Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
સમકાલીન રિયાસતા
૧૭૫
રાજ્યમાં શાળાઓ હૉસ્પિટલે રસ્તાએ અદાલતા તેમ તાર અને ટપાલની કચેરીએ વગેરે શરૂ કરાવ્યાં. ગાંડળ ધારાજી ઉપલેટા વગેરેમાં સુંદર રસ્તા તૈયાર કરાવી નગરોનું વ્યવસ્થિત આયેાજત કર્યું.. કન્યાકેળવણી ફરજિયાત કરી, કરમુક્તિને લઈને રાજ્યની પ્રજા એકદરે સુખી બની. આ સર્વને લઈને તેઓ પ્રજાના ખૂબ પ્રેમ સંપાદન કરી સૌરાષ્ટ્રના એક અગ્રગણ્ય રાજવી બન્યા.
૫૩
૬. મારથી
ઈ. સ. ૧૭૯૦ માં રાજા જિયાજી મેારખીની ગાદીએ આવ્યા. ઈ. સ. ૧૮૧૯-૨૦ માં કચ્છના કાળીએએ રાજ્યની ઉત્તર સરહદનાં ગામામાં લૂંટફાટ કરતાં રાજકોટના પોલિટિકલ એજન્ટની મદદથી ત્યાં અંગ્રેજ લશ્કરની ટુકડી મૂકવામાં આવી અને કચ્છના રાવ પાસેથી દંડની રકમ લઈને જેમને નુકસાન થયું હતું. તેમને વહેંચી આપવામાં આવી. ઈ. સ. ૧૮૨૮૯ માં જિયાજીનુ અવસાન થતાં એમના પુત્ર પૃથીરાજજી ગાદીએ આવ્યા. એમણે કરકસરથી વહીવટ ચલાવ્યા અને રાજ્યનુ કેટલુંક દેવું ભરપાઈ કર્યું
ઈ. સ. ૧૮૪૬ માં પૃથીરાજજીનું મૃત્યુ થતાં એમના પુત્ર રવાજી મેરખીના ઠાકાર બન્યા. એમણે પહેલી જ વખત દીવાની અને ફાજદારી અદાલતાની સ્થાપના કરી અને જમીન–મહેસૂલ ખેતીવાડી તેમજ વેપારને લગતા સુધારા દાખલ કર્યા. ઈ. સ. ૧૮૭૦ માં રવાજીનુ અવસાન થતાં એમના પુત્ર વાઘજી મારખીના ઠાકેાર બન્યા. વાઘજીની સગીરાવસ્થાને લીધે સં ૧૮૭૦ થી ૧૮૭૮ દરમ્યાન રાવખહાદુર શંભુપ્રસાદ લમીલાલે વહીવટકર્તા તરીકે કામગીરી જાજાવી અને ઈ. સ. ૧૮૭૯ માં ઠાકર વાઘજીને રાજ્યની વહીવટી લગામ સેાંપવામાં આવી. ઈ. સ. ૧૮૮૩માં એમણે ઇંગ્લૅન્ડ તથા યુરેપના પ્રવાસ કર્યો અને ઈ. સ ૧૮૮૭ ના જૂનમાં ઈંગ્લૅન્ડમાં ઉજવાયેલ રાણી વિકટારિયાની સુવર્ણ જયંતીના સમાર ંભમાં એમણે ઉત્સાહપૂર્વક ભાગ લીધા, તેથી મેારખી રાજ્યને ખીજા વર્ગોંમાંથી પ્રથમ વર્ગના રાજય તરીકે બઢતી આપવામાં આવી.૫૪ એમના સમયમાં મણિમંદિર, વી. સી. હાઈસ્કૂલ, ગ્રીન ટાવર, મચ્છુના પુલ વગેરે અસ્તિત્વમાં આવ્યાં.
૨. જેઠવા વશની રિયાસત
૧. પારમંદર
ઈ. સ. ૧૮૧૨ માં રાણા સુલતાનજીના પૌત્ર પૃથીરાજજી, ખીમાછ' નામ ધારણ કરીને ગાદીએ આવ્યા હતા. એમણે કૂડી પાસે ખોમેશ્વર મહાદેવનુ મંદિર પેાતાનું નામ જોડીને સમરાવ્યું. ઈ. સ. ૧૮૩૧ માં એમના અવસાન પછી એમની