Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
બ્રિટિશ ક
રાજ્યના રાજાઓને હું તેનું માન આપવામાં આવતું. એવી રીતે તે તે રાજા સાથે રાજસત્તાના વારસા-હક્કના પ્રકાર (જેમકે જેષ્ઠતા, ભાઈ-ભાગ વગેરે) નક્કી કરવામાં આવ્યા હતા તેમજ જેઓને દત્તક પુત્ર લેવાને હકક આપવામાં આવેલ તેઓને એ અંગેની સનદ આપવામાં આવતી હતી. જે રિયાસતોએ કપની સરકારને, ગાયકવાડ સરકારને, કે કોઈ અન્ય રાજ્યોને વાર્ષિક ખંડણ આપવાની ઠરાવેલી હોય, તે એની રકમ પણ મુકરર કરવામાં આવી હતી. એજન્સીના અમલદારો તરફથી જુદા જુદા વર્ગની મોટી નાની રિયાસતના રાજ્યકર્તાઓ, જે “મહારાજા” “મહારાવ” “રાવ” “રાજા” “નવાબ” “મહારાણું' “રણ” “મહારાવળ રાવળ” “હાકાર' વગેરે તરીકે ઓળખાતા, તેઓને પત્રવ્યવહારમાં કેવી રીતે સંબોધવા એના શબ્દપ્રયોગ પણ મુકરર કરવામાં આવતા. એજન્સીમાં દરબાર ભરાય ત્યારે તે તે રિયાસતના રાજા કે તાલુકદારને કયા ક્રમે ખુરશી આપવામાં આવે એનું પણ વર્ગવારી પત્રક કરવામાં આવતું. એજન્સી–અદાલતે, મૅનેજમેન્ટ થાણદારો, સિક રેલવે ટપાલ તાર ઇત્યાદિ બાબતોને લગતા નિયમ પણ ઘડવામાં આવેલા.
૩. રેસિડેન્સી અને પિલિટિકલ એજન્સીઓ ૧૮૦૨ માં વેલેલીની સહાયકારી યોજના સ્વીકારીને તથા વોકર સેટલમેન્ટ તરીકે ઓળખાતે કરાર ઈસ્ટ ઈન્ડિયા કંપની સાથે ૧૮૦૭માં કરીને વડોદરાના ગાયકવાડે સમગ્ર ગુજરાત ઉપરનું સાર્વભૌમત્વ ગુમાવ્યું અને સમગ્ર ગુજરાતમાંથી દેશી રાજ્ય પાસેથી ખંડણી ઉઘરાવવાને હક એમના વતી કમ્પની સરકારને મળે. ૧૮૦૫, ૧૮૧૭ અને ૧૮૧૮ની જુદી જુદી સંધિથી આ પ્રક્રિયા સંપૂર્ણ બની. ખડકીની લડાઈ બાદ પેશવાની સત્તાને ગુજરાતમાંથી અંત આવતાં અંગ્રેજ કમ્પની ગુજરાતની સાર્વભૌમ સત્તા બની. આ સાર્વભૌમ સત્તાના નામે ગવર્નરજનરલ, ગવર્નર, રેસિડેન્ટ, પલિટિકલ એજન્ટ, પેલિટિકલ ખાતું અને એના અધિકારીઓ દેશી રાજ્ય ઉપર અબાધિત સત્તા ભોગવતાં હતાં. ઈસ્ટ ઈન્ડિયા કમ્પની સાથે કેલકરાર કર્યો હોય અને એમાં કેટલીક શરતે હોવા છતાં સાર્વ ભૌમત્વના સ્વીકારને કારણે કંઈ પણ પરિસ્થિતિમાં બધી બાબતમાં ઈસ્ટ ઈન્ડિયા કમ્પની અને એની અનુગામી બ્રિટિશ સત્તાને હાથ ઉપર રહેતા હતા અને એના. નિર્ણય અફર અને છેલ્લા ગણાતા હતા. બ્રિટિશ હિતને સર્વોપરિ સ્થાન આપવાનું હોવાથી કેઈ અપીલને અવકાશ ન હતું. કોઈ રાજ્ય સાથે મતભેદ ઊભો થત ત્યારે દેશી રાજ્યને નમતું જોખવાની ફરજ પડતી હતી. પરદેશ-નીતિ, સંરક્ષણ. અને આંતરરાજ્ય સંબંધે સિવાય બધી બાબતમાં દેશી રાજ્ય સંપૂર્ણ રીતે આંતરિક સ્વાતંત્રય ભોગવતાં હતાં છતાં સાર્વભૌમત્વને આગળ ધરીને દેશી રાજ્યની.