Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
બ્રિટિશ કાળ
૨૦
જાહેરમાં ભારે ચર્ચા થતી હતી. પરિણામે હિંદુ-મુસ્લિમ પ્રજાના મંબ ધેામાં કડવાશ ફેલાવા પામી હતી. મુ`બઈ અને અન્ય સ્થળાએ આ બે પ્રજા વચ્ચે હુલ્લડા ફાટી નીકળ્યાં હતાં. ૧૬ ગુજરાતમાં ધોળકામાં આવેા બનાવ બની ગયેા.
ધાળકાના હિંદુ વેપારીએએ બકરી ઈદના દિવસે પાતાની દુકાને બધ રાખી હતી. આને બદલે લેવા માટે ત્યાંના · મુસલમાનેએ એ દિવસે (ઑગસ્ટ ૩૦, ૧૮૮૭) એક ગાયને સાથે રાખી સરઘસ કાઢયું. હિંદુ મંદિર આગળ અજારની મધ્યમાં સાથે રાખેલી ગાયની કતલ કરી, ગાયના મડદાને એ જ સ્થળે સાફ કરી, એનાં વિવિધ અગા સાથે પાછુ સરધસ કાઢી મુસલમાને ફર્યા. આખા નગરમાં હિંદુઓની લાગણી તીવ્રપણે ઘવાઈ હતી. સ્થાનિક અને ઉચ્ચ અધિકારીએની સમજાવટથી તંગ બનેલી પરિસ્થિતિ મહામુશ્કેલીએ કાબૂમાં રાખવામાં આવી હતી. પાછળથી તપાસ કરવામાં આવતાં આ તાકાનમાં સડાવાયેલાઓને શોધી કાઢી એમના પર કામ ચલાવવામાં આવ્યું અને જુદા જુદા પ્રકારની કેદની શિક્ષાએ કરવામાં આવી. કેટલાક પાસે સારી વર્તણુક માટે એક વર્ષના જામીન પણ લેવામાં આવ્યા. ૧૭
બીજા કેટલાક બનાવ
૧૮૭૩ માં સુરતમાં પ્રાર્થના સમાજ શરૂ થયા. ૧૮૮૨ માં વડાદરામાં કોયઃસાધક અધિકારીવર્ગ સ્થપાયે
૧૮૮૭ માં રાણી વિકટોરિયાને ગાદી પર બેઠાને ૫૦ વર્ષ પૂરાં થતાં એની ‘જ્યુખિલી” ગુજરાતભરમાં પણ ઊજવવામાં આવી. બે દિવસે (ફેબ્રુઆરી ૧૬–૧૭) જાહેર તહેવારના પાળવામાં આવ્યા. બ્રિટિશ શાહીવાદ અને રાજભક્તિ માટેનુ દર્શન અહીંના બ્રિટિશ શાસક્રેાએ આ રીતે કરાવ્યું. રાણીને માનપત્ર આપવા ઘણા રાજા–મહારાજાએ ઈંગ્લૅન્ડ ગયા હતા.
૧૮૮૮–૮૯ ના વર્ષીમાં જોઈએ તેટલા વરસાદ ન પડવાથી અનાજના ભાવ ઘણા ચડી ગયા હતા, ઘાસની પણ ત`ગી ઊભી થઈ હતી. ગુજરાતના બધા ભાગાને આ અનાવૃષ્ટિની અસર થઈ હતી. આ વર્ષીમાં ટ્રિગાનેમેટ્રિકલ સર્વે આક્ ઇન્ડિયાની ટુકડીઓએ ગુજરાતમાં માપણીનું કામ શરૂ કર્યું. હતું. ૧૮૮૯ ના એપ્રિલમાં સુરત શહેરમાં એક મેટી આગ લાગી હતી, તેથી સુરત શહેરના ઘણા ભાગ બળીને ખાખ થઈ ગયા હતા.
અમદાવાદમાં લોકાને ચોખ્ખું પીવાનું પાણી મળે એ માટે એક પાણીપુરવઠા યોજના તૈયાર કરવામાં આવી હતી. એ યેાજના પાછળ રાવ બહાદુર