Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
સમકાલીન રિયાસતા
૧૧૫
મુકદ્દમામાં બે વરસ સુધીની સખ્ત કેદની સજા તથા રૂ. ૫,૦૦૦ સુધીના દંડ કરવાના અને દીવાની મુકદ્મામાં રૂ. ૫,૦૦૦ સુધીના દાવા સાંભળવાને અધિકાર હતા.૧૫
રેવાકાંઠા એજન્સીમાં પણ પહેલા વર્ગની રિયાસતના રાજ્યકર્તાને બ્રિટિશ રૈયત સિવાય કાઈ પણ ગુનેગારને દેહાંતદંડની સજા કરવાના અધિકાર હતા, એ માટે પેલિટિકલ એજન્ટની મંજૂરી જરૂરી નહેાતી. ખીન્ન વર્ગની રિયાસતના રાજ્યકર્તાઓને પોતાની રૈયતના હત્યા સુધીના ગુના તપાસવાના હક્ક હતા ને દીવાની કામમાં પૂરી સત્તા હતી. ચેાથા વની રિયાસતા પૈકી કડાણાના ઠાકારને રૂ. ૧૦,૦૦૦ સુધીના દીવાની દાવા સાંભળવાના અને ફાજદારી મુકામાં ૩ વરસ સુધીની કેદની સખ્ત તથા રૂ. ૫,૦૦૦ સુધીને દંડ કરવાના અધિકાર હતા; સંજેલીના કારને રૂ ૨,૦૦૦ સુધીના દાવાની દાવા સાંભળવાનો અને ફાદારી બાબતમાં પહેલા વર્ગોના મૅજિસ્ટ્રેટની સત્તા હતી; ભાદરવાના ઠાકારને તમામ દીવાની દાવા સાંભળવાના તથા ફોજદારી દાવામાં પહેલા વર્ગના મૅજિસ્ટ્રેટના હક્ક હતા; ઉમેટાના ઠાકારને પણ દીવાની દાવા સાંભળવાને અધિકાર હતા, પરંતુ ફેાજદારી બાબતમાં બીજા વર્ગના મૅજિસ્ટ્રેટની સત્તા હતી. નારુકોટના ઢાકારને આવી કાઈ સત્તા નહેાતી. સંખેડામેવાસની અમુક રિયાસતાના તાલુકદારાને રૂ. ૫૦૦ કે ૨૫૦ કે ૨૦૦ સુધીના દાવા સાંભળવાને તેમજ ફાજદારી બાબતમાં ખીન્ન ને ત્રીજા વર્ગના મૅજિસ્ટ્રેટને અધિકાર હતા; પાંડુમેવાસની રિયાસતાના તાલુકદારાને રૂ. ૧૦૦ સુધીના દીવાની દાવા સાંભળવાના હક્ક હતા; એ પૈકી એકના તાલુકદારને ફેાજદારી દાવામાં ત્રીજા વના મૅજિસ્ટ્રેટની સત્તા પણ હતી.૧૬
ખંભાતના નવાબને પાતાની રૈયત પર દીવાની તથા ફાજદારી બાબતમાં પૂરા અખત્યાર હતેા.૧૭
સુરત એજન્સીનાં વાંસદા ધરમપુર અને સચીન રાજ્યાના રાજાઓને પશુ પેાતાની રૈયત પર એવા પૂરા અખત્યાર હતા.
કમ્પની સરકારે અખત્યાર ધરાવતી દરેક મેાટી નાની રિયાસતના રાજ્યકર્તા સાથે લિખિત કરાર કર્યા હતા, વળી જે રિયાસતના રાજ્યકર્તાને લશ્કરી માન આપવાનું ઠર્યું હતું તેઓને કેટકેટલા સિપાઈઓની ટુકડીથી એ માન આપવાનું એની સંખ્યા તેમજ મેટાં રાજ્યાના રાજ્યકર્તાએ કમ્પની સરકારના મથકમાં આવે ત્યારે એ દરેકને કેટકેટલી તાપાનું માન આપવું એની સંખ્યા પણુ મુકરર કરવામાં આવી હતી. દા.ત. વડેદરાના મહારાજાને ૨૧, કચ્છના મહારાજાને ૧૭ અને ઈડરના મહારાજને ૧૫ તાપાનું માન અપાતું. સામાન્ય રીતે ગુજરાતમાં પ્રથમ વર્ષોંનાં અન્ય રાજયના રાજાઓને ૧૧ તાપનું અને દ્વિીય વનાં