Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
સમકાલીન રિયાસત
૧૨૦ રાજ્ય પાસેથી લેવામાં આવતા હતા. ૧૮૫૫ માં વેરીસાલજીના અંધેર કારભારને લીધે મુંબઈ સરકારે રાજ્યવહીવટ પિતે સંભાળ્યું હતું. ૧૮૬૦માં વેરીસાલે એના પુત્રને ગાદી સોંપી હતી, પણ હસ્તક્ષેપ ચાલુ રહેતાં પિતા-પુત્રના મતભેદને કારણે ૧૮૬૭ માં વેરીસાલને કારભારમાંથી મુક્ત કર્યા હતા. વેરીસાલ ૧૮૬૮ માં ગુજરી ગયા. વેરીસાલના પુત્ર ગંભીરસિંહને કારભાર અસંતોષકારક હેવાથી ૧૮૮૪-૮૭ દરમ્યાન બ્રિટિશ અમલદાર નીમીને રાજ્યને કારભાર એને સોંપ્યો હતે.
ગંભીરસ હ ૧૮૯૭માં મૃત્યુ પામ્યા તેથી છ કુંવરે પૈકી સૌથી મોટા છત્રસિંહજીને ૨૦-૫-૧૮૯૭ ના રોજ ગાદીનશીન કરવામાં આવ્યા. ૧૮૯૯માં ૫૯.૫ કિ.મી. અંકલેશ્વર–રાજપીપળા (નાંદેદ) રેલવે લાઈન રૂ.૧૪ લાખને ખર્ચે નાંખવામાં આવી. આ રાજાના વખતમાં વસૂલાતો ન્યાય કેળવણું વગેરે ખાતાં પદ્ધતિસર કામ કરતાં હતાં. ૧૮ વરસ રાજ્ય કરીને છત્રસિંહ ૫૪ વર્ષની વયે ૨૬-૯-૧૯૧૫ માં મરણ પામ્યા. એમને કારોબાર લેકચાહના મેળવી શક્યો હતે.૩૩ પાલણપુર
આ રાજ્યને વિસ્તાર ૪૫૭૩-૭૧ ચે. કિ. મી., વસ્તી ૨, ૨૨, ૨૭ અને આવક રૂ. ૭,૮૬,૭૯૭ હતી.
૧૮૧૮ માં ફતેહખાન નવાબ હતા. ૧૮૧૭ માં પાલણપુર જીતીને અંગ્રેજોએ નવાબના કાકા અને સસરા શમશેરખાનને નીમચ નાસી જવા ફરજ પાડી હતી. વડોદરાના નેટિવ એજન્ટને રેવન્યૂ ખાતા બાબત મદદ કરવા મોકલવામાં આવ્યું હતો. આ જગ્યા ૧૮૪૮ માં રદ કરવામાં આવી હતી. અંગ્રેજ અમલદારે રાજ્યનું કરેજ ઘટાડ્યું હતું. ૧૮૧૯ માં શમશેરખાનને પાલણપુર પાછા આવતાં રૂ. ૨૫, ૦૦૦ ની આવકવાળા નવ ગામની જાગીર આપવામાં આવી હતી. ૧૮૩૪ માં એનું મૃત્યુ થયું.
૧૮૨૨ માં પાલણપુર રાજો ચોરીછૂપીથી આવતા અફીણને અટકાવ્યું હતું. ફતેહખાન ૧૮૫૪માં મરણ પામતાં એમના ચાર પુત્રો પૈકી સૌથી મોટા પુત્ર જોરાવરખાન ગાદીએ બેઠા. ૧૮૫૨ ના અફઘાન-વિગ્રહ દરમ્યાન તથા ૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામ દરમ્યાન આ નવાબે અંગ્રેજોને સારી મદદ કરી હતી. ૨૮ ઑગસ્ટ, ૧૮૭૭ માં એ મરણ પામતાં શેર મહમદખાન ગાદીએ આવ્યા. એમણે અફીણની આવક જતી કરી, સને ૧૮૯૨ માં વિઠની પ્રથા દૂર કરી અને ૧૮૯૬માં જનું સિક્કઈ ચલણ નાબૂદ કરી બ્રિટિશ ચલણ દાખલ કર્યું. ૧૯૦૪ માં એમણે ચરસ અને ગાંજાના વાવેતર ઉપર પ્રતિબંધ મૂક. વિઘેટી પ્રથા દાખલ કરી અને ઓછા દરે ધિરાણ કરીને એમણે ખેતીને ઉત્તેજન આપ્યું. એમણે ૬૮ નવાં ગામ વસાવ્યાં. એમણે