Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
ઈસ્ટ ઈન્ડિયા કંપનીનું શાસન
અમદાવાદ શહેરને લાગેવળગે છે ત્યાંસુધી શહેરની જકાત ઘટાડવામાં આવી હતી અને ત્યાર પછી એના વેપારને ઝડપી વિકાસ થયો હતો. અમદાવાદ જિલ્લાના પહેલા કલેકટર જે. એ. ડનલોપને જણાયું હતું કે શહેરની દીવાલે તદ્દન બિમાર હાલતમાં હતી,૧૪ આથી ચોરીલંટના બનાવ વધી ગયા હતા. એણે કેટને દુરસ્ત કરવાની કોઈ યોજનાને સાકાર કરવા ઘણું પ્રયત્ન કરવા માંડ્યા હતા. છેક ઈ. સ. ૧૮૩૦ માં ડનલોપ, જે હવે મહેસૂલ–કમિશનર બન્યું હતું, તેણે ફરી શહેરની દીવાલને દુરસ્ત કરવાનો પ્રશ્ન હાથ પર લીધે હતો. ઈ. સ. ૧૮૩૧ ના એપ્રિલની ૨૨મી તારીખે આ સંદર્ભમાં સરકારી અધિકારીઓ અને શહેરના સમાજના અગ્રણીઓની એક મિશ્ર સમિતિની નિમણૂક કરવામાં આવી હતી. આ પ્રખ્યાત શહેર–કેટ-ફંડ કમિટીમાંથી જ આજની અમદાવાદ મ્યુનિસિપાલિટીને જન્મ થયે છે એમ કહી શકાય.૧૫ ઈ. સ. ૧૮૩૧ની ૬ઠ્ઠી જુલાઈએ સદર દીવાની અદાલત કે કંપનીની મુંબઈની સર્વોચ્ચ અદાલતે નિયમન-ધારો પસાર કર્યો. આ નિયમન–ધારે અમદાવાદ શહેરની દીવાલની દુરસ્તી માટે ફંડ આપતો હતો.૧૨ આ પછી આ સંદર્ભમાં અગાઉ નિમાયેલી સમિતિએ નિરર્થક સમય વેડક્યો નહિ અને ઈ. સ. ૧૮૩૧ ના ઑકટોબરમાં જેઠા ખુશાલજી અને મૂળજી ગિરધર સાથે દીવાલના એક એક ભાગને દુરસ્તી માટે કરાર કરવામાં આવ્યું.૧છે આ કરાર રૂ. ૩૧,૬૭૨ ને હતો અને કામ એક વર્ષમાં પૂરું કરવાનું હતું, આ કામ ખાનપુર દરવાજાથી દિલ્હી દરવાજા સુધીનું હતું અને એમાં શાહપુર દરવાજાને સમાવેશ થતા હતા.
ઈ. સ. ૧૮૩ર માં એક ખાસ મરજિયાત કેટ-ફી (શહેરની દીવાલની ફી)ની આવક દ્વારા આ કેટને સંપૂર્ણ રીતે દુરસ્ત કરવામાં આવ્યા હતા. આમાંથી જે બચત થઈ હતી તે મ્યુનિસિપલ ફંડમાં જમા થઈ હતી. આ ફંડ શહેર માટે હિતાવહ પુરવાર થયું હતું. લોકહિતની ઘણી યોજનાઓ આ ફંડ દ્વારા પૂરી પાડવામાં આવી હતી. આગળ જતાં કે ટ્રેક્ટર રાખવાની પદ્ધતિ જરૂરી જણાતાં ઈ. સ. ૧૮૩૩ ના મે માસમાં આ કામગીરીને સીધી સમિતિ ઇસ્પેકટિંગ એન્જિનિયર હેઠળ મૂકી દેવામાં આવી હતી. ઈ. સ. ૧૮૪ર ના એકબરની ૩૧ મી તારીખે સમિતિએ એને સોંપવામાં આવેલી ફરજ પૂરી કરી હતી એવો અહેવાલ સરકારને કર્યો હતે. ૧૮ શહેર કોટ ફંડ બચાવવામાં આવ્યું હતું પરંતુ પછી એણે નવું સ્વરૂપ ધારણ કર્યું હતું. એ એક મરજિયાત ફંડ બન્યું હતું. એ નોંધવું ઘટે કે આ ફંડ આ પછી પણ ઉધરાવવામાં આવતું અને એમાંથા ઈ. સ. ૧૮૪ર થી ઈ. સ. ૧૮૫૨ દરમ્યાન બીજાં ચૌદ વર્ષ સુધી શહેરની મ્યુનિસિપલ જરૂરિયાત પરત્વે સમિતિએ ધ્યાન આપ્યું હતું. આ દ્વારા શહેરને પાણી પુરવઠે, રસ્તા