Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
ગુજરાતમાં ૧૮૫૭ને સંગ્રામ
નફરત હતી, આથી તેઓએ ગુજરાતમાં ૧૮૫૭ના વિપ્લવના ફેલાવામાં અગ્રભાગ ભજવ્યું.૮
ગુજરાતમાંથી થેલામાં મીઠું કચ્છના રણ મારફત રાજપૂતાનામાં મેકલાતું હતું. આ થેલામાં અગાઉ સિંદૂર ભરેલ હોવાથી મીઠું લાલ બની ગયું હતું. મહીકાંઠામાંથી પસાર થતા આ થેલા લેકેએ જોયા ત્યારે તેમને લાગ્યું કે લોકોને ઇરાદાપૂર્વક ધર્મભ્રષ્ટ કરવા માટે મીઠા પર ગાયનું લોહી છાંટવામાં આવ્યું હતું. આ અફવા ગુજરાતના અન્ય ભાગોમાં ફેલાતાં વિપ્લવને ઉત્તેજન મળ્યું ઃ - ૧૮૫૭ માં ગુજરાતના લશ્કરમાં ગ્વાલિયરના કેટલાક સૈનિક હતા. આ સમયે વાલિયરમાં દોલતરાવ સિંદની વિધવા રાણી બૈઝાબાઈ પોતાના સગીર પુત્ર વતી રાજયને વહીવટ કરતી. એને બ્રિટિશ શાસન પ્રત્યે ભારે નફરત હતી તેથી એણે ગુજરાતમાં જાસૂસે મોકલીને પોતાના સૈનિકોને તથા ગુજરાતના અન્ય ઠાકરને બ્રિટિશ સરકાર સામે વિપ્લવ પકારવા ઉશ્કેર્યા.૧૦
ગુજરાતમાં સાધુએ ફકીર તથા મૌલવીઓએ બ્રિટિશ સરકાર સામે ખુલ્લી જેહાદ જગાવી હતી. સરાજુદ્દીન મૌલવી અમદાવાદની જુમ્મા મસિજદ તથા અમદાવાદની લશ્કરી ટુકડીઓમાં બ્રિટિશ સરકાર વિરુદ્ધ ખુલ્લાં ભાષણ કરતે, આથી એની ધરપકડ કરીને એને સજા કરવામાં આવેલી. જેમાં ભારતના અન્ય પ્રદેશમાં ચપાટી મારફત વિપ્લવને સંદેશો ફેલાવાતે હેવાનું મનાતું તેમ ગુજરાતમાં વૃક્ષની ડાંખળીઓ મારફત આવો સંદેશ ફેલાવાત.૧૨ ગુજરાતમાં તેમજ અન્ય પ્રદેશોમાં કૂતરા ભારત પણ વિપ્લવને સંદેશ ફેલાવાત.૧૩
ભારતીય ભાષાઓમાં પ્રસિદ્ધ થતાં વર્તમાનપત્રએ પણ વિપ્લવને ઉત્તેજિત કરવામાં મહત્વનો ભાગ ભજવ્યો. મુંબઈના ગર્વનર માઉન્ટ ટુઅર્ટ એલ્ફિન્સ્ટને મુંબઈ ઈલાકામાં ન્યાયની પ્રથા બદલી નાખી. એણે સ્થાનિક અદાલતેને બદલે સરકારી અદાલતા સ્થાપી, જે ઘણું ખર્ચાળ તથા લાંચ લેનારી હતી. વળી એમાં ન્યાયની ઢીલ પણ ખૂબ થતી. વળી બ્રિટિશ સરકારે ગુજરાત તથા અન્ય ભાગોમાં કરેલા કેટલાક સુધારા અને કાયદા ભારતીય રિવાજો અને પ્રણાલિકાઓના વિરોધી હતા, આથી બ્રિટિશ શાસન પ્રત્યેના લેકેના અણગમામાં વધારો થયે. ગુજરાતની આસપાસના પ્રદેશમાં બનેલા વિપ્લવના બનાવોએ પણ ગુજરાતમાં વિપ્લવને ઉત્તેજિત કરવામાં ગણનાપાત્ર ફાળો આપે. રાજપૂતાના મધ્યપ્રદેશ તથા મહારાષ્ટ્રના અમુક ભાગનાં બંડેએ ગુજરાતના સંનિકે લેકે તથા ઠાકોરોમાં વિપ્લવ જગાવવાની વૃત્તિને સતેજ ક.૧૮ બહાદુરશાહ પહેલાના સીધા વંશજ શાહજાદા ફીરોજશાહે રાજપૂતાનાના અમુક ભાગોમાં વિપ્લવ ફેલાવવામાં અગ્રભાગ ભજ.