Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૪
બ્રિટિશ કાર
દત્તક લેવા માગતા હતા, પરંતુ નારસિંહજી એમાં સહમત ન થતાં જગતસિંહજી એમના પર શંકાશીલ રહ્યા. જગતસિંહજીનું મૃત્યુ થતાં નારસિંહજી ગાદીએ બેઠા (૧૮૨૩). એમણે દાંતામાં નો મહેલ બંધાવ્ય ને પિતાના નામ પરથી નારગઢ નામે ગામ વસાવ્યું. ૧૮૩૬ માં ઉદેપુરના રાણા જવાનસિંહજી અંબાજીની યાત્રાએ આવ્યા ત્યારે એમણે ત્યાં નારસિંહજીને મુલાકાતે બેલાવેલા. નારસિંહજી ૧૮૪૭ માં મૃત્યુ પામતાં કુંવર જાલમસિંહજીએ એમની છત્રી બંધાવી, જાલમસિંહજી ૧૮૪૮ માં ગાદીએ બેઠા. ૧૮૫૩ માં જોધપુરના મહારાજા તખ્તસિંહજી આબુની યાત્રા કરવા આવ્યા ત્યારે એમને મુલાકાતે તેડાવેલા. ૧૮૫૭ના સ્વાતંત્ર સંગ્રામ વખતે મહારાણા જલમસિંહે બ્રિટિશ સરકારને મદદ કરેલી. તેઓ ૧૮૫૯ માં મૃત્યુ પામ્યા. એમને ગાદીવારસે એમને સગીર પુત્ર સરદારસિંહજીને મળ્યો, પરંતુ એ છ માસમાં મૃત્યુ પામતાં એના કાકા હરિસિંહજી ગાદીએ આવ્યા (૧૮૬૦). હરિસિંહજીએ જાલમસિંહની છત્રી બંધાવી. વળી પુંજપુરમાં ૧૮૬૧ માં મેટું શિવાલય બંધાવ્યું, ૧૮૬૬માં માતાજીના માર્ગ પર બે વાવ કરાવી, કેટેશ્વર મહાદેવનું મંદિર સુધરાવ્યું ને દાંતામાં ૧૮૭૬ માં મોટું મંદિર બંધાવ્યું. હરિસિંહજી ૧૮૭૭માં મૃત્યુ પામ્યા ને પાટવી કુંવર જશવંતસિંહજી ગાદીએ આવ્યા (૧૮૭૮). એમણે પિતાની છત્રી કરાવી. એમણે મહીકાંઠામાં અફીણ અંગેને બંદેબસ્ત કરવામાં બ્રિટિશ સરકારને સક્રિય મદદ કરી. ૧૮૮૪ માં સિરોહીના મહારાવ અંબાજીની યાત્રા કરવા જતાં દાંતા આવેલા. મુંબઈ સરકાર તરફથી કેટલાક વખતથી એમને માટે “રાણાજી બિરુદ લખાતું તે સુધરાવી “મહારાણાજી' કરાવ્યું (૧૮૮૬). સાદરામાં ઠેટ કોલેજ
સ્થાપવામાં મહારાણાએ અગ્રિમ ફાળે આપે. એમણે દાંતામાં નવી વાવ બંધાવી ગબર પર ચડવાનાં પગથિયાં બંધાવ્યાં.૮૧ ૧૮૯૬ માં મહારાણાને બીજા વર્ગના રાજવી તરીકેની પદવી પાછી મળી. જશવંતસિંહજી રાજ્યતંત્રની તમામ વિગત જાતે જોતા ને ભલે સાથે કડક હાથે કામ લેતા. તેઓ ૧૯૦૮ માં મૃત્યુ પામતાં એમના જયેષ્ઠ કુંવર હમીરસિંહજી ગાદીએ આવ્યા. પ્રથમ વિશ્વયુદ્ધ વખતે એમણે બ્રિટિશ સરકારને ઘણું ઉદાર ફાળો આપેલા.
૬. સૂથ (સંત, સંતરામપુર)–પરમાર કુળના રાજા કેશરીસિંહજી ૧૮૧૯માં અવસાન પામ્યા. કલ્યાણસિંહજીના રાજ્યકાલના પ્રથમ વર્ષે (૧૮૧૯) સિંધિયાના લશ્કરે સંથ પર ચડાઈ કરી. સર જોન માલકને વચ્ચે પડી એ લશ્કરને પાછું કાઢયું. ૧૮૨૫ માં રેવાકાંઠા એજન્સી સ્થપાતાં સૂથનું રાજ્ય એમાં દાખલ કરાયું. કલ્યાણસિંહજી(૧૮૧૮–૩૫)ના મૃત્યુ (૧૮૩૫) બાદ બાલવયના ભવાનીસિંહજી (૧૮૭૫–૫૪) ગાદીએ આવ્યા. ઈશાનમાં આવેલાં ગામના ભીલના ઉપદ્રવ સામે રક્ષણ કરવા સરહદ પર “ફતેગઢી' (ફતેહને કિલ્લો) નામે કિલે.