Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
બ્રિટિશ કાલ. રહ્યો, જેથી એણે ફરી ૧૭ ઑકટોબરે અને ૨૬ ઓક્ટોબરે હાઈટલેક અને લીટને પત્રો લખીને પિતાની શરતે શરણાગતિ સ્વીકારવાની તૈયારી બતાવી, જેને ફરી સાફ ઈન્કાર કરવામાં આવ્યો.
આ પછી રકૃસે સૂરજમલને શરણે લાવવા જુદા પ્રકારનાં પગલાં અમલમાં મૂક્યાં. એણે સૂરજમલને સાથ આપતા ઠાકરેને મોટાં મોટાં વચન આપીને સરકાર તથા રાજાના પક્ષમાં લઈ લીધા. આમ ગોતાનો ઠાકર તથા સૂરજમલને ભત્રીજે ચૌહાણ હમીરસીંગ ઇડરના રાજાને શરણે ગયે તથા ચુડાલાને ઠાકોર રાઠોડ દુર્જનસીંગ સરકારને તાબે થે, જ્યારે મેવાડા માલસા ખાનપુર વગેરેના ઠાકોરોએ જે સૂરજમલ ઈડરના રાજા અને સરકાર સાથે સમાધાન કરે નહિ, તે એને સાથે છેડો દેવાની ધમકી આપી છે આથી સૂરજમલ નિઃસહાય સ્થિતિમાં મુકાયે, વળી સરકારે તથા ઈડરના રાજાએ શરણે આવેલા ઠાકરે પ્રત્યે ઉદાર વર્તન રાખતાં સૂરજમલ પણ શરણે આવવા લલચાયે.
આ સ્થિતિમાં સૂરજમલે ઈડર જઈને ત્યાંના રાજા સાથે પોતાની શરણુગતિની શરતે નકકી કરી તથા પછીથી રેફસને મળીને એને આખરી સ્વરૂપ આપ્યું. આમ આશરે દસ માસ બાદ મંડટીને ઉપદ્રવ શાંત પડ્યો. પંચમહાલ અને ખેડા જિલ્લાનાં બ3ઃ દાહોદ
ઈડર અને મહાવના બળવાની અસરરૂપે એની નજીક આવેલા પંચમહાલ જિલ્લાના દાહોદ શહેરમાં ૧લી જુલાઈ, ૧૮૫૭ના રોજ વિપ્લવની શરૂઆત થઈ.
સ્થાનિક જમીનદાર તીલદારખાનની આગેવાની નીચે બંડખોરોએ દાહોદને કબજે લઈને ત્યાંના થાણદાર તથા સિપાઈઓને કિલ્લામાં આશ્રય લેવાની ફરજ પાડી. દાહોદ શહેર ૬ ઠ્ઠ થી ૧૧ મી જુલાઈ સુધી બળવારેને કબજે રહ્યું. એ દરમ્યાન કિલ્લામાંના સિપાઈઓએ સૂબેદાર હસનખાનની આગેવાની નીચે કિલ્લાને બહાદુરીપૂર્વક બચાવ કર્યો. દરમ્યાન બળ પંચમહાલનાં અન્ય શહેર–ગોધરા દેવગઢબારિયા વગેરેમાં પણ ફેલાયે. રેવાકાંઠાના પોલિટિકલ એજન્ટ બકલે લશ્કરી ટુકડી સાથે વડોદરાથી ૮ મી જુલાઈ ૧૮૫૭ ના રોજ દાહોદ જવા રવાના થયો. કિલ્લામાંથી સિપાઈઓને મુક્ત કર્યા તથા શહેરમાંથી બંડખોરીને નાસી જવાની ફરજ પાડી.૩૮ દાહોદમાંથી ૧૫ કેદીઓને પકડવામાં આવ્યા. નવને આજીવન દેશનિકાલની સજા કરવામાં આવી, એકને ૧૪ વર્ષની સજા થઈ, જ્યારે એકને છોડી મૂકવામાં આવ્યો. ૩૯
દાહોદની સંરક્ષણ વ્યવસ્થા મજબૂત કરવાના આશયથી દહેદમાં વધારે લશ્કર રાખવાને તેમજ દહેદના કિલા ફરતી મોટી ખાઈ દવાને નિર્ણય