Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
સમકાલીન રિયાસતે
વગેરેના બહારવટાના પ્રસંગે પાલિટિકલ એજન્ટે સક્રિય દરમ્યાનગીરી કરી હતી. વાઘેરોનાં બંડના પ્રસંગે દેશી રાજ્યોના લશ્કરની મદદથી એમને દબાવી દેવામાં આવ્યા હતા. સગીર અવસ્થા દરમ્યાન કે ગેરવ્યવસ્થાને કારણે પોરબંદર લીંબડી ભાવનગર જેવાં રાજ્યોમાં રિજન્સી કાઉન્સિલ નીમીને સાર્વભૌમ સત્તાએ દરમ્યાનગીરી કરી હતી.
૧૯૦૨ માં બ્રિટિશ સરકારના સૌથી વધારે શ્રેયાન અધિકારીને પોલિટિકલ એજન્ટને બદલે “એજન્ટ ટુ ગવર્નરનું બિરુદ મળ્યું હતું, જ્યારે એમને મદદનીશ આસિસ્ટન્ટ પોલિટિકલ એજન્ટ બન્યા હતા. શરૂઆતમાં રાજકોટ વિભાગ નીચે કરછ હિલવાડ હાલાર ઝાલાવાડ સેરઠ તથા અમરેલી પ્રાંતને સમાવેશ કરાયો હતા. ત્યાર બાદ કર૭ જૂનાગઢ જામનગર ભાવનગર પિરબંદર ધ્રાંગધ્રા મોરબી ગેંડળ જાફરાબાદ વાંકાનેર પાલીતાણું ળ લીંબડી રાજકોટ અને વઢવાણનાં દેશી રાજ્યો “વેસ્ટ ઇન્ડિયા સ્ટેટ એજન્સી” નીચે મુકાયાં હતાં. લખતર સાયલા મૂળી ચૂડા વળ દાઠા બજાણા પાટડી વગેરે નાનાં રાજ્ય “ઈસ્ટર્ન કાઠિયાવાડ એજન્સી” નીચે મુકાયાં હતાં. જસદણ માણવદર થાણાદેવળી વડિયા વિરપુર માળિયા કોટડા-સાંગાણી જેતપુર પિઠડિયા જેતપુર બીલખા ખિરસરા વગેરે નાનાં રાજ્યને “વેસ્ટર્ન કાઠિયાવાડ એજન્સીમાં સમાવેશ કરાયું હતું.
શરૂઆતમાં વડોદરા વિભાગમાં ખંભાત રાજ્ય, મહીકાંઠા એજન્સી, પાલણપુર એજન્સી, રેવાકાંઠા એજન્સી, સુરત એજન્સી, ડાંગ અને અમરેલી પ્રાંત સિવાયના ગુજરાતમાં આવેલ વડેદરાના કડી(મહેસાણા) નવસારી અને વડોદરા પ્રાંતને સમાવેશ કરાયો હતો.
તળગુજરાતનાં દેશી રાજ્ય પાલણપુર એજન્સી, મહીકાંઠા એજન્સી તથા રેવાકાંઠા એજન્સી નીચે મુકાયાં હતાં. સુરત જિલ્લાનાં સચીન વાંસદા અને ધરમપુરનાં દેશી રાજ્ય “સુરત એજન્સી” તરીકે ઓળખાતાં હતાં ને એને પોલિટિકલ એજન્ટ સુરતને કલેકટર હતે. ખંભાતનું નાનું દેશી રાજ્ય ખેડા જિલ્લાના કલેકટરની હકૂમત નીચે હતું.
પાલણપુર એજન્સી ૧૮૧૯ માં અસ્તિત્વમાં આવી હતા. એની ઉત્તરે મારવાડ અને શિરોહી, પૂર્વમાં શિરોહી દાંતા અને મહેસાણા જિલ્લાને પાટણ તાલુકે અને કાઠિયાવાડ એજન્સીનું ઝીંઝુવાડા તથા પશ્ચિમે કચછનું રણ છે. એની વધારેમાં વધારે લંબાઈ ૧૬૦ કિ. મી. તથા પહોળાઈ પણ એટલી છે. એને વિસ્તાર ૧૬,૫૩૩ ચો. કિ. મી. હતું. અને કુલ ગામોની સંખ્યા ૧૨પર હતી. એ ૨૩.૩૦ થી ૨૪.૪૩ ઉત્તર અક્ષાંશ અને ૭૧.૨૦ પૂ અને ૭ર.૪પ પૂર્વ