Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
(3s
ણિટિસ કાહ નાખ્યું હતું. આ વેરાને વિરોધ કરવાની પહેલ મુંબઈની પ્રજાએ કરી. સુરતમાં આ લાયસન્સ ટેક્સ-વિરોધી આંદેલનને આરંભ ૨૭ મી માર્ચથી થયે. સુરતના વેપારીઓએ ભેગા થઈ પાંચ દિવસ(એપ્રિલ ૧ થી ૫) સુધી શાંત હડતાલ પાડી. હડતાલને વધુ જોરદાર બનાવવા લેકે રેલવે સ્ટેશન પર ગયા અને ત્યાંના કર્મચારીઓ સમક્ષ માગણી કરી કે જેવી રીતે અમે દુકાને બંધ કરી છે તેવી રીતે તમારે પણ ગાડીઓ ચલાવવાનું બંધ કરી હડતાલમાં ભાગ લેવો જોઈએ. ૫ મી એપ્રિલે વાતાવરણ તંગ બન્યું. સરકારે સખતાઈ બતાવી. હડતાલમાં ભાગ લેનારા તથા અન્ય લેક પર દમનનીતિ આચરવામાં આવી. ગોળીબાર કરવામાં આવતાં ત્રણ જણું માર્યા ગયા અને બે જણ ઘાયલ થયા. આખરે આંદેલનને સખતાઈથી દાબી દેવાયું. ભાગ લેનારાઓને પકડી, એમને પર કામ ચલાવી જુદા જુદા પ્રકારની શિક્ષા કરવામાં આવી.૧૩ શિક્ષાત્મક પગલાં તરીકે સુરત શહેરના લેકેના ખર્ચે પાંચ વર્ષ સુધી ત્યાં વધારાને પોલીસ બંદેબસ્ત રાખવામાં આવે.૧૪ લાયસન્સ ટેકસને પાછળથી (૧૮૮૬માં) આવકવેરામાં ફેરવવામાં આવ્યું. ગંડળ-ભાવનગર રેલવે, ૧૮૮૦
કાઠિયાવાડમાં રેલવે-વ્યવહાર શરૂ થયો. ૧૮૮૦માં ગેંડળથી ભાવનગર સુધીની રેલવે-લાઇન બાંધવામાં આવી અને રેલવે શરૂ થઈ. સુરતમાં પૂર, ૧૮૮૩
સુરતમાં ૧૮૮૩ માં પાણીનાં ભારે પૂર આવતાં (જુલાઈ ૩) જાનમાલને નુકસાન થયું. સ્થાનિક સ્વરાજ્ય, ૧૮૮૪
બ્રિટિશ વહીવટ નીચે ૧૮૩૪ માં અમદાવાદમાં અને એને પગલે પગલે સુરત ભરૂચ ખેડા નડિયાદ અને અન્ય મહત્ત્વનાં નગરોમાં સુધરાઈઓ–સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ શરૂ કરવામાં આવી હતી, જાહેર આરોગ્ય અને અન્ય સુવિધાઓ પૂરાં પાડવાની જોગવાઈઓ કરવામાં આવી હતી, જાહેર બાંધકામ કરવાનાં તથા અન્ય કામોની મરામત કરાવવા જેવાં કાર્યો હાથ લેવામાં આવ્યાં હતાં, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ તથા જિલ્લા લોકલ બેડની રચના, જિલ્લામાં રસ્તાઓ, પાણી-પુરવઠ, આરામગૃહે અને અન્ય કામ માટે કરવામાં આવી હતી. આ બંને પ્રકારની સંસ્થાઓમાં લેકેને મતાધિકાર આપવામાં આવ્ય(૧૮૮૪ના બબ્બે ઍફટ ૧ અને ૨ અનુસાર). મતાધિકારને અમલ થશે ત્યારે ગવર્નર-જનરલ તરીકે લોર્ડ રિપન હતે. લેકેને સ્થાનિક સ્વરાજ્ય ચલાવવાને અનુભવ મેળવવાની તથા એને કેળવવાની તાલીમને આરંભ અહીંથી થયું હતું.