Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
" ,
૮
બ્રિટિશ કાહ
છેવટે પરાજિત થયા અને તેઓ નાસીને ગીરનાં તથા બરડાનાં જંગલમાં વેરવિખેર થઈ ગયા. ડોનેવાનના આદેશથી દ્વારકામાં પણ બ્રિટિશ દળાએ મંદિરે તેડી પાડ્યાં તથા ત્યાંનું ઝવેરાત લૂંટી લીધું છે
ડોનેવાનનાં આવાં ક સામે ઓખામંડળ કછ તથા કાઠિયાવાડનાં રાજાએ મહાજને અને લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યા. કચ્છના રાવ, જામનગરના જામ તથા પોરબંદરના રાણાએ કાઠિયાવાડના પેલિટિકલ એજન્ટ એ. કે. ફેન્સ પર ડોનેવાનનાં કૃત્યો સામે સખત વિરોધ વ્યક્ત કરતા પત્રો લખ્યા. કરછ કાઠિયાવાડ વગેરે પ્રદેશોનાં ઘણાં મહાજનોએ પણ આવા પ્રકારના વિરોધી પત્ર સરકારને લખ્યા.૨૮ ફેબસે પણ પોતાની વિરોધ નોંધ સાથે પત્રો વડોદરાના કમિશનર મેજર વેલેસને મોકલ્યા. એણે ડોનેવાનના આ કૃત્ય પ્રત્યે સખત નાપસંદગી વ્યક્ત કરતો તથા રાજાઓ અને મહાજનેની માગણી અનુસાર મંદિરે ફરી બંધાવી આપવા બાબતને લાંબે પત્ર હિંદ સરકારના મંત્રીને તથા મુંબઈ સરકારના મંત્રીને લખે. એના જવાબમાં મુંબઈ સરકારના સચિવ એન્ડર્સને ૨૨મી સપ્ટેમ્બર, ૧૯૫૯ ના રોજ કરછના ઉપ-પેલિટિકલ એજન્ટ પરના એક પત્રમાં સરકાર વતા રાજાઓ મહાજને અને લેકે સમક્ષ દિલગીરી વ્યક્ત કરવાનું જણાવ્યું તથા તાત્કાલિક મંદિરો ફરી બંધાવવા તેમજ મિલકત તથા ઝવેરાત પરત કરવા આદેશ આપ્યું.૭૦
જોધા માણેકના નેતૃત્વ તળે વાઘેરોએ ગીરના જંગલમાંથી બ્રિટિશ સરકાર સામેની લડત ચાલુ રાખી. થોડા સમય બાદ જોધા માણેકનું મૃત્યુ થતાં એના ભત્રીજાઓ મૂળુ માણેક અને દેવા માણેકની નેતાગીરી નીચે વાઘેરોએ છેક ૧૮૬૭ સુધી બ્રિટિશ સરકાર અને ગાયકવાડ સામે વિગ્રહ ચાલુ રાખ્યો. છેવટે સરકારે વાઘેરેના મોટા ભાગને એમની જમીને ઓખામંડળમાં પાછી આપી મનાવી લીધા.૭૧ અમુક વિપ્લવકાર નેતાઓના ગુજરાતમાં અંતિમ દિવસ
૧૮૫૭ના વિપ્લવના અમુક મુખ્ય નેતાઓએ-ખાસ કરીને નાના સાહેબ શિવા, તાત્યા ટોપે અને લિયાકતઅલી અલાહાબાદીએ પોતાનાં અંતિમ વર્ષ ગુજરાતમાં પસાર કર્યા હોવાનું મનાય છે. અલબત્ત, નાના સાહેબ પેશવા અને તાત્યા ટોપેના ગુજરાતના વસવાટ બાબત માત્ર સાંગિક પુરાવા છે, દસ્તાવેજી પુરાવા નથી,
જ્યારે લિયાકતઅલી સચીન(તા. ચોર્યાસી, જિ. સુરત)ના નવાબના આશ્રયે રહ્યો હતે એના દસ્તાવેજી પુરાવા પણ મળે છે. નેતા નાના સાહેબ પેશવાના એક મંત્રી રંગે બાપુજી પણ નર્મદા કિનારે વસ્યા હોવાની કવાયકા છે.