Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૩૮
બ્રિટિશ કાણ રાજ્ય શિક્ષણ આરોગ્ય ખેતીવાડી વગેરે ક્ષેત્રમાં ઘણી પ્રગતિ સાધી. ઈ. સ. . ૧૮૮૪ માં મુંબઈ રાજ્યની લેજિસ્લેટિવ કાઉન્સિલના સભ્ય તરીકે બે વર્ષ માટે એમની નિમણૂક થઈ હતી. ઈ. સ. ૧૮૮૭ માં તેઓ ઈગ્લેન્ડની રાણીની
જ્યુબિલી' માં ભાગ લેવા ઇંગ્લેન્ડ ગયા ત્યારે એમને કે. સી. આઈ. ઈ. ને ઈલ્કાબ આપવામાં આવ્યો હતે.
ઈ. સ. ૧૯૦૭માં એમનું મહાબળેશ્વર મુકામે અપુત્ર અવસાન થતાં એમની ઈચ્છા પ્રમાણે એમના એક દૂરના સગા દેલતસિંહજી ઈ. સ. ૧૯૦૮ માં લીંબડીની ગાદીએ આવ્યા. એ દરમ્યાન વચ્ચે એક વર્ષ અંગ્રેજોને વહીવટ રહ્યો હતે. દેલતસિંહજી જામનગર રાજ્યમાં અશ્વદળના ઉપરી હતા અને એમની શક્તિઓ વિશે અંગ્રેજ અધિકારીઓને ઘણો સારો અભિપ્રાય હતે. દોલતસિંહએ પ્રજાકલ્યાણનાં કાર્ય કરવાની નીતિ ચાલુ રાખો તેમાં કારભારી શ્રી ઝવેરભાઈ અમીને એમને ઘણી મદદ કરી હતી. ૩ ૩. વાંકાનેર
રાજસાહેબ ચંદ્રસિંહજીને રાજ્યમાં અવારનવાર કાઠીઓ લૂંટફાટ કરતા તેથી એમને સજા કરવા એમણે કાઠીઓના ગામ સુદામડા ઉપર હુમલે કરીને એને લૂંટયું હતું. ઈ. સ. ૧૮૩૯ માં રાજસાહેબ ચંદ્રસિંહજીનું અવસાન થતાં એમના પુત્ર વખતસિંહજી એમના ઉત્તરાધિકારી બન્યા. તેઓ ધાર્મિક પ્રકૃતિના હતા અને એમણે સોમનાથ દ્વારકા વગેરેની યાત્રા કરીને ત્યાં મેટી રકમ દાનમાં આપી હતી. એમના મોટા પુત્ર જશવંતસિંહજીનું એમની હયાતીમાં અવસાન થયું હતું, તેથી રાજસાહેબ વખતસિંહજીના મૃત્યુ (ઈ. સ. ૧૮૬૦) પછી જશવંતસિંહજીના પુત્ર બનેસિંહજી વાંકાનેરની ગાદીએ આવ્યા. ઈ. સ. ૧૮૮૧ ને જૂનમાં રાજસાહેબ બનેસિંહજીનું ૩૯ વર્ષની ઉંમરે અવસાન થતાં એમના બે વર્ષના પુત્ર અમરસિંહજી ગાદીના વારસ બન્યા. એમની સગીરાવસ્થા દરમ્યાન કાઠિયાવાડના પલિટિકલ એજન્ટની દેખરેખ નીચે શ્રી ગણપતરાવ એન. લાડે વહીવટ ચલાવ્યા હતા. ૨૪
શ્રી અમરસિંહજીએ રાજકોટની રાજકુમાર કેલેજમાં ૯ વર્ષ સુધી અભ્યાસ કરીને ઈ. સ. ૧૮૯૭માં રમતગમત માટે ગાર્ડન સિલ્વર મેડલ મેળવ્યા હતા. ૨૫ ઈ. સ. ૧૮૯૮માં ઇંગ્લેન્ડની મુલાકાત લીધા પછી ઈ. સ. ૧૮૮૯માં એમને સંપૂર્ણ વહીવટી સત્તાઓ સુપરત કરવામાં આવી. ઈ. સ. ૧૯૦૦-૧૯૦૧ ના છપ્પનિયા દુકાળમાં એમણે પ્રજાને સારી રાહત આપી, છે ખેતીવાડી શિક્ષણ ઉદ્યોગે વેપાર વગેરેને વિકાસ કર્યો, પ્રજાને રક્ષણ તથા સલામતી આપ્યાં. એમના લાંબા અમલ દરમ્યાન વાંકાનેર રાજ્ય ઘણે વિકાસ સાથે.