________________
द्वात्रिंशद्वात्रिंशिका भाग-२
२५१ णाहियवादीणं दिट्ठीओ कहित्ता पच्छा अत्थित्तपक्खवादीणं दिट्ठीओ कहेइ, एसा ततिआ विक्खेवणी गया। इदाणिं चउत्था विक्खेवणी सा वि एवं चेव, णवरं पुब्बिं सोभणे कहेइ पच्छा इतरेत्ति । एवं विक्खिवइ सोयारं" (રા .વૃદ્ધવિ. અધ્ય. ૩) .
इयं च ऋजोः = मुग्धस्य मार्गाभिमुख्यहृत् = स्वरूपतो मार्गरुचिह: ।।९।। अतिप्रसिद्धसिद्धान्तशून्या लोकादिगा हि सा । ततो दोषदृशा शङ्का स्याद्वा मुग्धस्य तत्त्वधीः ।।१०।।
જે રોટલી મળે છે, તથા દાળ-શાકમાં જે વઘાર વગેરે આવે છે, એટલી જ વિગઈ કાંઈ બ્રહ્મચર્ય માટે જોખમરૂપ બની જવાની શક્યતા નથી. એટલે સામાન્ય ચોપડેલી નિર્દોષ મળતી રોટલી, સામાન્ય વઘારેલી નિર્દોષ મળતી દાળ તથા ભાત આ ત્રણ દ્રવ્યથી (કે વધારામાં ચોથું દ્રવ્ય શાક, તે પણ બને ત્યાં સુધી કઠોળ જ) એકાસણાં રોજ કરવામાં આવે તો ને ઘી-દૂધ-મેવા મિઠાઈ વગેરેનો ત્યાગ કરવામાં આવે તો બ્રહ્મચર્ય પણ નિર્મળ રહી શકે છે અને આધાકર્મવર્જનની જિનાજ્ઞાનું પાલન થવાથી સંયમ પણ નિર્મળ બની રહે છે.
પ્રશ્ન-પણ તો પછી આટલી આયંબિલની ઓળી કરી એમ ન કહેવાય ને ?
ઉત્તર-લોકોમાં કહેવડાવાય એટલા માટે જો કરાય તો તો એનાથી આત્મહિત થાય જ શી રીતે ? એટલે વસ્તુતઃ જેમ તીર્થયાત્રા અને સંયમયાત્રામાં સંયમયાત્રા જ મહત્ત્વની છે, ને તેથી સંયમયાત્રાને આંખ આડા કાન કરીને તીર્થયાત્રા કરવાની સંમતિ નથી, એમ તપોયાત્રા અને સંયમયાત્રામાં પણ સંયમયાત્રા જ મહત્ત્વની હોવાથી એની ઉપેક્ષા કરીને તપોયાત્રાની સંમતિ શી રીતે હોય શકે ?
એટલે આધાકર્મની સૂચના આપીને પણ આયંબિલ કરવાના આગ્રહી માટે આધાકર્મ-સેવન એ મિથ્યા છે (જિનવચનથી વિપરીત છે) અને આયંબિલ એ ઘુણાક્ષર ન્યાયે થયેલી સમ્યગુવાત= જિનવચનને અનુરૂપ વાત છે. તેથી આધાકર્મસેવનના દોષોને ભારપૂર્વક વર્ણવી પછી આયંબિલના ગુણ વર્ણવવા એ ત્રીજા પ્રકારની અને આયંબિલના લાભ વર્ણવી પછી આધાકર્મસેવનના દોષોને ભારપૂર્વક વર્ણવવા એ ચોથા પ્રકારની વિક્ષેપણીકથા બની રહે છે. (આમાં, આધાકર્મવર્જનરૂપ જિનાજ્ઞાનું પાલન હોય, તો આયંબિલના કહેલા લાભો જીવને મળે એવી શ્રોતાને પ્રતીતિ થાય એ રીતે એ લાભ વર્ણવવા જરૂરી બને એમ લાગે છે).
તથા, આધાકર્મવર્જનરૂપ આજ્ઞાપાલનના લાભો વર્ણવીને પછી આધાકર્મસેવનરૂપ આજ્ઞાભંગના દોષો વર્ણવવા એ પ્રથમ પ્રકારની વિક્ષેપણીકથા બને, અને એનાથી ઉધા ક્રમે આ બે વાતો કરવાથી બીજાપ્રકારની વિક્ષેપણી કથા બને છે.
આ ચારે પ્રકારની કથાથી શ્રોતાનો આધાકર્મ સેવનનો આગ્રહ વિક્ષિપ્ત થાય છે, અને આધાકર્મસેવનના વર્જનરૂપ જિનાજ્ઞાપાલનના ધર્મમાર્ગે એ જોડાય છે, માટે આ શા માટે વિક્ષેપણી ધર્મકથા ન બને ? I & II
(વિક્ષેપણીકથા મુગ્ધજીવના માર્ગાભિમુખપણાને કઈ રીતે હરે છે ? તે દર્શાવે છે –)
ગાથાર્થ ? જેથી અતિપ્રસિદ્ધ સિદ્ધાન્તથી શૂન્ય એવી તે=વિક્ષેપણીકથા લોકાદિમાં રહેલી હોય છે. તેથી મુગ્ધને દોષદષ્ટિથી શંકા થાય અથવા તત્ત્વબુદ્ધિ થાય છે.