________________
द्वात्रिंशद्वात्रिंशिका भाग-२
२५३
क्षिप्त्वा दोषान्तरं दद्यात्स्वश्रुतार्थं परश्रुते ।
व्याक्षेपे वोच्यमानेऽस्मिन्मार्गाप्तौ दूषयेददः ।।११।।
क्षिप्त्वेति । स्वश्रुतार्थं परश्रुते क्षिप्त्वा तत्र दोषान्तरं दद्याद्यथा स्वश्रुतस्य दाढर्थं भवति परश्रुतस्य चाप्रतिपत्तिरिति । तथाहि यथाऽस्माकमहिंसादिलक्षणो धर्मः साङ्ख्यादीनामप्येवम्, 'हिंसा नाम भवेद्धर्मो न भूतो न भविष्यति' ( ) इत्यादिवचनात् । किन्त्वसावपरिणामिन्यात्मनि न युज्यते, एकान्तनित्यानित्ययोर्हिंसाया अभावादिति । वा = अथवाऽस्मिन् = परश्रुत उच्यमाने शोभनोहशालिनः श्रोतुर्व्याक्षेपे मार्गाभिमुख्यलक्षणे जाते (मार्गाप्ते) अदः = परश्रुतं दूषयेत् । इत्थं हि दूषणार्थं केवलस्यापि तस्य कथनं प्राप्तम् । तदिदमुक्तं
આમ તો આ કથા કોઈને કહી શકાશે જ નહીં... આવો પ્રશ્ન આવવાથી હવે એને કહેવાનો વિધિ જણાવે છે -
ગાથાર્થ : સ્વશ્રુતના અર્થને પ૨શ્રુતમાં નાખીને અન્ય દોષ દર્શાવવો. અથવા પરશ્રુત કહેવા પર વ્યાક્ષેપ થયે છતે માર્ગપ્રાપ્તિ માટે એને દૂષિત ઠેરવે.
ટીકાર્થ : સ્વશ્રુતમાં કહેલી વાતને પરશ્રુતમાં નાખીને એમાં અન્ય દોષ એ રીતે દર્શાવવો કે જેથી સ્વશ્રુતની દૃઢતા થાય અને પરશ્રુતની અપ્રતિપત્તિ થાય=અસ્વીકાર થાય. એટલે કે પૂર્વે કરેલો સ્વીકાર ખસી જાય. તે આ રીતે-જેમ અમારા ગ્રન્થોમાં અહિંસાદિસ્વરૂપ ધર્મ કહ્યો છે, એમ સાંખ્ય વગેરે શાસ્ત્રોમાં પણ એ કહ્યો જ છે, કારણ કે ‘હિંસા એ ધર્મ બને એ વાત ભૂતકાળમાં બની નથી કે ભવિષ્યમાં બનશે નહીં ’આવું વચન એમના ગ્રન્થોમાં પણ મળે છે. (આ રીતે કહેવાથી ‘આ વક્તા ઈર્ષ્યાખોર છે’ વગેરે બુદ્ધિ પેદા થતી નથી.) (પણ હવે, ‘તો તો અમારો ધર્મ પણ સારો છે' એવી બુદ્ધિ ન થઈ જાય એ માટે એમાં દોષ આ રીતે દર્શાવે કે..) પણ આ=અહિંસાદિરૂપ ધર્મ આત્માને અપરિણામી માનો તો ઘટતો નથી, કારણ કે આત્મા એકાન્તે નિત્ય હોય કે એકાન્તે અનિત્ય હોય તો હિંસા ઘટી શકતી ન હોવાથી અહિંસાદિ ધર્મ પણ સંભવી શકતો નથી. (અથવા કહીને વિક્ષેપણી કથાનો બીજો વિધિ દર્શાવે છે -) અથવા (ભલે માત્ર પરશ્રુતાર્થ કહ્યો છે, પણ) એ કહેવા પર સુંદર ઊહાપોહ કરી શકતા શ્રોતાને 2જૈનમાર્ગની અભિમુખતાસ્વરૂપ વ્યાક્ષેપ થયે છતે એને માર્ગની પ્રાપ્તિ થાય એ ઉદ્દેશથી એ પરશ્રુતના દૂષણો દર્શાવે. આમ દોષ દર્શાવવા માટે માત્ર પરશ્રુતનું કથન પણ કરી શકાય. આ વાત આ રીતે શ્રી દશવૈકાલિક સૂત્રની નિર્યુક્તિ (૩-૧૯૮)માં કહી છે-જે સ્વસિદ્ધાન્તથી પૂર્વમાં કહેવાઈ ગયેલી હોય તે અહિંસાદિ વાતોને પરસિદ્ધાન્તમાં નાખીને કહે. અથવા પરશાસ્ત્ર પ્રત્યે વ્યાક્ષેપ થઈ ગયો હોય, તો (માત્ર) પરના સિદ્ધાન્ત કહે.
2. શબ્દશઃ વિવેચનકારની બુદ્ધિ કઈ દિશામાં ચાલે છે એ ખરેખર દયાજનક છે. ટીકામાં રહેલો મામિમુલ્યનક્ષળે શબ્દ સ્ત્રીલિંગ નથી કે જેથી એ શ્લોકમાં રહેલ માńતો શબ્દની વ્યાખ્યારૂપે હોઇ શકે. જો એની વ્યાખ્યારૂપ હોત તો મામિમુલ્યનક્ષળાયાં આમ પ્રયોગ હોત. વળી માર્ગને અભિમુખ થવું એ કાંઈ માર્ગની પ્રાપ્તિ નથી, પણ એની પૂર્વ ભૂમિકા છે. વસ્તુતઃ એ, શ્લોકમાં ૨હેલ વ્યાક્ષેપેશબ્દની વ્યાખ્યારૂપે છે. પરસિદ્ધાન્તની શ્રદ્ધામાં વિક્ષેપ થવો એ જ જૈનસિદ્ધાન્ત રૂપ માર્ગને સન્મુખ થવા રૂપ છે.