Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
ગુજરાતમાંના બ્રિટિશ મુલકોને રાજકીય ઈતિહાસ
આવી રીતે ૧૮૭૫ માં અમદાવાદમાં મુશળધાર વરસાદ પડતાં (સપ્ટેમ્બર ૨૩) શહેર જળબંબાકાર બની ગયું. શહેરને મોટે ભાગ પાણીમાં ડૂબે. ૩,૮૦૦ જેટલાં મકાન ધરાશાયી બન્યાં, જેની કિંમત ૫ લાખ ૮૨ હજાર રૂપિયા અંદાજવામાં આવી હતી. અન્ય મિલકતને પણ ભારે નુકસાન થયું હતું, જેની કિંમત ૧ લાખ ૬૪ હજાર રૂપિયા મૂકવામાં આવી હતી. બાર જેટલા માણસેએ જાન ગુમાવ્યા હતા. અમદાવાદ શહેરની દીવાલ બહાર આસપાસનાં લગભગ સે જેટલાં ગામડાંઓને ઓછુંવત્તે નુકસાન થયું હતું. સાબરમતી નદી પરને રેલવે પુલ, જે રેલવે કંપની તરફથી ૩ લાખ રૂપિયા કરતાં વધુ ખર્ચે બાંધવામાં આવ્યા હતા. તે, તથા સાબરમતી નદી પરને એલિસ પુલ, જે સરકાર તરફથી ૧૮૭૦ માં રૂપિયા પાંચ લાખના ખર્ચે બાંધવામાં આવ્યું હતું ને જેને ઉત્તરી વિભાગના કમિશનર સર બેંરે એલિસનું નામ આપવામાં આવ્યું હતું તે બંને પાણીના પૂરમાં ઘસડાઈ ગયા હતા. ૧૮૬૮ અને ૧૮૭પ ની પાણીપૂરની હોનારતના પ્રસંગોએ મુંબઈ સુરત અને અમદાવાદની તથા અન્ય સ્થળોની સેવાભાવી પ્રજાએ ઉદાર હાથે પૂરપીડિતોને મદદ કરી હતી. સરકારે પણ એની રીતે મદદ કરી હતી. દિલહી દરબાર, ૧૮૭૭
બ્રિટનની રાણી વિક્ટોરિયાએ બ્રિટનની સંસદે પસાર કરેલા “ધ રોયલ ટાઈટલ્સ ઍકટ, ૧૮૭૬” અન્વયે “હિંદની મહારાણી' (કૈસરે હિંદ)ની પદવી ધારણ કરી (જાન્યુઆરી ૧, ૧૮૭૭) અને એની ઉજવણી કરવા દિલ્હીમાં ગવર્નર જનરલ લેડ લિટને ભવ્ય દરબાર યોજી હિંદની પ્રજાને બ્રિટિશ શાહીવાદનું દર્શન કરાવ્યું અને રાણી તરફ ભક્તિભાવ રાખવા પક્ષપણે અનુરોધ કર્યો. દુકાળ, ૧૯૭૭
૧૮૭૭ માં ચોત્રીસા (સંવત ૧૯૩૪) નામે ઓળખાયેલે દુકાળ પડ્યો. એ દુકાળની અસર કાઠિયાવાડમાં ઘણું જણાઈ હતી. ગુજરાતના અન્ય ભાગોમાં ખાસ દેખાઈ ન હતી. સુરતમાં લાયસન્સ ટેકસ-વિરોધી આંદેલન, ૧૮૭૮
સુરત શહેરની પ્રજાને ૧૮૪૪, ૧૮૪૮ અને ૧૮૬૦માં અંગ્રેજ સરકારનું દમન સહન કરવું પડ્યું હોવા છતાં એ પ્રજા ફરી એક વાર બ્રિટિશ સરકારને વિરોધ કરવા મેદાને પડી. સરકારે ૧૮૭૮ માં લાયસન્સ ટેકસ નામને નવો કર નાખે. એમ કહેવામાં આવ્યું કે દેશના મોટા ભાગમાં દુકાળને લીધે તારાજી સર્જાઈ હતી અને એમાં સરકારને થયેલા ખર્ચને પહોંચી વળવા સરકારે આ વેરો