Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
બ્રિટિશ કાળ
અને એ પેશવાની પ્રણાલિકાને બિલકુલ મળતી હતી. તે પ્રતિવર્ષ બ્રાહ્મણુ કન્યાને કન્યાદાન આપતા અને એ સમયે સાનાની મહેાર વહેંચતા. એમની ગુફામાંની મુખ્ય બેઠક પેશવાના પુનાના નિવારવાડાના મહેલની બેઠકને ખરેખર મળતી હતી. દયાનંદ પાસે અવારનવાર જનાર વૃદ્ધ વ્યક્તિઓને આયુર્વેદ તથા પેશવા કુટુંબની ગુણગાથા ગાતાં પુસ્તક ગણેશશતક' અને અન્ય સાધને દયાનંદ પાસેથી મળ્યાં હતાં. પેશવા નાના સાહેબ આયુર્વેદના ખૂબ શોખીન હતા એ જાણીતી હકીકત છે. ૭૩ યાન(નાના સાહેબ)નું સંવત ૧૯૫૯ શ્રાવણ સુદ ૧૧ ના રેાજ (ઈ.સ. ૧૯૦૩ માં) શિહેરમાં અવસાન થયું હે।વાનું કહેવાય છે, એમની ઇચ્છા મુજબ એમને ગુફા પાસેના બ્રહ્મકુંડ નજીક દાટવામાં આવેલ છે, જ્યાં આજે પણ એમની સમાધિ છે, પરંતુ ધ્યાનદ નાના સાહેબ હૈાવા વિશેની ઉપર્યુક્ત હકીકતને વધારે નક્કર પુરાવાની જરૂર રહે છે.
તાત્યા ટાપેના નવસારીમાં વસવાટ
૯૪
૧૮ મી એપ્રિલ, ૧૮૫૯ ના રાજ સિપ્રી મુકામે જે વ્યક્તિને ફ્રાંસી અપાઈ તે તાત્યા ટાપે ન હતા, પરંતુ એને મળતો બીજી વ્યક્તિ હતી એવું કેટલાંક સાધનાનું કથન છે. સિપ્રીથી નાસી ગ્યા બાદ તાત્યા ટાપે દક્ષિણ ગુજરાતમાં નવસારીમાંના દૂધિયા તળાવની વચ્ચે નૃસિંહ ટેકરી પરના મદિરનાં વસ્યા હતા. ત:ત્યા માનસિ ંહને વિશ્વાસ કરે તે શકય ન હતું. વળો મીડેને પણ પકડાયેલ માણસ તાત્યા હૈાવ. વિશેની શંકા જતાં એની પર લશ્કરી અદાલતમાં તાત્કાલિક કામ ચલાવી એને ફ્રાંસી ખાપી. માનસિંહને દગા બદ્લ જે નગીર આપવાની હતી તે સરકારે એને આપી નહિ. ૧૮૫૯ પછી સરકારે તાત્યા ટાપેની શેાધ ચાલુ રાખી હતી અને એક પકડાયેલ વ્યક્તિને તાત્યા ટાપે માનીને ફાંસી આપી હતી.૭૪ ૧૮૬૨ માં તાત્યાના ભાઈને વડાદરાના બ્રિટિશ રેસિડેન્ટ તાત્યાના હાલના વસવાટ વિશે પ્રશ્નો પૂછ્યા હતા, બ્રહ્માવર્તમાં વસતા તાત્યાના સગાં એવું જણાવે છે કે ૧૮૬૦ બાદ તાત્યાએ અવારનવાર છૂપા વેશે એનાં માબાપની મુલાકાત લીધેલી અને તેને આર્થિક સહાય કરેલી.૭૫
એવું કહેવાય છે કે તાત્યા 2પે ૧૮૬૨ની આસપાસ ઉપર્યુક્ત સ્થળે ટહેલદાસ નામ ધારણ કરીને રહ્યો. એ ટહેલદાસ તાત્યા હૈાવા વિશેની કેટલીક ક્લીલે રજૂ કરવામાં આવી છે. ટહેલદાસ પોતાને મહારાષ્ટ્રના વતની દેશસ્થ બ્રાહ્મણ તરીકે ઓળખાવતા. તાત્યા પણ મહારાષ્ટ્રને દેશસ્થ બ્રાહ્મણ હતા,ઉં તારીખે નવસારી’માં ટહેલદાસ કારખા(મહારાષ્ટ્રનું એક ગામડુ)ના વતની હેાવાનું લખ્યું છે, જે તાત્યાને લાગુ પડે છે. ટહેલદાસ ભીલવાસના જંગલ પાસેના ગામ ગ ગરોલની