Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
સમકાલીન રિયાસ
૧૧ આવ્યાં હતાં. પંચમહાલને કલેકટર રેવાકાંઠાના પિલિટિકલ એજન્ટ તરીકે ગેધરાથી આ વહીવટ સંભાળતા હતા. શરૂઆતમાં વડોદરાને આસિસ્ટન્ટ રેસિડેન્ટ જે. પી. વિલેબી આ એજન્સીને પોલિટિકલ એજન્ટ ૧૮૨૫ માં બન્યો હતે.
પાલણપુર એજન્સી આગળ જતાં બનાસકાંઠા એજન્સી' તરીકે ઓળખાઈ. ૧૯૩૩ માં મહીકાંઠા અને બનાસકાંઠા એજન્સીઓને ભેગી કરી “સાબરકાંઠા એજન્સી રચાઈ. એમાં ૪૪ બિનસલામી રિયાસત અને આઠ થાણાં હતાં. ૧૯૪૪માં પોલિટિકલ એજન્ટ બિન-સલામી રિયાસત સાથે સંબંધ ધરાવતા બંધ થતાં સાબરકાંઠા એજન્સી રદ કરવામાં આવી. ૧૯૨૪ થી કાઠિયાવાડ કચ્છ અને પાલણપુર એજન્સીઓ “વેસ્ટર્ન ઈન્ડિયા સ્ટેટ્સ એજન્સી રૂપે ભારત સરકાર સાથે સીધા સંબંધમાં મુકાઈ. બીજાં રાજ્ય ૧૯૩૩ માં બરોડા એન્ડ ગુજરાત સ્ટેટ એજન્સીરૂપે ભારત સરકારના વહીવટ નીચે મુકાયાં. એ બધાંને વહીવટ વડોદરાના રેસિડેન્ટને સોંપાયો. ૧૯૪૪માં આ બંને એજન્સીઓને ભેગી કરી “વડોદરાના અને વેસ્ટર્ન ઈન્ડિયા તથા ગુજરાતનાં રાજ્ય માટેના રેસિડેન્ટની નીચે મૂકવામાં આવી. | ગુજરાતને સમગ્ર પ્રદેશ ઉત્તર વિભાગના કમિશનર નીચે મુકાયો હતે. એનું મથક અમદાવાદ હતું અને એ બધા પોલિટિકલ એજન્ટાના વહીવટ ઉપર દેખરેખ રાખતે હતે.૧૮
૪. તળ-ગુજરાતની મુખ્ય રિયાસતે ૧૮૦૨ ના ડિસેમ્બરની ૩૧ મી તારીખે અંગ્રેજોએ પેશવા સાથે વસઈની સંધિ કરી અને પેશવા અને ગાયકવાડ વચ્ચેના પ્રશ્નો અંગે એમની લવાદી સ્વીકારવા ફરજ પાડી.૧૯ એ પ્રમાણે ૧૮૦૫ ની ગાયકવાડ સરકાર સાથેની અંગ્રેજોની સંધિથી “સહાયકારી યોજનાને કબૂલ રાખી કેઈ પણ પરદેશીને નોકરીમાં ન રાખવાનું ગાયકવાડે વચન આપ્યું તથા પરદેશો સાથેના સંબંધોની બાબત અને પેશવા સાથેના તકરારી પ્રશ્નોની પતાવટ અંગ્રેજોને ગાયકવાડે સોંપી.૨૦ ૧૮૦૭ માં વકર સેટલમેન્ટ' મુજબ કાઠિયાવાડની ખંડણી ઉઘરાવવાનું કાર્ય ગાયકવાડે કમ્પનીને સંપ્યું, તે જ પ્રમાણે પેશવાએ પણ એમના વતી ખંડણી ઉઘરાવવાનું કામ વિના વેતને કમ્પનીને સોંપ્યું. ૨૧
મહીકાંઠાની ખંડણું ઉઘરાવવાનું કામ ૧૮૧૧-૧૨ માં ઈસ્ટ ઈન્ડિયા કમ્પનીને ગાયકવાડે સેંથું ૨૨ જૂનાગઢ રાજ્ય વતી ૧૮૧૩ માં જોરતલબી ઉઘરાવવાનું કામ કમ્પનીએ સ્વીકાર્યું. આમ પેશવા અને ગાયકવાડને પગદંડો કાઢીને કમ્પની સરકાર સમગ્ર ગુજરાતમાં સાર્વભૌમ સત્તા બની, આથી આગળ વધીને દેશી