Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૪૭
અંગ્રેજોના ગુજરાત સાથેના પૂર્વ સંપર્ક
પ. ગુજરાતમાં વિસ્તરતી સત્તા અને સર્વોપરિતા
ગોવિંદરાવ ગાયકવાડનું (સપ્ટેમ્બર ૧૮૦૦ માં) અવસાન થયું એ વખતે વડોદરા રાજ્ય આર્થિક દૃષ્ટિએ ઘસાઈને ઘણું નબળું પડી ગયું હતું. આ વખતે ગેવિંદરાવના બે પુત્ર આનંદરાવ અને કાનાજીરાવ વચ્ચે ગાદી માટે લાંબે સંઘર્ષ થ. છેવટે બંને પક્ષોએ અંગ્રેજોને લવાદી કરવા વિનંતી કરી. મુંબઈના અંગ્રેજ ગવર્નર જેનાથન કને એલેક્ઝાન્ડર કરને જરૂરી લશ્કરી ટુકડી સાથે આ બાબતમાં લવાદી કરવા તેમજ વડોદરા રાજ્યના બધા પ્રશ્નોની પતાવટ કરવા મોકલ્ય. આનંદરાવને ગાદી માટેને હક્ક સ્વીકારાયે અને એના વતી દિવાન રાવજી અને એના ભાઈ બાબાએ દીવાન રાવજી ને આનંદરાવ વિરુદ્ધનાં બંડ-બળવાં સમાવ્યાં. કડીને મલ્હારરાવ મેજર વેકરને શરણે આવ્યો. એને પ્રદેશ ખાલસા કરી ગાયકવાડીમાં જોડી દેવા (મે, ૧૮૦૨). કાન્હજીરાવને કેદ કરવામાં આવ્યું અને સંખેડા તથા બહાદરપુરના બંડખોર જાગીરદાર ગણપતરાવને પણ શરણે લેવાયો. ગાયકવાડને આ બધી સહાય કરવાના બદલામાં ખંભાત ખાતે ગવર્નર ડંકન અને દિવાન રાવજી વચ્ચે કરાર થયા (૬-૬-૧૮૨) તેમાં અંગ્રેજોને ચોરાસી પરગણું અને સુરતની ચૂથને ગાયકવાડને હિસ્સા પરત પ્રાપ્ત થયો. કડીના વિજયમાં સહાય કરવા માટે ચીખલી પરગણું અપાયું અને ૩૦૦૦ ની અંગ્રેજ ફેજ તથા તેપખાનાની સહાય કરી સેના રાખવાના નિભાવ ખર્ચના માસિક રૂ. ૬૫,૦૦૦ ચૂકવવા પેટે ળકા અને નડિયાદની ઊપજ આપવાનું ઠર્યું. ખેડાનો પણ સમાવેશ થ, પ્રથમ વર્ષમાં થયેલા લશ્કરી ખર્ચ પેટે અંગ્રેજોને જોળકા નડિયાદ અને અને વીજાપુરમાં પરગણાં તેમજ કડી ટપે પ્રાપ્ત થયાં (૧૮-૧-૧૮૦૩).૧છે.
૬-૬-૧૮૧૨ ના કરાર અનુસાર મેજર વકરને રેસિડેન્ટ નીમવામાં આવ્યા અને એ ૮મી જૂને વડોદરા પહોંચી ગયે... 2
દરમ્યાન અંગ્રેજોએ પેશવા બાજીરાવ બીજા સાથે વસઈની સંધિ કરી (૩૧-૧૨-૧૮૦૨) તદનુસાર પેશવા પાસે સહાયકારી સૈન્યની જનાને સ્વીકાર કરાવી એના બદલામાં વાર્ષિક ૨૬ લાખ રૂપિયાની ઊપજવાળ પ્રદેશ મેળવ્યો. એમાં સુરત અઠ્ઠાવીસીમાંના પેશવાના મહાલેના વાર્ષિક ૧૨ લાખ ૨૮ હજારની ઊપજવાળા પ્રદેશને સમાવેશ થયે હતો. ગાયકવાડને સુરત પ્રદેશને હિસ્સે આ અગાઉ અંગ્રેજોને મળ્યું હતું તેથી હવે સમગ્ર સુરત જિલ્લા પર અંગ્રેજોની આણ પ્રવતી. આ કરારથી ગાયકવાડ સાથે કોઈ પણ પ્રશ્ન ઊભો થાય તે એમાં અંગ્રેજોની લવાદી પેશવાએ સ્વીકારી. ૨૯