Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
બ્રિટિશ કહે પરની દીવાબત્તીની સગવડ, સફાઈ અને આરોગ્યની વ્યવસ્થા સચવાતાં હતાં. ઈ. સ. ૧૮૫૭–૧૮ ના સુશ્કેલીના સમય દરમ્યાન પણ એ સમિતિએ શહેરના રક્ષણની વ્યવસ્થા માટેના પ્રયત્ન કર્યા હતા. ૧૯
૧૮૨૨ માં નદીમાં રેલ આવી હતી.૨૦ ૧૮૪૬ માં કેટ–ફીને એક ટકાને બદલે અડધો ટકે કરી નાખે. ૧૮૪૭થી સરિયામ રસ્તા ઉપર દિવસમાં બે વખત પાણી છાંટવાનું શરૂ થયું. રાત્રે પ્રકાશને માટે ફાનસ મૂકવાની વ્યવસ્થા થઈ. ઈ. સ. ૧૮૪૯ માં રૂ. ૮,૦૦૦ ના ખર્ચે ભદ્રના કિલ્લા ઉપર ઘડિયાળ મૂકવામાં આવ્યું. બાદશાહી વખતના નળ પુરાઈ ગયા હતા તે સાફ કરાયા. ૧
૧૮૧૮ માં અમદાવાદમાં મોટો ધરતીકંપ થયે, તેથી જુમા મસ્જિદના પ્રસિદ્ધ મિનારા પડી ગયા, ઘણાં ઘર પડી ગયાં ને ઘણી જાનહાનિ પણ થઈ. પછી ૧૮૨૧માં ધરતીકંપ થયે. ૧૮૨૪માં શહેરની પહેલી મજણી થઈ અને ૧૮૩૦ માં ફજદારી કચેરી જજના તાબામાંથી મેજિસ્ટ્રેટના તાબામાં આવી.
સુરત ભરૂચ ખેડા નડિયાદ અને બીજાં મહત્વનાં નાનાં શહેરમાં મ્યુનિ. સિપાલિટીઓની રચના કરવામાં આવી. સમગ્ર પ્રાંતમાં સંખ્યાબંધ શાળાઓ ખોલવામાં આવી હતી. દેશી રાજ્યોમાં પણ શિક્ષણિક પ્રવૃત્તિ નોંધપાત્ર હતી.
આ ઉપરાંત માર્ગોનાં બાંધકામ, રેલવે, પિસ્ટ અને ટેલિગ્રાફની વ્યવસ્થા પર પણ લક્ષ્ય અપાયું હતું,
ન્યાયતંત્રના વહીવટને વિકસાવવા પ્રયાસ પણ ધીરે ધીરે થઈ રહ્યો હતે. ઈસ્ટ ઈન્ડિયા કંપનીના શાસને પરંપરાગત અને રૂઢિગત કાયદામાંથી નવા કાયદાસમુચ્ચય અને એની રીતરસમ દાખલ કર્યા એ એક નોંધપાત્ર હકીક્ત છે. શરૂઆતમાં અસાધારણ જાતની અડચણ નડતી હતી, આશ્ચર્ય ઉપજાવે એવી રીતે એ ફિટાડી દેવામાં આવી. ગાયકવાડ પેશવા અને ખંભાતના નવાબના તાબાના મુલકનું બ્રિટિશ મુલક સાથે ચાલતું સેળભેળપણું અને કાઠિયાવાડ તથા મહીકાંઠાનાં અવ્યવસ્થિત ખંડિયા સંસ્થાન, બ્રિટિશ તાબાની સીમમાં આવેલા સંખ્યાબંધ અર્ધા વશમાં આવેલા એવા ગરાસિયા અને મહેવાસી, ઘણું કરીને પ્રત્યેક ગામમાં પાર વિનાના અને જેનાં જોઈએ તેવાં વલણ નક્કી થયેલાં નહિ તેવા જમીનના ભોગવટાને વહીવટ, અને લેકેને ઘણે ભાગ જોઈએ તે હુલ્લડી તથા લુટારુ, એ સર્વે વાનાં એકઠાં મળ્યાં હતાં તેથી કરીને કંપની સરકારના તાબાના મુલકના બીજા હર કોઈ ભાગ કરતાં મહી નદીની પેલી મેરને ભાગ વહીવટ ચલાવવાને ઘણે કઠણ થઈ પડયો હતો, છતાં પણ સરકારની સાવચેતીથી અને જુદાં જુદાં ઠેકાણાંના અધિકારીઓની વિચારશક્તિ અને સાવચેતીથી કેઈ અચાનક અથવા