Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૫૦
*. બ્રિટિશ કાય ફતેહમામદ હાલાર પર ચડી આવતાં વડોદરાના રેસિડેન્ટ કનકે બંને વચ્ચે સુલેહ કરાવી. એ જ સાલમાં ખેડાના કલેકટરે ભાવનગર પાસેથી રાણપુર ધંધુકા અને ઘોઘા પરગણું લઈ લીધાં.૪૦
૧૮૧૩ માં અંગ્રેજોએ ફતેહસિંહરાવની વિનંતીથી ગંગાધર શાસ્ત્રીને ગાયકવાડને મુતાલિક ની.
૧૮૧૪ માં અમદાવાદના ઈજારાની મુદત પૂરી થતી હતી. ઇજારાની મુદત વધારી આપવાની પેશવાની અનિચ્છાની જાણ થતાં અંગ્રેજો અને ગાયકવાડે ઇજારો તાજો કરાવવા તેમજ પેશવા અને ગાયકવાડ વચ્ચે ખંડણી તેમજ અન્ય નાણાકીય લેવડદેવડ અંગેના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે ગંગાધર શાસ્ત્રીને પુણે મોકલવાનું નક્કી કર્યું. શાસ્ત્રી ભારે અનિચ્છા છતાં અંગ્રેજોનું રક્ષણ મળવાથી પુણે જવા નીકળ્યા (૨૯-૧૦-૧૮૧૩).
ગંગાધર શાસ્ત્રી પુણે પહોંચ્યો (ફેબ્રુઆરી, ૧૮૧૪), પણ પેશવા બાજીરાવ ૨ જાએ એને તરફ શુષ્ક વ્યવહાર દાખવ્યો અને એને મધ્યસ્થ તરીકે કોઈ મહત્વ આપ્યું નહિ. આમ છતાં શાસ્ત્રીએ પેશવા સમક્ષ નાણાકીય બાબતોના ઉકેલ માટેની દરખાસ્તો રજૂ કરી (સપ્ટેબર, ૧૮૧૪), જેને પેશવાએ ફગાવી દીધી અને - અમદાવાદને ઈજા ગાયકવાડને તાજો કરી ન આપતાં એ પિતાના માનીતા
સરદાર ચુંબકજી ડુંગળને આપી દીધું અને એને અમદાવાદને સરસૂબે ની (૨૩–૧૦–૧૮૧૪).*
૧૮૧૫ માં અંગ્રેજો નેપાળ-યુદ્ધમાં વ્યસ્ત હતા એવામાં પેશવાને માહિતી મળી કે વડોદરામાં રાજા આનંદરાવ ગાયકવાડ અને ફત્તેસિંહરાવ બંને બ્રિટિશ રેસિડેન્ટના જાપ્તામાં લગભગ નજરકેદ જેવી સ્થિતિમાં છે. પેશવાએ તક જોઈ વડોદરા પરના પિતાના આધિપત્યને દાવો કરી પિતાના ખંડિયા રાજા તરીકે ગાયકવાડની સારસંભાળ લેવાને પિતાને હક્ક આગળ કર્યો, પણ પેશવાને આ હક્ક રેસિડેન્ટ એસ્ટિને નકારી કાઢી પેશવાની સ્વાધીન સત્તાને સ્પષ્ટ ઇન્કાર કર્યો. બંનેને લાગવા માંડયું કે બ્રિટિશરોની મધ્યસ્થી સિવાય પિતાના પ્રશ્નોને ઉકેલ આવે એમ નથી અને સરવાળે પિતાને જ ગુમાવવાનું આવશે, આથી પેશવાએ ગંગાધર શાસ્ત્રી પ્રત્યે એકદમ સદૂભાવ બતાવી એને મંત્રીનું પદ આપવાની તેમજ એના પુત્ર વેરે પિતાની સાળીનાં લગ્ન કરવાની દરખાસ્ત કરી. શાસ્ત્રી પેશવાથી અંજાઈ ગયો અને નાસિકમાં એ લગ્નની ઉજવણું કરવા રવાના થશે, પણ અંગ્રેજો અને ગાયકવાડ આથી રોકી ઊઠયા. એમણે શાસ્ત્રીને પિતાની કામગીરી તાત્કાલિક આટોપી લેવા હુકમ કર્યો (૮-૫-૧૮૧૫). શાસ્ત્રીને હવે પેશવાને પક્ષે જવામાં