Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૩૪
બ્રિટિશ કાલ બન્યા. એમની સગીરાવસ્થાને લીધે દાદી નાનીબા તેમજ કેપ્ટન લેઈડની રિજન્સી કાઉન્સિલનું શાસન ૧૮૭૬ સુધી ચાલ્યું. ઈ. સ. ૧૮૭૦ માં રાજકુમાર કોલેજની સ્થાપના કરવામાં આવી. ઈ. સ. ૧૮૭૬ માં બાવાજીરાજને સ્વતંત્ર વહીવટની સત્તા સોંપવામાં આવી. એમના અમલ દરમ્યાન મહાત્મા ગાંધીના પિતા શ્રી કરમચંદ ઉત્તમચંદ ગાંધી ઈ. સ. ૧૮૮૧ સુધી રાજકેટના દીવાન હતા.૦ બાવાજીરાજે રાજકોટમાં મ્યુનિસિપાલિટી અને પુસ્તકાલયની સ્થાપના કરી. ઈ. સ. ૧૮૮૭માં રાણી વિકટોરિયાના રાજ્ય- અમલને ૫૦ વર્ષ પૂરાં થતાં અન્ય રાજ્યની માફક રાજકોટમાં પણ એની જ્યુબિલી'ની ઉજવણી કરવામાં આવી. ઈ. સ. ૧૮૮૯ માં બાવાજીરાજનું આકસ્મિક અવસાન થતાં એમનાં પુત્ર લાખાજી ઉફે લાખાજીરાજ ૬ વર્ષની વયે રાજગાદીના વારસ બન્યા. એમની સગીર ઉંમરને લીધે પોલિટિકલ. એજન્ટની સીધી દેખરેખ નીચે કારભારી શ્રી મોતીચંદ તુલસી રાજ્યને વહીવટી ચલાવતા હતા.૫૧ ૧૯૦૭ માં લાખાજીરાજને સ્વતંત્ર વહીવટી સત્તા મળ્યા પછી એમણે રાજ્યમાં ઉદ્યોગો અને શિક્ષણને વિકાસ કર્યો. તેઓ પ્રજાવત્સલ રાજવી તરીકે
ખ્યાતિ પામ્યા. ૫ ૫. ગોળ
- ઈ. સ. ૧૮૧૪ માં નાથજીનું અપુત્ર અવસાન થતાં એમના બીજા ભાઈ કાનજી ગાદીએ આવ્યા. ઈ. સ. ૧૮૨૧ માં કાજીનું અપુત્ર અવસાન થતાં એમને ત્રીજા ભાઈ ચંદ્રસિંહજી ઠાકર બન્યા. એમના અમલ દરમ્યાન જૂનાગઢના લશ્કરે ધોરાજી વિસ્તારમાં લૂંટફાટ કરતાં અંગ્રેજ લશ્કરની એક ટુકડી જુનાગઢ મોકલવામાં આવી હતી અને અને એ ટુકડીએ લૂંટફાટની રકમ પાછી મેળવી, એટલું જ નહિ, પણ આ લૂંટફાટ બદલ જૂનાગઢના નવાબને ૬,૮૫,૦૦૦ જામશાહી કરીને દંડ કર્યો હતા. ઈ. સ૧૮૪૧ માં ચંદ્રસિંહજીનું પણ અપુત્ર અવસાન થતાં એમના ચોથા ભાઈ ભાણાભાઈ ગંડળના ઠાકર બન્યા. ઠાકર દેવજીના ચારેય પુત્ર ગંડળની રાજગાદી ભેગવવા ભાગ્યશાળી બન્યા હતા. ઈ. સ. ૧૮૫૧ માં ચંદ્રસિંહજીનું મૃત્યુ થતાં એમના પુત્ર સગરામજી ગેંડળની ગાદીએ આવ્યા. ઈ. સ. ૧૮૭૦માં સગરામજી મૃત્યુ પામતાં એમના પુત્ર ભગવતસિંહજી ગોંડળની ગાદીએ આવ્યા. એમની સગીરાવસ્થાને લીધે ઈ. સ. ૧૮૮૩ સુધી ગોંડળને વહીવટ વિવિધ વહીવટકર્તાઓની દેખરેખ નીચે ચાલે. ભગવતસિંહજીએ ઈ. સ. ૧૮૮૩ તેમજ ૧૮૮૬ માં ઇંગ્લેન્ડ અને યુરેપને પ્રવાસ કર્યો હતો. તેઓ મુંબઈ યુનિવર્સિટીના કેલે હતા અને ડેક્કન એજ્યુકેશન સોસાયટી(પુણે)ના ઉપપ્રમુખ પણ બન્યા હતા. ઈ. સ. ૧૮૮૭ માં એડિનબર્ગ યુનિવર્સિટીએ એમને એલ. એલ. ડી.ની ઉપાધિ આપી હતી. એમણે