Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧ર૮
બ્રિટિશ કાહ પ્રાથમિક શિક્ષણ મફત કર્યું અને પાલણપુરમાં હાઈસ્કૂલ શરૂ કરી. અદ્યતન હોસ્પિટલ ન્યાયાલય વગેરેની શરૂઆત કરી નવા યુગને પ્રારંભ કર્યો. એમનું મૃત્યુ ૧૯૧૮ માં થયું. ૩૪ રાધનપુર
આ રાજ્ય ૧૭૫૭ માં જવાંમર્દ ખાને સ્થાપ્યું હતું. એને વિસ્તાર ૨૮૭૮.૫ સે. કિ.મી. અને વસ્તી ૧૯૨૧ માં ૬૭, ૭૮૯ અને આવક રૂ. ૮,૨૬,૬૩૩ હતી. શેરખાનના સમયમાં સિંધના ખોસા લેકેના હુમલાથી કંટાળીને એમણે અંગ્રેજોની મદદ માગી. ૧૮૧૯ માં કર્નલ બલેએ એમને મારી હઠાવ્યા. મેજર માઇસે રાધનપુર રાજ્ય સાથે પરસ્પર સહકારના અને દુશ્મન કે લુટારાઓને આશ્રય ન આપવા કરાર કર્યા. તા. ૧૮-૨-૧૮૨૨ માં રૂ. ૧૭,૦૦૦ વાર્ષિક ખંડણ આપવા રાજ્ય કબૂલ કર્યું, પણ નવાબની એ ભરવાની અશક્તિને કારણે પાછળથી એ રદ કરવામાં આવી. શેરખાન ૧૮૨૫ માં મૃત્યુ પામતાં એમને ત્રણ વર્ષને પુત્ર જોરાવરખાન ગાદીએ આવ્યા. ૧૮૩૭ સુધી નવાબની સગીરાવસ્થા દરમ્યાન બ્રિટિશ અધિકારીનું શાસન રહ્યું. નવાબે ૫૦ વર્ષ સુધી શાસન કર્યું. ઑફટેબર ૧૮૭૪ માં એ મરણ પામતાં બિસ્મિલ્લાખાન ગાદીએ આવ્યા. મહેસૂલ અને ન્યાય ખાતામાં એમણે સુધારા દાખલ કર્યા અને ૧૮૫૭ માં અંગ્રેજી શાળા અને પુસ્તકાલય ખોલ્યાં. ૧૮૯૧માં બનાસમાંથી ૧૪૫ કિ.મી. લાંબી કેટ કેનાલ ખોદી ખેતીવાડીને પ્રોત્સાહન આપ્યું. છપ્પનિયા દુકાળમાં ઘણાં મનુષ્ય અને પ્રાણીઓની હાનિ થઈ. ૧૮૯૫ માં એમણે ખેડૂતોનું મહેસૂલ માફ કર્યું હતું. રણના કાંઠે પરદેશી બાવળનું વાવેતર કરી ખારી જમીન નવસાધ્ય કરવાને એમણે પ્રથમ અખતરો કર્યો હતો. ૧૮૯૫ માં એ મરણ પામતાં હાજી મહમદ શેરખાન ગાદીએ આવ્યા. સગીરાવસ્થાને કારણે ૧૯૦૭ સુધી બ્રિટિશ અધિકારી પાસે શાસન રહ્યું હતું. નવાબ ૧૯૧૦માં મરણ પામ્યા અને એમના પછી એમના નાના ભાઈ જલાઉદ્દીનખાનજી ગાદીએ આવ્યા. એમણે વઢિયાર બૅન્ક સ્થાપી સસ્તા દરે ખેડૂતોને ધિરાણની સગવડ પૂરી પાડી.૩૫ ઈડર
૧૮૧૮ માં શિવલિંગને પૌત્ર અને ભાવસિંગને પુત્ર ગંભીરસિંહ ઈડરમાં રાજ્ય કરતે હતે. એણે ગાદી પચાવી પાડવાના એના કાકાઓના કાવતરાને પટાવતની મદદથી સામને કર્યો હતે. ૧૮૨૩માં અમરસિંગ અપુત્ર મરી જતાં ગંભીરસિંહ મેડીસા અને બાયડ ઉપર એને હક્ક કર્યો હતો પણ કર્નલ બેલેન્ટાઈને સમજૂતી કરાવતાં ઈડરે બાયડ ઉપરને હક્ક ઉઠાવી લીધો અને કુંતલાબારાને પ્રદેશ ઈડરને પાછો મળે. ૧૮૩૩ માં ઈડરની આખી જાગીર અમરસિંગની વિધવાએ