવી. એના વિસ્તારમાં વસતી બધી જ બ્રિટિશ પ્રજાઓને મુંબઈ સરકારના હાથ નીચે મૂકવામાં આવી અને એ સાથે કરારથી જોડાયેલી દેશી રાજ્યની પ્રજાને પણ એને અધિકારક્ષેત્રમાં આવરી લેવામાં આવી. ૧૫ મી મે, ૧૮૦૦ માં સુરત જિલ્લાને માટે કલેકટર, જજ અને મૅજિસ્ટ્રેટ નીમવામાં આવ્યા. એ જ સમયે સુરતમાં સદર અદાલત સ્થાપવામાં આવી અને એની સત્તા નીચે ગુજરાતમાં કમ્પનીના તાબાના પ્રદેશ, મૂકવામાં આવ્યા.
૧૮૧૮ થી ૧૮૫૮ સુધીમાં મુંબઈ પ્રેસિડેન્સીના વિસ્તાર હજુ પણ વળે અને દેશી રાજ્યના પ્રદેશ એમાં ઉમેરાયા. ૧૮૩૩ માં ખેડા અને અમદાવાદ જિ૯લા અસ્તિત્વમાં આવ્યા અને ૧૮પ૩ અને ૧૮૬૧ માં સિધિયાએ પંચમહાલને પ્રદેશ કમ્પનીને સંપૂર્ણ પણે આપી દીધું. આમ ૧૮૧૮ માં પેશવા પાસેથી જે વિશાળ પ્રદેશ મળે તેનાથી વહીવટી પદ્ધતિને વધારે વિસ્તારવાની જરૂર ઊભી થઈ. નવા મેળવેલા પ્રદેશને જિલ્લાઓમાં વહેંચવામાં આવ્યા.
ન્યાયતંત્ર માટેના નિયમ ધીમે ધીમે દાખલ કરાયા. જમીન-મહેસૂલ ઉઘરાવવા માટે શરૂઆતમાં થોડાં વર્ષ મરાઠાઓની પદ્ધતિ ચાલુ રાખવામાં આવી અને એ મુજબ જિલ્લાઓમાં દેસાઈઓને અને ગામો માટે પટેલોને એ કાર્ય સોંપવાનું ચાલુ રાખવામાં આવ્યું. ઈ. સ. ૧૮૧૬ પછી ધીમે ધીમે રૈયતવારી પદ્ધતિ દાખલ કરવામાં આવી, તેથી દેસાઈ અને પટેલનું સ્થાન મુંબઈ સરકાર તરફથી