Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
ગુજરાતમાંના બ્રિટિશ અને રાજકીય ઈતિહાસ પણ શરૂ કરાયાં, મુંબઈ તથા અન્ય સ્થળો સાથે ગોધરા-દાહોદના રેલવે-માર્ગો બંધાતાં, વ્યવહાર સ્થપાયે. એ પછી રતલામ અને અન્ય સ્થળે સાથે પણ રેલવેવ્યવહાર સ્થપાયે હતે.
૧૮૫૭ પછીના સમયમાં મુંબઈ પ્રાંતમાં શિક્ષણ, રેલવે અને રૂના ઉદ્યોગમાં ભારે પ્રગતિ થઈ હતી. એમાં પણ રૂને ઉદ્યોગ મહત્વપૂર્ણ ઉદ્યોગ બની રહ્યો. ૧૮૬૦ માં શ્રી. રણછોડલાલ છોટાલાલે અમદાવાદમાં પહેલી કાપડ–સૂતરની મિલ બાંધી. મુંબઈના ગવર્નર સર બાર્ટલ ફેરે(૧૮૬૨-૬૭) ના સમયમાં ખેતી-ક્ષેત્રમાં વિકાસ ચરમ સીમાએ પહોંચ્યો હતે. અમેરિકાના આંતરવિગ્રહની અસર
૧૮૬૧ માં અમેરિકામાં ઉત્તર અને દક્ષિણનાં રાજ્ય વચ્ચે આંતરવિગ્રહ શરૂ થયે. હિંદમાં વેપારઉદ્યોગ પર એની ભારે અસર થઈ. દક્ષિણ અમેરિકાનાં રાજ્યમાંથી રૂના પુરવઠાની જે નિકાસ યુરોપના દેશમાં થતી હતી તે બંધ થઈ જતાં, હિંદના રૂની માંગ યુરોપમાં વધી પડી. વળી મૂડી. વધવાને કારણે રૂનું વાયદા બજાર પણ ભરોમાં ફાલ્યું. વધુમાં, ૧૮૬૦ અને ૧૮૬૪ દરમ્યાન બી. બી. ઍન્ડ સી. આઈ. એ બહોદા એન્ડ સેન્ટ્રલ ઇન્ડિયા) રેલવે શરૂ થતાં માલની અવરજવરમાં વધુ સુગમતા પ્રાપ્ત થઈ. રેલવે–માગે રૂને પુરવઠે મુંબઈ પહોંચતે અને ત્યાંથી દરિયાઈ માર્ગે એની નિકાસ યુરોપમાં થતી. રૂ ઉગાડતા જિલ્લાઓને આના કારણે ઘણે ફાયદો થેયે. ૧૮૬૪-૬૫ દરમ્યાન શેરબજાર ખૂબ ગરમ બન્યું, રૂનું ઉત્પાદન વધ્યું અને દેશમાં સમૃદ્ધિ પણ વધી. સટ્ટા-બજારો અને અન્ય ધંધા પણ પૂરબહારમાં ખીલી ઊઠયા, પરંતુ આ કૃત્રિમ સમૃદ્ધિ અ૯પજીવી નીવડી. આંતરવિગ્રહ બંધ પડતાં શેરના બજારમાં ભારે કડાકે બેલાયો, ઘણું ગુજરાતી ઉચ્ચ વેપારી કુટુંબ એમાં તારાજ થઈ ગયાં! વેપારમાં દરિયાઈ નિકાસ પર પણ અસર પડી. આ સમય દરમ્યાન આગ અને પાણીનાં પૂર જેવી કુદરતી આફત આવી છતાં મુંબઈ પ્રાંતના જિલ્લાઓમાં વિકાસક્રમ અને સમૃદ્ધિ ધીમી ગતિએ ચાલુ રહ્યાં. ગુજરાત પર આ આંતરવિગ્રહની સારીનરસી અસર થઈ હતી. કાઠિયાવાડના સાત વર્ગ
૧૮૬૩ માં કર્નલ કિટિંજે કાઠિયાવાડનાં દેશી રજવાડાઓના સાત વર્ગો કરી એઓને પિતાના દરજજા પ્રમાણે દીવાની અને ફેજિદારી ન્યાય કરવાના. અધિકાર આપ્યા.