Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
સમકાલીન રિયાસતા
ગાદીએ આવ્યા. મહીકાંઠા એજન્સીના સમયમાં રાજસિંહજી પછી દાલતસિંહજી (૧૮૫૦) અને એમના પછી ઉમેદસિંહજી ગાદીવારસ થયા. પછી ૧૮૮૨ માં હિંમતસિંહજી ગાદીએ આવ્યા. એમની સગીર અવસ્થા દરમ્યાન ૧૨ વર્ષ એજન્સીના વહીવટ રહેલ. પુખ્ત વયના હિંમતસિહજીના ગેરવડીવટના કારણે એજન્સીએ ૧૯૦૫ માં વહીવટ પેાતાને હસ્તક લીધા.૯૮
૧૫૧
ર૧. માલપુર—માલપુરના ઠાક્રાર ઈડરના જૂના રાઠાડ રાવના વંશના હતા. એ વંશના વાસિંહજીએ ૧૪૬૬ માં માલપુરમાં ગાદી સ્થાપી હતી. વાઘસિંહજી પછી ગાવિંદસિંહજી, પૂજા, ઉદેકરણજી, જગતિસંહજી, જેતસિંહજી, અનેાપસિંહજી અને ભીમસિંહજી ગાદીએ બેઠા (૧૬૦૧-૧૭૨ ૬). ભીમસિ ંહજીએ માલપુરને ફરતા કિલ્લા બધાવ્યા. ૧૭૬૩ થી અહીં. ભીમસિહજીના પુત્ર રાઉલ ઇંદ્રસિહજી રાજય કરતા હતા. એમના સમયમાં માલપુર ઉપર ગાયકવાડ સરકારના ઘાસદાણાના લાગા શરૂ થયા. ૧૭૮૧ માં રાયસિંહજી, પછી એમના ભાઈ કરણુસિ હજી, પછી ૧૭૮૭ માં કિશારસિંહજી, પછી જાલમસિંહજી, પછી તખતસિંહજી, પછી ખુમાનસિંહજી ને પછી શિવસિ ંહજી ગાદીએ આવ્યા (૧૮૬૪). ૧૮૧૬ થી ઈડરના મહારાજાને! ખીચડીવેરા લાગુ પડયો હતા. શિવસિંહજી પછી એમના પુત્ર દીસ હજી ગાદીએ બેઠા (૧૮૮૨). એમની સગીર અવસ્થામાં એજન્સીના વહીવટ રહેલા. દીપસિં’હજી ૧૯૧૪ માં મૃત્યુ પામ્યા ને જસવંતસિંહજી ગાદીએ બેઠા.ટ
રર. અહમદનગર-અહમદનગર પહેલાં ઇડર રાજ્યના ભાગ હતું. મહારાજા શિવસિંહે (૧૭૪૨–૯૧) એ પેાતાના ખીજા પુત્ર સંગ્રામસિંહને સુપરત કર્યું, સંગ્રામસિંહ પછી લિમિસંહ ગાદીએ આવ્યા. પછી ગાદીવારસે એમના દત્તક પુત્ર પ્રતાપસિ ંહને મળ્યા. પછી કરીસિંહ ગાદીએ આવ્યા. એ ૧૮૩૫ માં મૃત્યુ પાયા ને અંગ્રેજ અધિકારીએની તકેદારી છતાં એમની રાણીએ સતી થઈ. આ કુપ્રથા રદ કરવાની શરતે ૧૮૩૬ માં પૃથ્વીસિંહજીને ગાદી આપવામાં આવી, એમનું ૧૮૩૯ માં અવસાન થયું. પૃથ્વીસિ ંહુજીના નાના ભાઈ તખ્તસિંહજીની સમજાવટથી પૃથ્વીસિંહજીની વિધવા સતી ન થઈ. પૃથ્વીસિંહજીને બાલ કુંવર અકાળ મૃત્યુ પામતાં ગાદી તખ્તસિંહને મળી (૧૮૪૧). ૧૮૪૩ માં જોધપુરના રાજા અપુત્ર મૃત્યુ પામતાં તખ્તસિંહને ત્યાંની ગાદી આપવામાં આવી, આથી અહમદનગરની રિયાસત ઈડર રાજ્યમાં ભેળવી દેવામાં આવી (૧૮૪૮).૧૦૦
૨૩. માણસા-ચાવડા વંશના સામંતસિહના પુત્ર અહિવતના વંશજ સૂરિસંહે રાજગાદી અંબાસણુ(હાલ તા. મહેસાણા)માંથી માણુસા (તા. વિજાપુર) ખસેડી હતી (૧૬૦૯). આ વશના ચાવડા વનરાજ ચાવડાના વંશના છેલ્લા