Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
બ્રિટિશ કાલ
જુદાં સ્થાનેએ વેપારી કેડીઓ સ્થાપવાને પરવાનો મેળવતી વખતે ૧૬૧૮ માં ગુજરાતમાં વેપાર કરવાને પરવાને પણ મેળવી લીધો.૧
ગુજરાતમાં અંગ્રેજો હિંદીઓ સાથે સુમેળથી વેપારવ્યવહાર ચલાવતા રહ્યા. હિંદીઓ સાથે ઝઘડે કરનાર અંગ્રેજોને શિક્ષા કરવામાં આવતી. મુઘલ સરકાર તરફથી અંગ્રેજોનાં હિતેની જાળવણી થતી અને એમની ફરિયાદ પર પૂરતું ધ્યાન અપાતું; જેમકે ગુજરાતના ગળીને ઉત્પાદકે ગળીમાં તેલ અને રેતીનું મિશ્રણ કરે છે એવી અંગ્રેજોએ ફરિયાદ કરતાં મુઘલ સૂબેદાર આઝમખાને ઉત્પાદકે તેમજ એને વેપાર કરનારા વેપારીઓને ભેળસેળ બંધ કરવા માટે, ભારે ચીમકી આપી હતી; જેકે મુઘલને ધીમે ધીમે અંગ્રેજોની વેપારી પ્રવૃત્તિઓથી હિંદી વેપારીઓને થનારા નુકસાનને ખ્યાલ આવતાં એમણે અંગ્રેજો પર નિયંત્રણ લાદવા માંડ્યાં. બીજી બાજુ સુરત બંદર અંગ્રેજોને અનેક રીતે અગવડભર્યું લાગતું હતું. ઈ. સ. ૧૬૬૪માં શિવાજીએ સુરત લૂંટયું એ પછી સુરતની જાહેજલાલી પણ ઝાંખી પડી ગઈ હતી, આથી અંગ્રેજોએ સુરક્ષિત અને મુક્તપણે વેપાર કરી શકાય તેવા મથક તરીકે ઈ. સ. ૧૬૬૮માં મુંબઈને ટાપુ ભાડે રાખે અને એને ઝડપથી વિકાસ કરી ૧૬૮૭ માં વડું મથક સુરતથી મુંબઈ ખસેડવામાં આવ્યું, અલબત્ત, મુંબઈના તાબામાં રહીને સુરતની કઠી કામ કરતી રહી.
૨. રાજકારણમાં પ્રવેશ અને પ્રદેશ પ્રાપ્તિને પ્રારંભ
૧૭મી સદીના અંત અને ૧૮ મી સદીના પ્રારંભમાં મુઘલેની સત્તા અન્ય પ્રાંતની જેમ ગુજરાતમાં પણ નબળી પડવા માંડી અને અહીં મરાઠા પિતાનું પ્રભુત્વ જમાવવા લાગ્યા. ૧૭૫૮ માં મરાઠાઓએ મુઘલે પાસેથી ગુજરાત છતી લીધું. આવી સ્થિતિમાં અંગ્રેજોને પિતાનાં વેપારી હિતેના જતન માટે ગુજરાતમાં . પણ રાજકીય સત્તા હાંસલ કરવાની આવશ્યકતા વરતાઈ. એમણે સુરત કબજે કરીને એને પ્રારંભ કર્યો.*
સુરતમાં નવાબ સફદરખાનનું અવસાન થતાં અલીનવાઝખાન નવાબ બને, પણ મિયાં સૈયદ અને સીદીઓ અને પેશવાઓની મદદ લઈ નવાબી હાંસલ કરી લીધી. આ ધમાલમાં અંગ્રેજોની કેડી લૂંટાઈ અને શહેરના કિલેદાર હબસી અહમદખાને બે અંગ્રેજ કારકુનને મારી નાખ્યા, આથી સુરતની કેઠીના વડા સ્પેન્સરે મુંબઈથી મનવારની મદદ મગાવી (૧૫-૨-૧૭૫૯). પેશવાએ પણ અંગ્રેજેની સહાયમાં જ મોકલી. અંગ્રેજોના આક્રમણ સામે હબસી કિલેદાર ટકી શકયો નહિ. અંગ્રેજોએ સુરતને કિલે જીતી લીધે (૪–૩–૧૭૫૯). સ્પેન્સરને ત્યાંને હાકેમ અને એના હાથ નીચે મિ. ગ્લાસને કિલેદાર બનાવવામાં આવ્યું.