Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
બ્રિટિશ કાઉ
સાંપાઈ; જોકે ૧૭૮૧ માં કૅપ્ટન અ` ખરેખર વડાદરા રહ્યો, પણ એને પછીના વ પાછા ખેાલાવી લેવાયા હતા. ઘેાડા સમય બાદ વડાદરામાં નિયમિતપણે રેસિડેન્ટની નિમણૂક થવા લાગી.
૧૭૮૦ ના અંતમાં જનરલ ગોડા ગુજરાતના લશ્કરની જવાબદારી મેજર ફૉર્બ્સ'ને સાંપી પોતે વસઈને ધેરા ઘાલવા ઉપડયો. ફ્રાન્સે સુરત ભરૂચ શાર અને ડભાઈ ખાતે લશ્કરી ટુકડીએ રાખી ત્યાંની અંગ્રેજી હકૂમતને જાળવી રાખો.૨૧
અ ંગ્રેજો અને મરાઠાઓ વચ્ચે ચાલેલા સંઘના અંત ગ્વાલિયર પાસે આવેલ સાલબાઈ નામના સ્થળે થયેલા કરારથી આવ્યા (૧૭-૫-૧૭૮૨). આ કરારમાં ગુજરાતને લગતી કેટલીક અગત્યની બાબતાના સમાવેશ થતા હતા. આ સંધિથા ગાયકવાડ અને અંગ્રેજો વચ્ચેના કુંઢેલાના કરાર રદ થયા અને લડાઈ પહેલાં ગાયકવાડને તાખે જે મુલકે હતા તે જ એના કહેવાયા. અમદાવાદ ઉપરા પણ એના હક્ક જતા રહ્યો અને એણે એને કબજો પેશવાને સાંપવાની સ્થિતિ ઊભી થઈ. અલબત્ત, પુર ંધરની સંધિ અનુસાર અંગ્રેજોએ પેશવાને આપી દીધેલે ભાગ હવે એમને પરત મળ્યા.૨૨ આ કરારથી ગાયકવાડને ઘણું ગુમાવવું પડયું અને ભારે ખર્ચ પણ ભાગવવા પડથો; અંગ્રેજોને જોકે આથી ખાસ કંઈ ગુમાવવું પડયું નહિ, આ સ્થિતિ ૧૭૮૯ સુધી ટકી રહી. ૧૭૮૯માં ફત્તેસિંહરાવનું અવસાન થતાં રાજા સયાજીરાવ ગાયકવાડના મુતાલિક તરીકે પેાતપેાતાના હક્ક સ્વીકારાવવા માટે માનાજીરાવ અને ગાવિંદરાવ વચ્ચે પેશવા દરબારમાં લાંખે સત્તાસંધ ચાલ્યે તેમાં માનાજીરાવે કુંઢેલાના કરારના આધારે પેાતાને સહાય કરવા અંગ્રેજ ગવનરને વિનંતી કરી, પણ એ કરાર સાલબાઈના કરારથી રદ થયેલા ઢાવાથી ગનરજનરલ (લાડ`કાન વૈલિસની સલાહથી મુ`બઈની અંગ્રેજ સત્તા તટસ્થ રહી.૨૩ આ સત્તાસંઘર્ષ ના અંત ૧૭૯૨ માં રાજા સયાજીરાવનું અવસાન થતાં ગાવિંદરાવ હક્કની રૂએ વડાદરાની ગાદીએ આવે એવી સ્થિતિ સર્જાતાં આવ્યા.
સાલબાઈના કરારથી અમદાવાદ પુનઃ પેશવાને પ્રાપ્ત થયું હતું, પશુ અમદાવાદમાંના સરખા આખા શેલૂકર ખુદ પેશવાને પણ ગાંઠતા નહેાતા. શેલૂકરે ગાયકવાડની હવેલી પર હુમલા કરતાં ગાવિંદરાવ ગાયકવાડે અમદાવાદ જીતી લીધુ" અને શેલૂકરને કેદ કરી લીધેા (જુલાઈ, ૧૮૦૦).૨૪ પેશવાએ પણ વાર્ષિક પાંચ લાખ રૂપિયા લેખે ચાર વર્ષ માટે અમદાવાદ તેમજ મહી નદીની ઉત્તરે આવેલા પ્રદેશાના પેાતાના મહેસૂલી હ ગાયકવાડને આપ્યા.૨૫