Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
સમકાલીન રિયાસતે કુંવર રણજિતસિંહજીએ વહીવટ સંભાળે. એમનાં માતા સ્વરૂપકુંવરબાએ વરધરી તાલુકામાં “સ્વરૂપ સાગર” નામે સરોવર બંધાવ્યું. સજજનકુંવરબાએ સંસ્કૃત પાઠશાળા, સજજનકુંવરબા હાઈસ્કૂલ અને સત્યનારાયણનું મંદિર બંધાવ્યાં.૮૮
૧૨, વાંસદા–સેલંકી કુલના રાજા ઉદયસિંહજી ૧૮૨૯માં અવસાન પામ્યા. એમની રાણીઓએ પિતરાઈ હમીરસિંહજીને દત્તક લીધા, જે ત્યારે દેઢ વરસના હતા. એમની સગીર અવસ્થા દરમ્યાન બ્રિટિશ સરકારે વહીવટ સંભાળ્યું ને ૧૮૫૨ માં પુખ્ત વયના થયેલા હમીરસિંહજીને સઘળે રાજ્ય કારભાર સોંપે. હમીરસિંહજી ૧૮૬૧ માં અપુરા મૃત્યુ પામ્યા ને એમના કુટુંબની શાખાના ગુલાબસિંહને ગાદીવારસે મળ્યા. એમને વહીવટ ઘણે લેકપ્રય હતા. એમના મૃત્યુ (૧૮૭૬) બાદ ૧૧ વર્ષના કુંવર પ્રતાપસિંહજી ગાદીએ બેઠા. એમની સગીર અવસ્થા દરમ્યાન અગ્રેજ સરકારે વહીવટ સંભાળે. ૧૮૮૫ માં પ્રતાપસિંહજીને સત્તાનાં સૂત્ર સુપરત થયાં. એમણે વાંસદા અને બીજાં સ્થળોએ મોટાં તળાવ ખોદાવ્યાં હતાં. વળી પ્રજાહિતનાં બીજાં અનેક કામ કર્યા હતાં, જેમાં શિક્ષણની તથા ફરતા દવાખાનાની સવલતે ખાસ બેંધપાત્ર છે. એમના પછી એમના પાટવી કુંવર મહારાવળ ઇંદ્રસિંહજી ગાદીએ આવ્યા (૧૯૧૧). પિતાના રાજ્યકાળ દરમ્યાન એમણે શિક્ષણ ખાતામાં ઘણું સુધારા કર્યા હતા.૮૯
૧૩. ધરમપુર–સિસેદિયા કુલના મહારાજા વિજયદેવજીના સમય (૧૮૦૭૧૮૫૭) દરમ્યાન રાજ્યને માથે ઘણું કરજ થઈ જતાં મુંબઈ સરકારે વચ્ચે પડી દેવું વાળવાની ગોઠવણ કરેલી. વિજયદેવજી પછી એમના કુંવર રામદેવજી ૩ જા ગાદીએ બેઠા (૧૮૫૭), પણ એ ૧૮૬૦માં મૃત્યુ પામ્યા ને કુંવર નારણદેવજી ગાદી પર બેઠા. એમણે ન્યાયની અદાલતમાં સુધારો કર્યો ને કેટલાક જુલમી કર દૂર કર્યા. વળી પરગણું ઇજારે આપવાને રિવાજ રદ કર્યો. રૈયતની આબાદી માટે તથા વિદ્યા અને સાહિત્યના વિકાસ માટે એમણે ઘણી કાળજી રાખેલી. એમના પછી એમને પાટવી કુંવર મોહનદેવજી ગાદીએ આવ્યા (૧૮૯૦). એમણે રાનીપરજ કેમમાં શિક્ષણને બહેળા પ્રસાર કરવા માટે ઠેકઠેકાણે નિશાળે સ્થાપી ને નવા વિદ્યાથીઓને કપડાં તથા ચેપડીએ મત આપવાનો પ્રબંધ કર્યો. વળી મોહનગઢમાં એક હુન્નર-શાળા સ્થાપી. ધરમપુરથી વલસાડ જવાની સડક પર આવતે વલંડીને પુલ સમરા તેમજ સ્વર્ગવાહિની નદી પર લેલી પુલ કરાવ્ય (૧૯૯૪). વળી ધાર્મિક પએ થતી પશુહિંસાની બંધી ફરમાવી. સુરતની પ્રજાએ આ શુભ કાર્ય માટે એમનું જાહેર બહુમાન કર્યું (૧૮૯૪). મોહનદેવજીએ ધરમપુરમાં દરબાર હોલ તથા મેહનવિલાસ પેલેસ તેમજ ડુંગર પર મોહનગઢ નામે પ્રમોદ-ભવન બંધાવ્યું. એમની પ્રશસ્તિરૂપે “મેહન-સુધાકર નામે ગ્રંથ રચાય હતે.•