Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
અંગ્રેજોના ગુજરાત સાથેના પૂર્વ-સંપર્ક સત્તાને મદદ કરવા માટે ગેડાને ગુજરાત તરફ રવાના કરવામાં આવ્યો. રાબાની સેનાને પેશવા તરફથી નાના ફડનવીસ અને મહાદજી સિંધિય એ મક્કમ મુકાબલે કરતાં છેવટે વડગાંવની સંધિ થઈ (૧૬–૧–૧૭૭૯), જેમાં અંગ્રેજોએ રાઘબાને પેશવાને હવાલે કરવા ઉપરાંત ગુજરાતમાં મરાઠાઓ તરફથી મળેલા પ્રદેશ પાછા આપવાનું પણ નક્કી થયું. અલબત્ત, અંગ્રેજોએ આ કબૂલાતનું પાલન કર્યું હોવાનું જણાતું નથી.
થડા વખત પછી સિંધિયાની પકડમાંથી રાબા નાસી છૂટી ભરૂચ પહોંચી ગયે. જનરલ ગોડાર્ડ એને જઈ મળ્યો અને એની સાથે વાટાઘાટ કરવા રોકાયે (૧૨-૬-૧૭૭૯). એવામાં પિતાની વિરુદ્ધ પેશવા નિઝામ અને માયસોરના સુલતાન સંઘ રચી રહ્યા હોવાની બાતમી મળતાં અંગ્રેજોએ હવે પુનઃ રાધેબાને પક્ષ કરવા માંડ્યો. બીજી બાજુ કંપની સત્તાએ પેશવાની સત્તાને ગુજરાતમાંથી નાબૂદ કરવા પેશવા અને ગાયકવાડ વચ્ચેના મતભેદોને લાભ લેવાનું નક્કી કર્યું અને એ માટે ગાયકવાડ સાથે મળી એક સંધ સ્થાપવાની યોજના વિચારી (૧૪-૧-૧૭૭૯). કલકત્તાએ આ પેજનાને મંજૂર રાખી જનરલ ગોડાઈને એમાં સહાય કરવા આદેશ પાઠ.૧૭
આ સમયે પેશવાના લશ્કરે ડભેઈને ઘેરે ઘા હોવાથી ગાડાડે ડભાઈ તરફથી ઝડપી કર્યા કરી, જયારે અંગ્રેજોની ભરૂચમાંની ટુકડીએ ભરૂચમાંના મરાઠા સરદારોને હાંકી કાઢયા અને અંકલેશ્વર હાંસોટ તથા આમોદ સર કરી લીધાં. ગેડાડે પેશવાની ફરજ પાસેથી ડભોઈ જીતી લીધું (૨૦–૧–૧૭૮૦). આ સમયે કુંઢલા ગામે ગડાર્ડ અને ફત્તેસિંહરાવ ગાયકવાડ વચ્ચે કરાર થયા (૨૬–૧–૧૭૮૦). આ કરારમાં પેશવાની ધૂંસરી ગાયકવાડ પરથી જતી રહે, પેશવાને ગુજરાતને મહી નદીની ઉત્તર ભાગ ગાયકવાડને મળે એના બદલામાં ફોસિ હરાવ અંગ્રેજોને ૩૦૦૦ સવારદળની મદદ આપે ને એ યુદ્ધસમયે વધારી આપે તેમજ ગાયકવાડને સુરત અઠ્ઠાવીસી જિલ્લામાં ગાયકવાડી હિસ્સો તેમજ ભરૂચ તથા નર્મદા પર આવેલ શિનેરને પ્રદેશ પણ અંગ્રેજોને આપે એમ ઠર્યું.૮ આ કરાર પછી ગોડાર્ડ ડભોઈને હવાલે મેજર ફેન્સને સોંપી, ફત્તેસિંહરાવને સાથે લઈ અમદાવાદ જીતવા નીકળી પડ્યો. પાંચ દિવસના ઘેરા બાદ પેશવાના સૂબા બાબાજી પંડિત પાસેથી એ લીધું (૧૫–૨–૧૭૮૦) અને એને હવાલે ફત્તેસિંહરાવને સોંપ્યો. ૧૯
હેલાના કરાર પ્રમાણેના પ્રદેશ ફત્તેસિંહરાવે અંગ્રેજોને આપ્યા; જોકે એમાંથી સોનગઢને હેતુપૂર્વક બાકાત રાખ્યું. એ પછી ફત્તેસિંહરાવની વિનંતીથી, વડોદરા ખાતે બ્રિટિશ રેસિડેન્ટ તરીકેની જવાબદારી પણ ખંભાતના રેસિડેન્ટ મેલેટને