________________
२५२
कथाद्वात्रिंशिका ९ - १० अतिप्रसिद्धेति । हि = यतः सा विक्षेपणी । अतिप्रसिद्ध आचारादिवत्साम्प्रतमपि प्रसिद्धो यः सिद्धान्तस्तच्छून्या (=अतिप्रसिद्धसिद्धान्तशून्या), अन्यथा हि विधि-प्रतिषेधद्वारेण विश्वव्यापकत्वात् स्वसिद्धान्तस्य तच्छून्यकथाया एवाप्रसिद्धिः । लोकपदार्थो रामायणादिः, आदिना वेद-साङ्ख्य-शाक्यसिद्धान्तादिग्रहः, तेषु गच्छतीति लोकादिगा । ततः = उक्तहेतो;जुमते रामायणादिकथायां श्रूयमाणायां कथकदत्तया दोषदृशा “अहो मत्सरिण एते” इत्येवंरूपा शङ्का स्याद् (मुग्धस्य =) एकेन्द्रियप्रायस्य ।
स्याद्वा तत्र शोभनार्थश्रवणाद् ‘इयमपि प्रमाणमेवेति तत्त्वधीरचिरेण सिद्धान्त-प्रामाण्यधीविरोधिनी TI9Tી ચા અથને પ્રાપ્ત વિધિમાહ
ટીકાર્થ : તે વિક્ષેપણીકથા વર્તમાનમાં પણ આચારાદિની જેમ પ્રસિદ્ધ હોવાથી અતિપ્રસિદ્ધ જે સિદ્ધાન્ત, તેનાથી શૂન્ય હોય છે. નહીંતર તો વિધિપ્રતિષેધદ્વારા સ્વસિદ્ધાન્ત વિશ્વવ્યાપક હોવાથી તેનાથી શૂન્ય કથા જ અપ્રસિદ્ધ થઈ જશે. લોકપદના અર્થ તરીકે અહીં રામાયણાદિ લેવાના છે. આદિ શબ્દથી વેદ-સાંખ્ય-બૌદ્ધસિદ્ધાન્ત વગેરે લેવાના છે. આ બધાને વિષય બનાવનારી હોય છે વિક્ષેપણીકથા. તેથી રામાયણાદિકથા સાંભળતી વખતે કથાકારે આપેલા દોષને સાંભળીને “આ બધા ઈર્ષ્યાખોર છે' એવી શંકા મુગ્ધમતિવાળા એકેન્દ્રિયજેવા શ્રોતાને થાય છે. અથવા એ રામાયણાદિ અંગે સારી વાતો સાંભળવાથી “આ પણ પ્રમાણ જ છે” એવી તત્ત્વબુદ્ધિ થાય છે જે તૂર્ત જૈન સિદ્ધાન્ત પ્રમાણ છે એવી બુદ્ધિની વિરોધી છે.
વિવેચન-વિક્ષેપણી કથામાં પરસિદ્ધાન્તની વાત કહી એમાં દોષ દર્શાવવાનો હોય છે. એટલે પરસિદ્ધાન્તની વાત તરીકે એવી જ વાત કરવાની હોય જે સ્વસિદ્ધાન્તને માન્ય ન હોય સ્વસિદ્ધાન્તથી રહિત હોય. હવે સ્વ(=ર્જન)સિદ્ધાન્ત તો ક્યાંક વિધિરૂપે ક્યાંક નિષેધરૂપે. એમ સર્વવ્યાપક છે અન્યસર્વદર્શનોમાં પણ રહ્યો છે. એટલે એનાથી શૂન્ય હોય એવી કથા જ અશક્ય બની જાય. એટલે અહીં, જે વર્તમાનમાં પણ જૈનસિદ્ધાન્ત તરીકે દુનિયામાં પ્રસિદ્ધ હોય એવા અતિપ્રસિદ્ધ સિદ્ધાન્ત સિવાયના અન્યદર્શનોક્ત સિદ્ધાન્તની વાત જાણવી.
હવે, આવા અતિપ્રસિદ્ધ સિદ્ધાન્તથી રહિત એવી વાત જે રામાયણાદિ લૌકિક કથામાં કે વેદ-સાંખ્ય-બૌદ્ધ વગેરેના ધર્મગ્રન્થોમાં આવતી હોય, એવી વાતમાં દોષ દર્શાવીને એનું ખંડન કરવામાં આવે, તો એ જરૂર શ્રોતાના તે તે ધર્મ પ્રત્યેના આકર્ષણને વિક્ષિપ્ત કરનારી હોવાથી વિપરીકથારૂપ બની શકે. પણ જો શ્રોતા, સાચા-ખોટાનો વિવેક કરવાની શક્તિથી રહિત હોય=મુગ્ધ હોય તો રામાયણાદિનું ખંડન સાંભળીને “આ બધા વક્તા અમારા ધર્મના દ્વેષી છે માટે અમારી વાતોનું ખંડન કરે છે) આવા અભિપ્રાયવાળો બની જવાની શક્યતા રહે છે, અને તો પછી એ જૈનધર્મ પ્રત્યે આકર્ષાઈ શકતો નથી. માટે એવા મુગ્ધ જીવને આ વિક્ષેપણીકથા કરવાની હોતી નથી.
એમ, સાચા-ખોટાનો વિવેક કરવાની શક્તિ તો હોય, પણ સ્વધર્મના કદાગ્રહ જેવો જેને રાગ હોય એને પણ આવો જ અભિપ્રાય ઊભો થતો હોવાથી વિપરીકથા કરવાની હોતી નથી.
તથા આવા મુગ્ધ અને કદાગ્રહી જીવોને એમના ધર્મની શોભન વાત કહેવામાં આવે ત્યારે એ સાંભળીને અમારો ધર્મ પણ સુંદર છે, સાચો છે” એવી તત્ત્વપણાની બુદ્ધિ થાય છે, ને તેથી જૈનધર્મ પ્રત્યે આકર્ષાવાની તો વાત દૂર જ રહી જાય છે. માટે આવા જીવોને ત્રીજા-ચોથા પ્રકારની વિક્ષેપણી કથા કરવાની હોતી નથી. | ૧૦ |.