Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
બ્રિટિશ કાલ પિતે ફક્ત ૨૦ વર્ષને જવાન હોવા છતાંય એણે મકરાણીઓ અફઘાને અને આરબોની સહાયથી મંદસોરને કિલે અને શહેર કબજે કર્યા તથા ત્યાં પિતાને જૂન ૧૮૫૭ માં રાજા તરીકે જાહેર કર્યો. એણે આશરે ૨૦,૦૦૦ નું લશ્કર એકત્રિત કર્યું તથા એની મદદથી રાજપૂતાના મધ્યપ્રદેશ તથા ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના અમુક પ્રદેશ કબજે કરવાની યોજના કરી. આ માટે એણે જે તે પ્રદેશના ઠાકોરોને પોતાને સહકાર આપવા પત્રો લખ્યા, પરંતુ એને પૂરત. સહકાર નહિ મળતાં એની એજના નિષ્ફળ ગઈ.૧૫
ખાસ કરીને ઇંદોર, મહાવ તથા ધારનાં બંડોએ મહીકાંઠા પંચમહાલ તથા ખેડાના પ્રદેશોમાં બનેલા વિપ્લવના બનાવે પર ઊંડો પ્રભાવ પાડયો હતો.૧૧ વળી નસીરાબાદ તથા અંદરના બનાવોએ દાવેદ વડોદરા તથા ભરૂચના બનાવો પણ સીધી અસર કરી હતી.૧૭
ભરૂચમાં મે, ૧૮૫૭માં મુસ્લિમો અને પારસીઓ વચ્ચે થયેલા કોમી રમખાણને ૧૮૫૭ના વિપ્લવતા બનાવો સાથે સાંકળી લેવામાં આવતાં ભરૂચ તથા દક્ષિણ ગુજરાતના અમુક પ્રદેશમાં વિપ્લવ વિશેષ ફેલાયે. સ્થાનિક પોલીસ રમખાણ દબાવવામાં નિષ્ફળ જતાં વડોદરા વાગરા હાંસોટ અંકલેશ્વર વગેરે શહેરોમાંથી બેલાવવામાં આવેલી લશ્કરી કુમકથી રમખાણને દાબી દેવામાં આવ્યું. રોજર્સને ૧૩ મી જૂન ૧૮૫૭ના રોજ ભરૂચનાકામચલાઉ મેજિસ્ટ્રેટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યું. એની તપાસમાં ભરૂચને મૌલવીને પુત્ર તથા બીજા ૧૬ મુસ્લિમ લૂંટફાટ તથા પારસી ગુરુની હત્યા માટે મુખ્ય અપરાધી જણાયા, આથી એમાંના બેને ફાંસી આપવામાં આવી. ત્રણને જેલવાસ મળ્યો તથા બાકીનાને અપરાધના પ્રમાણમાં વધતી-ઓછી સજા કરવામાં આવી.૧૮ આ બનાવમાં સરકારે પારસીઓની તરફેણ કરી હતી એવા બહાના તળે પહેલાં ભરૂચના મુસ્લિમોએ સરકાર સામે બંડ. પિકાયું, તથા એમની પ્રેરણાથી અંકલેશ્વર નાં દેદ રાજપીપળા હાંસોટ વગેરે સ્થળોએ પણ બંડ થયાં. સુરતમાં મુસ્લિમોના ધર્મગુરુ શેખ સૈયદ હુસેન ઇક્સની અસર તળે સુરતના મુસ્લિમોએ સરકાર સામે બંડ પોકાર્યું નહિ. પરિણામે સૈયદ ઈસને રૂ. ૫૦૦ નું વર્ષાસન બાંધી અપાયું તથા એને “
કસ્પેનિયન ઓફ ધી સ્ટાર ઑફ ઇન્ડિયાને ખિતાબ અપા.૧૯ ગુજરાતમાં વિપ્લવના મુખ્ય બનાવઃ અમદાવાદમાં શરૂઆત
ગુજરાતના વિપ્લવની શરૂઆત અમદાવાદમાં જૂન, ૧૮૫૭માં બનેલા બનાવથી થઈ. ઈદેર અને મહાવના વિપ્લવકારીએ જૂન, ૧૮૫૭ માં અમદાવાદ-ઇંદર