________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૧| શ્લોક-૩, સૂત્ર-૧ કરીને, સર્વથા=સર્વ ઉપાધિઓથી=સર્વ કારણસામગ્રીરૂપ ઉપાધિઓથી, તે અનુષ્ઠાનનો આરંભ કરવો જોઈએ. કઈ રીતે આરંભ કરવો જોઈએ ? એથી કહે છે – ઉપાયોથી તે કાર્યગત જ સર્વ ઉપાયોથી સમ્યફ આરંભ કરવો જોઈએ યથાવત્ આરંભ કરવો જોઈએ. યોગ્ય આરંભલક્ષણ આ સંતોનો તથ છે શિષ્ટ પુરુષોની નીતિ છે.
“તિ” શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ગ્રા ભાવાર્થ
પૂર્વ શ્લોકમાં કહ્યું કે સંપૂર્ણ ક્લેશક્ષયરૂપ કાર્યની નિષ્પત્તિ પૂર્ણસામગ્રીથી પ્રાપ્ત થાય છે, તેથી જે મહાત્મા સંસારનો સંપૂર્ણ ક્ષય કરવાના અત્યંત અર્થી છે અને જેઓ કૃતનિશ્ચયવાળા છે કે “મારે સર્વશક્તિથી પ્રાપ્ત થયેલા મનુષ્યભવમાં ક્લેશલય માટે જ ઉદ્યમ કરવો છે”, તેથી ક્લેશના કારણભૂત સંસારનાં સર્વબંધનોનો ત્યાગ કરીને પ્રવજ્યા ગ્રહણ કરેલ છે, તે મહાત્માએ પોતાની ચિત્તની વૃત્તિ, શ્રુતસંપત્તિ, શરીરબળ અને સત્ત્વબળ આદિનો નિપુણતાપૂર્વક વિચાર કરીને તે અનુષ્ઠાન સ્વીકારવું જોઈએ, જે અનુષ્ઠાનથી શીધ્ર સંસારનો અંત થાય. આથી જ જેઓ ગુરુના ઉપદેશ આદિના બળથી અને નવા નવા શ્રુતઅધ્યયન આદિના બળથી સંવેગની વૃદ્ધિ કરીને નિર્લેપ ચિત્ત કરી શકે તેવા છે અને તે આલંબન વગર નિરપેક્ષ-યતિધર્મ સ્વીકારે તો અંતરંગ તેવું બળ સંચય થયેલું નહિ હોવાથી ગીતાર્થ ગુરુના ઉપદેશથી, નવા નવા શ્રુતઅધ્યયનથી, જે રીતે સંગનો ઉચ્છેદ કરી શકે છે તે રીતે સંગનો ઉચ્છેદ નિરપેક્ષયતિધર્મના સ્વીકારના બળથી કરી શકતા નથી, તેથી સૂક્ષ્મ પર્યાલોચન કર્યા વગર અતિત્વરાથી મોક્ષમાં જવાના અર્થી તેઓ બલવાન એવા સદ્ગુરુના આલંબનનો ત્યાગ કરીને એકાંતમાં બેસીને નિરપેક્ષ થવા માટે ઉદ્યમ કરતા હોય તોપણ ઇષ્ટ સિદ્ધિ કરી શકતા નથી. જેમણે નિરપેક્ષયતિધર્મની શક્તિ પ્રાપ્ત કરી છે તેઓ સાપેક્ષયતિધર્મથી સુંદર યત્ન કરી શકે છે તોપણ જે પ્રકારે નિરપેક્ષયતિધર્મના બળથી શીધ્ર સંસારનો અંત કરી શકે છે તે પ્રકારે સાપેક્ષયતિધર્મથી થાય નહિ. માટે કલ્યાણના અર્થી સાધુએ પોતે જે યતિધર્મ સ્વીકારે છે તગત સર્વ ઉપાયોથી શુદ્ધ સમ્યફ આરંભ કરવો જોઈએ. અર્થાતુ પોતાના પરિણામના પ્રકર્ષમાં જે જે બલવાન નિમિત્તો હોય તે સર્વને ઉચિત રીતે સ્વીકારીને સર્વથા અપ્રમાદભાવથી યતમાન થવું જોઈએ. વળી કહ્યું કે સર્વ ઉપાધિઓથી આરંભ કરવો જોઈએ અર્થાત્ સાપેક્ષયતિધર્મ માટેની જે જે પ્રકારની યોગ્યતા અપેક્ષિત છે તે તે પ્રકારની સર્વ યોગ્યતારૂપ ઉપાધિઓથી શ્રુતબળ, સત્ત્વબળ આદિ સામગ્રીથી, આરંભ કરવો જોઈએ. જ્યાં સુધી તેની યોગ્યતા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી શ્રાવકધર્મ સેવીને તે યોગ્યતારૂપ ઉપાધિનો=સાધુધર્મ માટે અપેક્ષિત શ્રુતબળ, સત્ત્વબળનો સંચય કરવો જોઈએ, જેથી શીધ્ર ક્લેશક્ષયની પ્રાપ્તિ થાય. આ પ્રકારનો યોગ્ય આરંભ એ શિષ્ટ પુરુષોની નીતિ છે અર્થાત્ બુદ્ધિમાન પુરુષોનો ઉચિત વ્યવહાર છે. Iષા સૂત્ર :
इत्युक्तो यतिधर्मः, इदानीमस्य विषयविभागमनुवर्णयिष्यामः ।।१/३६८ ।।