Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
પ્રકરણ ૫ ગુજરાતમાંના બ્રિટિશ મુલકને રાજકીય ઇતિહાસ
(૧૮૫૯-૧૯૧૪) બ્રિટિશ હિંદને પશ્ચિમી પ્રાંત-મુંબઈ ઈલાકે ચાર મહેસૂલી વિભાગે અને પચીસ જિલ્લાઓમાં વહેંચાયેલું હતું. મુંબઈ પ્રાંતનું માળખું ૧૮૦૩ થી ૧૮૨૭ વચ્ચેના સમયમાં ઘડાયું હતું, જે છેવટ સુધી ચાલુ રહ્યું હતું. એમાં જે પહેલે મહેસૂલી વિભાગ રાંગઠન પામે તે ગુજરાતને હતા. ગુજરાતને કેટલાક પ્રદેશ ૧૮૦૫ માં મુંબઈની અંગ્રેજ કંપની સરકારે લીધે અને ૧૮૧૮ માં એને પ્રદેશ વિસ્તાર વધારવામાં આવ્યું. આ સમયે વડોદરાનું ગાયકવાડનું રાજ્ય બ્રિટિશ રક્ષણ નીચે હતું. ગુજરાતમાં પુણેના પેશવાના જે કંઈ પ્રદેશ હતા તે અંશતઃ કરારથી અને અંશતઃ લડાઈઓ કરીને કમ્પની સરકારે પ્રાપ્ત કરી લીધા. ગુજરાતના જિલ્લાઓની રચના બંગાળ પ્રાંતના જિલ્લાઓના ધોરણે કરવામાં આવી. કાઠિયાવાડ(સૌરાષ્ટ્ર)માં અંગ્રેજ સત્તાને પ્રભાવ સ્થાપવા અને વધારવાને ૧૮૦૭ માં આરંભ થયે. કાઠિયાવાડમાં ગાયકવાડની લહેણી ખંડણીઓ બાબતની સમસ્યાઓનું નિરાકરણ લાવવાના હેતુથી અને અરાજક્તા દૂર કરવાના હેતુથી ૧૮૦૭-૧૮૦૮માં “વકર સેટલમેન્ટર કરીને અને મહીકાંઠા વિભાગમાં પ્રશ્નોનું નિરાકરણ લાવવા ૧૮૨૦ માં પગલાં લેવામાં આવ્યાં. આ સંગઠનકાર્યમાં મુંબઈના ગવર્નર માઉન્ટ ટુઅર્ટ એલ્ફિન્સ્ટન(૧૮૧૯-૨૭) ને ફાળે ઘણે મેરે હતા.
૧૮૨૭ થી ૧૮૫ર સુધીમાં મુંબઈ પ્રાંતને વિસ્તાર વધારવામાં આવ્યું.. કેટલાંક દેશી રાજ્યો તથા એડન (૧૮૩૯), સિંધ (૧૮૪૭) અને સિંધિયા પાસેને પંચમહાલ પ્રદેશ વહીવટ કરવા માટે ૧૮૫૩ માં દસ વર્ષ માટે લેવાયો. ૧૮૫૭ પહેલાંના સમયમાં પ્રાંતમાં શિક્ષણ, સિંચાઈ, જાહેર આરોગ્ય, રેલવે વગેરે માટે ચેડાં પગલાં લેવામાં આવ્યાં. જમીનની મોજણી અને માપણી કરવામાં આવી. જમીન-મહેસૂલ નક્કી કરાયું અને જમીન-મહેસૂલ પદ્ધતિને ૧૮૪૭ માં આખરી સ્વરૂપે આપવામાં આવ્યું. ખેતી-ક્ષેત્રની બાબતમાં ભાડા–મુક્તિના કિસ્સા જણાઈ આવતાં તપાસ માટે ઈનામ કમિશન નીમવામાં આવ્યું (૧૮૫૨). એની કામગીરીથી ખેતી-ઉદ્યોગમાં ઉગ્ર પ્રત્યાઘાત પડ્યા, હિત ધરાવતા વર્ગોમાં ભારે અસંતોષ ફેલાયે અને એનું ઉગ્ર સ્વરૂપ ૧૮૫૭ માં દેશમાં થયેલા ઉદ્રકમાં જોવામાં આવ્યું.