Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
સમકાલીન રિયાસતા
૧૦૭ (તા. વડોદરા) જીતી લઈ ત્યાં રાજધાની રાખી. ૧૮મી સદીમાં આ વંશનું પાટનગર મહીકાંઠા પરના ભાદરવા( હાલ તા. વડોદરા)માં રખાયું હતું.
ઉમેટા(હાલ તા. બેરસદ)માં પઢિયાર( પ્રતિહાર)ની ઠકરાત હતી, કટોસણ (તા. મહેસાણા) તથા ખડાલ(તા. કપડવંજ)માં મકવાણાઓનાં સંસ્થાન હતાં.
પાટડી(તા. દસાડા)માં કણબી દેસાઈ વેણીદાસના વંશજોની અને વિઠ્ઠલગઢ (તા. લખતર)માં મહારાષ્ટ્રિય સરદાર વિઠ્ઠલરાવના વંશજોની રિયાસત હતો.
" દાઠા(તા. તળાજા-દાંતા)ની રિયાસત ચૂડાસમા કુલની શાખારૂપ ગણાતા સરવૈયા રાજપૂતની હતી. સાબરકાંઠા તથા વાત્રકકાંઠામાં કેળીઓની રિયાસત હતી. એમાંના કેટલાક હિંદુ હતા ને કેટલાક મુસલમાન. પાલણપુર એજન્સીના કેટલાક તાલુકાઓ પર પાલવી ઠાકરડા સત્તા ધરાવતા.
બજાણા(ઝાલાવાડ)માં તથા વારાહી (તા. સાંતલપુર)માં ઈસ્લામધમી જતા લેકેની રિસાય હતી.
ગુજરાતમાં, ખાસ કરીને સૌરાષ્ટ્રમાં, બીજી પણ અનેકાનેક નાની રિયાસત આવેલી હતી. કમ્પની સરકારે આ મોટીનાની રિયાસતને ચડતા–ઊતરતા દરજજાના સાત વર્ગોમાં વગીકૃત કરી એના વહીવટ પર દેખરેખ રાખવા માટે જુદા જુદા પ્રકારની જોગવાઈ કરી.
૨. રિયાસતેનું વગીકરણ અને સત્તાનું નિયતીકરણ
બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કમ્પનીએ વડોદરાના ગાયકવાડ રાજ્ય વતી ખંડણી ઉધરાવી આપવાની જવાબદારી લઈને ધીમે ધીમે શાંતિ અને સલામતીને નામે ગુજરાતની મોટીનાની બધી રિયાસત પર પિતાનું વર્ચસ જમાવ્યું ત્યારે કાઠિયાવાડ અને તળ-ગુજરાતમાં મેટીનાની સંખ્યાબંધ રિયાસત હતી. વિસ્તાર વસ્તી અને વાર્ષિક આવકની બાબતમાં રિયાસતો વચ્ચે ઘણે મે તફાવત રહેતા હતા. એક બાજુ આમાંની કેટલીક રિયાસતો ઘણી વિશાળ સમૃદ્ધ અને જોરાવર હતી, તે બીજી બાજુ કેટલીક રિયાસત નાના નાના તાલુકાઓની કે એકાદ ગામની બનેલી જાગીરે જેવી હતી. કઈ કઈ એકલદોકલ ગામ વળી અનેક ભાગીદારની માલિકી નીચે હતાં, આથી કમ્પનીએ આ મોટીનાની રિયાસત સાથેના રાજકીય સંબંધ અંગે એ રિયાસતોનું વર્ગીકરણ કરવાનું જરૂરી માન્યું. એમાં એણે ગણનાપાત્ર રિયાસતેના સાત વર્ગ પાડ્યા ને નગણ્ય જાગીર માટે અલગ વ્યવસ્થા કરી. એકથી સાત વર્ગ નીચે આવતી રિયાસતના વત્તાઓછા માનમરતબો તેમજ દીવાની તથા ફોજદારી ન્યાય તળવાની વસ્તી ઓછી સત્તા નિયત કરવામાં આવી. ઉપલક